આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆત થતા જ તાપમાનનો પાર 40 ડિગ્રી પર પહોંચી ગયો હતો, અને એપ્રિલ મહિનામાં જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો હવે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી દીધી છે. તો જુઓ કે હવામાન વિભાગે કરી આ આગાહી જે જગતના તાત માટે જાણવી છે ખૂબ જ અગત્યની
- 20થી 22 એપ્રિલ સુધી રહેશે વરસાદી વાતાવરણ
- તાપ વરસાવતી ગરમીમાં કમોસમી વરસાદ
- હવામાન વિભાગે કરી આગાહી
- આ જિલ્લાઓમાં થશે અસર
ગુજરાતમાં માવઠાની આગાહી
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ખતરનાક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જેને કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ વચ્ચે એકવાર ફરીથી મોસમનો પારો ઉંચકાશે. હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 18 એપ્રિલથી વાતાવરણનો મિજાજ બદલાવાનો છે. અને દઝાડી નાખે તેવી ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 20 થી 22 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદ પડશે.
પવન 40થી 60 કિમી પ્રતિ કલાકે ફૂંકાશે
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં 3 દિવસ કમોસમી માવઠા વરસી શકે છે, અને 20 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન છૂટોછવાયો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. જેમાં 00 એપ્રિલે પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાકની રહેશે. તો 21 એપ્રિલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત છે કે આ દરમિયાન પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાકની રહેશે.
આ રાજ્યોમાં પણ વર્તાશે અસર
ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યોમાં પણ વાતાવરણ બદલાશે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના અનેક વિસ્તારો, મધ્ય પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ સહિત ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે દેશના અનેક રાજ્યોમાં પ્રિ-મોન્સૂન ગતિવિધિઓ જોવા મળશે, જેમાં ધૂળ ભરેલ વાવઝોડુ પણ ઉઠશે અને પવનની ડમરીને કારણે અનેક વિસ્તારોમાં ગરમીમાં થોડી રાહત મળશે. હવામાન વિભાગના એક્સપર્ટનું કહેવુ છે કે, ઉત્તરી રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં નીચલા સ્તર પર ચક્રવાતી હવાઓનુ એક દબાણ બન્યુ છે. જેને કારણે મોસમમાં બદલાવ આવી રહ્યો છે. અને આજ કારણ છે કે અનેક રાજ્યોમાં વરસાદ આવી શકે છે.
આ પણ વાંચો : ઉનાળામાં કરો આ ખટ્ટ-મીઠા ફળનું સેવન, જાણો ફાલસા ખાવાના અદ્ભૂત ફાયદા
આ પણ વાંચો : હવે દરેક બેંકના ATM માંથી કાર્ડ વગર પણ નીકાળી શકાશે પૈસા, RBIના ગવર્નરે કરી જાહેરાત
Share your comments