Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારતમાં ઘઉંની નિકાસ પરના પ્રતિબંધનો અમેરિકાએ કર્યો વિરોધ, કેન્દ્રએ આપી થોડી છૂટ

સ્થાનિક બજારમાં ભાવ વધવાને કારણે ઘઉંની નિકાસ પર ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધનો અમેરિકાએ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે આશંકા વ્યક્ત કરી છે કે ભારતના પગલાથી વિશ્વની ખાદ્ય કટોકટી વધી શકે છે. દરમિયાન, ભારત સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધમાં થોડી છૂટછાટ આપી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
US protests ban on wheat exports to India
US protests ban on wheat exports to India

સ્થાનિક બજારમાં ભાવ વધવાને કારણે ઘઉંની નિકાસ પર ભારત દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધનો અમેરિકાએ વિરોધ કર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે આશંકા વ્યક્ત કરી છે કે ભારતના પગલાથી વિશ્વની ખાદ્ય કટોકટી વધી શકે છે. દરમિયાન, ભારત સરકારે આજે ઘઉંની નિકાસ પર પ્રતિબંધમાં થોડી છૂટછાટ આપી છે.

ભારત પ્રતિબંધ હટાવવા પર ફરી વિચાર કરશે

ગ્રીનફિલ્ડે કહ્યું કે અમે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણયનો અહેવાલ જોયો છે. અમે વિવિધ દેશોને નિકાસ પર પ્રતિબંધ ન મૂકવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ, કારણ કે અમને લાગે છે કે નિકાસ પરના કોઈપણ નિયંત્રણો ખાદ્ય અનાજની વધુ અછત તરફ દોરી જશે. ભારત સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તેના પર ચર્ચા થશે. એવી આશા છે કે ભારત પ્રતિબંધ હટાવવા પર ફરી વિચાર કરશે.

અમેરિકી રાજદુતે જણાવ્યુ કે સુરક્ષા પરીષદની અમારા દ્બારા લાવવામાં આવેલી બેઠકમાં ભારત હાજરી આપશે અને અમને આશા છે કે ભારત અન્ય દેશોની ચિંતાને જોતા પોતાના નિર્ણય પર ફરી વિચાર કરશે.

ઘઉંને નિકાસની પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવ્યા છે

તમને જણાવી દઈએ કે ભારત સરકારે તાજેતરમાં એક મોટો નિર્ણય લઈને ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘઉંને નિકાસની પ્રતિબંધિત શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યુ છે કે દેશની ખાદ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ પડોશી દેશો અને અને ગરીબ દેશોને સમર્થન આપવા માટે આવુ કરવુ જરૂરી હતુ.

13 મે પહેલા ઘઉંની નિકાસ કરવાની છૂટ

મંગળવારે કેન્દ્ર સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકતા થોડી છૂટછાટ આપી હતી. સરકાર નિકાસ માટે 13 મે પહેલા કસ્ટમ પરીક્ષણ માટે  નોંધાયેલ ઘઉંના માલની નિકાસને મંજૂરી આપશે.

આ પણ વાંચો : સોલાર લાઈટ ટ્રેપ યોજના : બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ કરવામાં મળશે સોલિડ મદદ

પહેલા ભાવમાં ભારે વધારો, હવે ઘટાડો

ઉલ્લેખનિય છે કે રશિયા અને યુક્રેન યુદ્ઘના કારણે સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ભારતમાં પણ ઘઉંના ભાવ વધ્યા છે. ઘઉંના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ ઘઉંના ભાવ નિચે આવવા લાગ્યા છે. ભારત ઘઉં ઉત્પાદનમાં બીજો દુનિયાનો સૌથી મોટો દેશ છે. દેશે નાણાકીય વર્ષ 2021-22 માટે કુલ 70 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી, જ્યારે ગયા એપ્રિલ મહિનાની વાત કરીએ તો ભારતે રેકોર્ડ બ્રેક 14 લાખ ટન ઘઉંની નિકાસ કરી છે.

સરકારી ખરીદી હવે 31 મે સુધી

કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા ઘઉં ખરીદીની સમય મર્યાદા 31 મે સુધી લંબાવી દીધી છે. હવે ખેડૂતોને MSP પર ઘઉં વેચવા માટે 15 દિવસનો વધુ સમય મળી ગયો છે. દેશના ઘણા ભાગોમાં, ઘઉંની સારી એવી  ઉપજ હોવા છતાં, નિર્ધારિત સમય મર્યાદામાં તેમનો પાક વેચી ન શકવાને કારણે ખેડૂતો થોડા દિવસોથી હેરાન હતા. આ વર્ષે ઘઉંના ટેકાના ભાવ 2015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યા છે. આ કિંમત પર હવે દેશના કરોડો ખેડૂતો 31 મે સુધી ઘઉં વેચી શકશે.

આ પણ વાંચો : વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત ચંદ્રની જમીનમાં સફળતાપૂર્વક છોડ ઉગાડ્યા !!

Share your comments

Subscribe Magazine

More on News

More