Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

હવે દરેક બેંકના ATM માંથી કાર્ડ વગર પણ નીકાળી શકાશે પૈસા, RBIના ગવર્નરે કરી જાહેરાત

હવે દરેક બેંકના એટીએમ ATM માંથી કાર્ડ વગર પણ પૈસા નીકાળી શકાય તેવી શરૂઆત કરવા માટે આરબીઆઈ RBI બહુ જલ્દી એનપીસીઆઈ NPCI, એટીએમ નેટવર્ક અને બેંકો માટે નિયમો બહાર પાડશે. આ સિસ્ટમ ઈન્ટરઓપરેબલ હશે, એટલે કે એક બેંકના એટીએમથી બીજી બેંકના ગ્રાહક પણ આ સેવાનો લાભ ઉઠાવી શકશે.

Himanee Chauhan
Himanee Chauhan
RBI Governer Shaktikant Das
RBI Governer Shaktikant Das

હવે દરેક બેંકના એટીએમ ATM માંથી કાર્ડ વગર પણ પૈસા નીકાળી શકાય તેવી શરૂઆત કરવા માટે આરબીઆઈ RBI બહુ જલ્દી એનપીસીઆઈ NPCI, એટીએમ નેટવર્ક અને બેંકો માટે નિયમો બહાર પાડશે. આ સિસ્ટમ ઈન્ટરઓપરેબલ હશે, એટલે કે એક બેંકના એટીએમથી બીજી બેંકના ગ્રાહક પણ આ સેવાનો લાભ ઉઠાવી શકશે. અત્યાર સુધી આ સુવિધા અમુક જ બેંકમાં ઉપલબ્ધ હતી.

ટેકનોલોજીના યુગમાં આપણે સમયની સાથે ચાલવું અતિઆવશ્યક છે. હવે નાણાંકિય વ્યવહારો મહદ અંશે ઓનલાઈન થઈ ગયા છે. ત્યારે આપણે પણ ઓનલાઈન ટ્રાજેક્શન અને આર્થિક વ્યવહાર પર ભાર મુકવાની જરૂર છે.  એમાંય જો તમે એટીએમ કાર્ડ ધારક Card Holder છો તો આરબીઆઈ RBI એ તમારા માટે મહત્ત્વની જાહેરાત કરી છે. હવે તમે ATM કાર્ડ વિના પણ તમે પૈસા ઉપાડી શકશો. RBIના ગર્વનગર શક્તિકાંત દાસે આ જાહેરાત કરી છે.

કાર્ડ વગર આ રીતે ઉપાડી શકશો પૈસા

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે હવે તમામ બેંકોમાં ડેબિટ કાર્ડ વગર ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા અપાશે, અત્યાર સુધી માત્ર કેટલીક બેંકોમાં કાર્ડ વગર એટીએમ ATM માંથી પૈસા ઉપાડવાની સુવિધા હતી. તેમણે કહ્યું કે UPI થકી ATMમાંથી પૈસા ઉપાડી શકાશે.

ફ્રોડમાં થશે ઘટાડો

RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું- આ પગલાથી કાર્ડ ક્લોન કરીને પૈસા ઉપાડવાથી છેતરપિંડીની ઘટના ઘટશે, ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે  મોનેટરી પોલિસીની જાહેરાત કરી હતી. આ સુવિધાને સૌથી મોટો ફાયદો એ થશે કે, છેતરપિંડી કરનારા કાર્ડને ક્લોન કરી શકશે નહીં અને આ રીતે થતી છેતરપિંડીના કિસ્સાઓ પણ ઓછા અથવા પુરા જ થઈ જશે.

આ બેંકમાં મળી રહી છે સુવિધા

જો તમારુ ખાતુ SBI ,ICICI બેંક, Axice બેંક અને બેંક ઓફ બરોડા સહિત અન્ય બેંકોમાં પણ છે તો પણ તમને આ સુવિધા મળી શકે છે. ગ્રાહકો તેમના ડેબિટ કાર્ડ વિના પણ તેમના ફોન દ્વારા રોકડ ઉપાડી શકે છે. કાર્ડધારકે Card Holder આ માટે મોબાઈલ બેંકિંગ એપનો ઉપયોગ કરવો પડશે અને એટીએમ ATM માંથી રોકડ ઉપાડવાની વિનંતી કરવી પડશે કે, તેમની પાસે ડેબિટ કાર્ડ નથી.

આ પણ વાંચો : આદુની ખેતી કરવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી ખેતી કરો અને મેળવો વિપુલ ઉત્પાદન

આ પણ વાંચો : ધગધગતી ગરમીમાં વીજળી વગર પણ 15 કલાક ચાલશે આ પંખો, જેની કિંમત છે સાવ ઓછી

Share your comments

Subscribe Magazine

More on News

More