Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Weather Update : 3 દિવસમાં મળશે ગરમીમાંથી થોડી રાહત, આ રાજ્યોમાં થશે વરસાદ

સમગ્ર ગુજરાતમાં ગરમીએ લોકોને હેરાન કરી દીધા છે, અને તમામા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે.

Himanee Chauhan
Himanee Chauhan
In 3 Days There Will Be Some Relief From The Heat
In 3 Days There Will Be Some Relief From The Heat

સમગ્ર ગુજરાતમાં ગરમીએ લોકોને હેરાન કરી દીધા છે, અને તમામા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે.

ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં હવે થોડી રાહત થઈ છે. બંગાળની ખાડીમાંથી મજબૂત નૈઋત્યના દરિયાઈ પવનો ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પર ફૂંકાવાનું શરૂ થતાં બળબળતા તાપથી આંશિક રાહત થયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણીએ ગરમીની તીવ્રતામાં સાધારણ ઘટાડો અનુભવાયો છે. જોકે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસની સરખામણમાં સોમવારે ગરમીની તીવ્રતામાં સાધારણ ઘટાડો અનુભવાયો છે. જોકે, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીમાં વધારો થવાની સંભાવના છે. સોમવારે અમદાવાદમાં 40.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. રાત્રિનું લઘુતમ તાપમાન 25 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. આ સાથે આગાહી પ્રમાણે, આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાનનો પારો નોંધાઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં દરિયો તોફાની બન્યો હતો. જેના કારણે માછીમારોને 15મી સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ આજે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલયન વિસ્તારમાં ત્રાટકવાનું હોય તેની અસર રૂપે ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા સેવવામાં આવી છે. આ સાથે અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, આસામ, મેઘાલય વગેરે રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી છે. હવામાનમાં આવેલા આ ફેરફારની અસર તળે ગુજરાતમાં આજે એકંદરે નૈઋત્ય અને પશ્ચિમ તરફથી પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર બાજુ કાળઝાળ ગરમીમાં આંશિક રાહતનો અનુભવ થયો છે.

દેશની રાજધાનીની વાત કરીએ તો, દિલ્હીમાં સરેરાશ મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયુ છે. જે સામાન્ય કરતા આઠ ડિગ્રી સેલ્સિયસ વધારે છે. જેના કારણે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં જ ગરમીનો 72 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. એપ્રિલમાં સૌથી વધુ તાપમાન 1941માં નોંધવામાં આવ્યું હતું. તે વર્ષે 29 એપ્રિલે મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, વર્ષ 1955થી 2022ની વચ્ચે એપ્રિલના પ્રથમ પખવાડિયામાં પ્રથમ વખત સરેરાશ મહત્તમ તાપમામ 42.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે. એટલે 72 વર્ષમાં એપ્રિલના પ્રથમ પખવાડિયામાં આટલી ગરમી પહેલીવાર નોંધાઇ છે.

બિહારમાં પણ હવામાનનો મિજાજ બદલાઈ ગયો છે. રાજ્યભરમાં 2 પ્રકારની હવામાન પરિસ્થિતિઓ બની રહી છે. રાજ્યના વિવિધ ભાગોમાં પૂર્વ અને પશ્ચિમના સતત પ્રવાહને કારણે વરસાદી અને વાવાઝોડાની સ્થિતિ સર્જાવવાની ભીતી છે. ઉત્તર બિહારમાં ભેજયુક્ત પૂર્વ દિશાનો પવન ફૂંકાઈ રહ્યો છે જેના કારણે પૂર્વ અને પશ્ચિમ ચંપારણથી લઈને કિશનગંજ અને અરરિયા સુધી વરસાદની અપેક્ષા છે જ્યારે દક્ષિણ બિહારમાં પશ્ચિમી પવન ફૂંકાઈ રહ્યો છે.

આ પણ વાંચો : જર્સી ગાય પાળીને કમાઓ લાખોનો નફો, સંપૂર્ણ માહિતી વાંચો આ લેખમાં

આ પણ વાંચો : AIR Indiaમાં નીકળી બમ્પર ભરતી, અત્યારે જ કરો અરજી સિલેક્ટ થયા તો મળશે 75,000 પગાર

Share your comments

Subscribe Magazine

More on News

More