Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

અમેરિકાનો અહેવાલઃ ભારત ઉપરાંત સમગ્ર વિશ્વની અનાજની જરૂરિયાત પૂરી કરે છે ભારતીય ખેડૂત

તાજેતરમાં આવેલા એક અહેવાલમાં કેટલીક રસપ્રદ માહિતી સામે આવી છે. એક સમયે ભારે મુશ્કેલીનો સામનો કરનારા ખેડૂતો હવે દેશ જ નહીં સમગ્ર વિશ્વ માટે આશાનું કિરણ બન્યા છે. એક સમયે અછત અને ગરીબીમાં જીવન પસાર કરનારા ખેડૂતભાઈઓ હવે અન્ય લોકોની અભાવની સ્થિતિને મિટાવવા માટે કાર્ય કરી રહ્યા છે. હવે એ વાતને નજરઅંદાજ કરી શકાય તેમ નથી કે આપણા ખેડૂતો વધુ સક્ષમ તથા સમૃદ્ધ કરવાની જરૂર છે.

KJ Staff

હવે તો ભારતીય ખેડૂત વૈશ્વિક અન્નદાતા તરીકે ઉભરી રહ્યા છે. સમગ્ર વિશ્વની આશા ખેડૂતો પર ટકી છે, સમગ્ર વિશ્વમાં ઘઉંની અછતને પૂરી કરવા માટે ભારત આ વર્ષે 20 લાખ ટન ઘઉંની નિકાસ કરી શકે છે. અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ) આ અગાઉ વર્ષ 2019-20માં ભારતે આશરે 5 લાખ ટન ઘઉંની નિકાસ કરી હતી, પણ આજે તમે જોઈ શકો છો કે આ આંકડા 15 લાખ ટનથી વધારે હોઈ શકે છે.  અલબત ભારતમાં ઘઉંનો બાકી સ્ટોક 247 લાખ ટન હતો.

એક નજર યુએસડીએના આંકડા પર

જ્યારે અમેરિકાના કૃષિ વિભાગ (યુએસડીએ) પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોમાં ભારત દ્વારા નિકાસ કરવામાં આવેલા ઘઉંના પ્રમાણમાં 2 લાખ ટનનો વધારો થયો છે. વૈશ્વિક પુરવઠો 350 લાખ ટનથી વધી 107.71 લાખ ટન થયો હતો. આ આંકડાથી જાણી શકાય છે કે ઘઉંના વૈશ્વિક પુરવઠામાં પણ વધારો થયો છે.

આ કારણથી ઘઉંની માંગ વધી રહી છે

આ સાથે વૈશ્વિકસ્તર પર ઘઉંની માંગમાં જે વધારો થઈ રહ્યો છે તે જોઈએ તો તેની પાછળ ચીન તરફથી વધી રહેલી માંગ જવાબદાર માનવામાં આવે છે.જ્યારે વૈશ્વિક નિકાસ સાથે ભારત પોતાની ઘરેલુ જરૂરિયાતોને પૂરી કરી રહ્યું છે. ભારત તેને લઈ સંતુલનની સ્થિતિમાં આવવા ઈચ્છે છે, જેને ધ્યાનમાં રાખી ઘઉંના ઉત્પાદનને વધારવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે, જેથી વૈશ્વિક જરૂરિયાતો સાથે ઘરેલુ જરૂરિયાતો પણ પૂરી કરી શકાય. આ દિશામાં ઉત્તર પ્રદેશ સરકાર 1લી એપ્રિલ,2021થી ઘઉંની ખરીદીની પ્રક્રિયા શરૂ કરી રહી છે, જ્યારે હરિયાણા સરકાર આ વખતે 80 લાખ ટન ઘઉંની ખરીદી કરવાનો લક્ષ્ય ધરાવે છે.

Related Topics

farmers global food

Share your comments

Subscribe Magazine

More on News

More