ઠંડીનો ચમકારો અનુભવાશે
ગુજરાતમાં ફરી એક વાર ઠંડીનું જોર વધશે, તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાશે. અને તાપમાનનો પારો 3 થી 5 ડિગ્રી સુધી ઘટી જશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. આગાહીના પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે અપીલ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ દરિયાઈ વિસ્તારમાં પવનની ઝડપી ગતિ જોવા મળશે. જેના કારણે માછીમારો દરિયો ન ખેડે તેવી પણ સૂચના આપી છે. ત્યારે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુંગાર રહ્યું છે. ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કહી શકાય કે હાલ રાજ્યમાંથી શિયાળાએ વિદાય નથી લીધી.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે
રાજ્યમાં ઠંડી વધવાની સાથે જ ફરી એકવાર ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દેખાશે. ઉલ્લેખનીય છે કે 6 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં હાડ થિજવતી ઠંડી પડશે.
કમોસમી વરસાદની આગાહી
વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકોને ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ ફરી એકવાર કરવો પડશે. સાથે જ વાતાવરણામાં ધુમ્મસ છવાયેલી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પારો ફરી એકવાર ગગડશે, અને હવાની ગતિ ઝડપી થવાને કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અને જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે ભેજ વાળુ વાતાવરણ સમગ્ર રાજ્યમાં અનુભવાશે.
સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે. તો આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. હવામાન વિભાગના અનુસાર બે દિવસ દરિયાઈ વિસ્તારમાં પવનની ગતિ તેજ રહેશે. જેના કારણે માછીમારો દરિયો ન ખેડે તેવી પણ સૂચના આપી છે. આજે રાજ્યનું પાટનગર ગાંધીનગર સૌથી ઠંડુંગાર રહ્યું છે. ગાંધીનગરમાં 12 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે તો અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચો : બજેટ થયુ રજૂ, ખેડૂતોના માટે કરી કઈ મોટી જાહેરાત
આ પણ વાંચો : ગુલાબના છોડમાં સુગંધિત ફૂલો લાવવા માટે શું કરશો ?
Share your comments