Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશનમાં નોકરી માટે ભરતી પ્રક્રિયા શરૂ, 50,000 ઉપર મળી શકે છે પગાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા પાયે કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે. કોર્પોરેશને અલગ અલગ હોદ્દા માટે 641 કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
VMC Recruitment 2022
VMC Recruitment 2022

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા પાયે કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે. કોર્પોરેશને અલગ અલગ હોદ્દા માટે 641 કર્મચારીઓની ભરતી કરવાની જાહેરાત કરી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થનાર ભરતીમાં વોર્ડ ઓફિસરની 4 જગ્યા પર, રેવન્યુ ઓફિસરની 7 જગ્યા પર, સબ સેનેટરી ઈન્સ્પેકટરની 10 જગ્યા પર ભરતી કરાશે.

જો કે સૌથી મોટી ભરતી જુનિયર ક્લાર્ક અને મલ્ટિ પર્પઝ વર્કરની જગ્યા પર કરાશે. જુનિયર ક્લાર્કની  552 જગા અને  મલ્ટી પર્પઝ વર્કરની 68 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાઈ છે. કોર્પોરેશને કરેલી જાહેરાત પ્રમાણે 16 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી 2022 સુધી ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ઘણા વર્ષો બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મોટી સંખ્યામાં ભરતીની જાહેરાત કરતાં હજારો ઉમેદવારો અરજી કરે એવી શક્યતા છે. આ જગાઓ માટે અરજી કરનારને શૈક્ષણિક લાયકાત સહિતની તમામ વિગતો www.vmc.gov.in વેબસાઈટ પરથી મળી જશે.

તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો

રાજ્યમાં તલાટી કમ મંત્રીના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધારવાની જાહેરાત કરી છે. 15 ફેબ્રુઆરી ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ હતી પરંતુ હવે ફોર્મ ભરવાની તારીખમાં બે દિવસ એટલે કે વિદ્યાર્થીઓ 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે.  અને  21 તારીખ સુધી ફી ભરવામાં આવશે.

રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી છે. પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ  https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે.  હવે 17 ફેબ્રુઆરી સુધી ભરી શકશે ફોર્મ, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે  મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. આ માટે ઉમેદવારે વેબસાઇટ પર  ઓનલાઇન અરજી કરવાની રહેશે.  ઓનલાઈન અરજી કરવામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન હોવાના કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. રાજ્ય સરકારે ફોર્મ ભરવાના સમયમાં બે દિવસનો વધારો કર્યો છે. વિદ્યાર્થીઓ હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે

  • ઉમેદવારો VMC ભરતી 2022 માટે ઉપરોક્ત ઉલ્લેખિત અથવા નીચેના પગલાંને અનુસરીને સીધી અરજી કરી શકે છે.
  • સત્તાવાર વેબસાઈટ એટલે કે vmc.gov.in પર ક્લિક કરો
  • વેબપેજની ઉપરની બાજુએ હાજર “ભરતી” વિકલ્પ પર ક્લિક કરો.
  • “વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, રેવન્યુ ઓફિસર, જુનિયર ક્લાર્ક, સબ સેનેટરી ઈન્સ્પેક્ટર અને મલ્ટીપર્પઝ વર્કર” લેખની આગળની ઓનલાઈન અરજી કરો લિંક પર ક્લિક કરો.
  • સ્કેન કરેલા ફોટોગ્રાફ અને સહી સાથે જરૂરી વિગતો ભરો.\એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભો માટે તેની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો : ઘઉંના ભાવ 2022 : આ રાજ્યમાં અચાનક જ ઘઉંના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થયો, જાણો તેની પાછળનું કારણ

આ પણ વાંચો : બજેટ ખોરવાઈ રહ્યું હોય તેવી મહિલાઓ માટે Good News : હવે દરેક ઘર સુધી પાઈપલાઈન દ્વારા પહોંચશે રાંધણ ગેસ

Share your comments

Subscribe Magazine

More on News

More