Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Urea DAP Price : દેશમાં ફરી એકવાર વધી શકે છે ખાતરનો ભાવ, પણ ખેડૂતોને નહીં થાય પરેશાની

ખાતરની વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂતોને ખર્ચમાં વધારો થશે. જો કે માહિતી મળી રહી છે કે સરકાર તેનો બોજ ખેડૂતો Farmers પર નાખવા માંગતી નથી. યુરિયા Urea અને ડીએપી DAP જેવા જરૂરી ખાતરો ખેડૂતોને વ્યાજબી ભાવે આપવા એ સરકારની પ્રાથમિકતા છે.

Himanee Chauhan
Himanee Chauhan
Fertilizer Prices May Increase Again
Fertilizer Prices May Increase Again

ખાતરની વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂતોને ખર્ચમાં વધારો થશે. જો કે માહિતી મળી રહી છે કે સરકાર તેનો બોજ ખેડૂતો Farmers પર નાખવા માંગતી નથી. યુરિયા Urea અને ડીએપી DAP જેવા જરૂરી ખાતરો ખેડૂતોને વ્યાજબી ભાવે આપવા એ સરકારની પ્રાથમિકતા છે.

આગામી પાકની સિઝન પહેલા દેશમાં ફરી એકવાર ખાતરના ભાવમાં વધારો થવા જઈ રહ્યો છે. ભારત હજુ પણ ખાતરની વધતી કિંમતો સામે ઝઝૂમી રહ્યું છે. રશિયા-યુક્રેનના સંઘર્ષ સહિતના ઘણા કારણો છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરોના ભાવમાં વધારો કરી રહ્યા છે. વધેલી કિંમતોને કારણે સરકાર ખાતર સબસિડી Fertilizer Subsidy બિલને પણ આગળ વધારી રહ્યું છે. ખાતરની વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂતોના ખર્ચમાં પણ વધારો થશે. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર તેનો બોજ ખેડૂતો પર નાખવા માંગતી નથી. યુરિયા Urea અને ડીએપી DAP જેવા જરૂરી ખાતરો ખેડૂતોને વ્યાજબી ભાવે આપવા સરકારની પ્રાથમિકતા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર યુક્રેન-રશિયા યુદ્ધ સંકટ સિવાય અમેરિકા દ્વારા ઈરાન પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોએ પણ આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરની કિંમતો વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ આ દરમિયાન સરકાર સતત પ્રયાસો કરી રહી છે કે ખાતરના વધતા ભાવને કારણે ખેડૂતો પર આર્થિક બોજ ન વધે. આ માટે સરકારે તેની તૈયારી હેઠળ ખાતરનો મોટો સ્ટોક રાખ્યો છે. જેથી આગામી પાકની સિઝનમાં યુરિયા ડીએપીની અછત ન રહે અને ખેડૂતોને તે વ્યાજબી ભાવે મળી શકે.

વિદેશમાં ખાતરનો ભાવ અધધ

અમેરિકા, બ્રાઝિલ, પાકિસ્તાન અને ચીન જેવા દેશોમાં યુરિયા, ડાયમોનિયમ ફોસ્ફેટ DAP અને મ્યુરિએટ ઓફ પોટાશ MOP ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહ્યા છે. ભારતમાં પ્રતિ બોરી 50 કિલો યુરિયાની કિંમત ખેડૂતો માટે 266.70 પૈસા છે. જ્યારે પાકિસ્તાનમાં ખેડૂતો માટે 50 કિલો યુરિયાની બોરીની કિંમત 791 રૂપિયા છે. જ્યારે ઈન્ડોનેશિયામાં સમાન વજનની યુરિયાની બોરી રૂપિયા 593ના ભાવે વેચાઈ રહી છે, જ્યારે બાંગ્લાદેશમાં આ જ બોરીની કિંમત રૂપિયા 719 છે.

ચીનમાં 50 કિલો યુરિયાની કિંમત ભારત કરતાં લગભગ આઠ ગણી વધારે છે. જ્યારે ભારત કરતાં બ્રાઝિલમાં યુરિયા 13.5 ગણા વધુ ભાવે વેચાઈ રહ્યું છે. બ્રાઝિલમાં 50 કિલો યુરિયાની કિંમત 3600 રૂપિયા છે. તે જ સમયે, અમેરિકામાં તેની કિંમત 3060 રૂપિયા પ્રતિ બોરી છે. ચીનમાં ખેડૂતોને 2100 રૂપિયા પ્રતિ બેગના ભાવે યુરિયા મળી રહ્યું છે. તેવી જ રીતે, આ દેશોમાં અને ભારતમાં ડીએપી અને એમઓપીના ભાવમાં ઘણો તફાવત છે.

યુરિયાનો સ્ટોક 70 લાખ મેટ્રિક ટન છે

જાણકાર સૂત્રોનું કહેવું છે કે જો ખાતરની કિંમત આ રીતે જ વધતી રહી તો આ નાણાકીય વર્ષમાં તેમની ખરીદીનો ખર્ચ બે લાખ કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. જ્યારે સરકાર વધેલા ભાવનો બોજ ઉઠાવી રહી છે. તેનો બોજ ખેડૂતો પર પડવા દેવામાં આવ્યો નથી. ખેડૂતોને ખાતરમાં સબસિડી આપવામાં આવી રહી છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે રશિયા-યુક્રેન કટોકટી અને ઈરાનમાં લાદવામાં આવેલા પ્રતિબંધો ખાતરના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે 30 લાખ મેટ્રિક ટન ડીએપી DAP અને 70 લાખ મેટ્રિક ટન યુરિયાનો સ્ટોક કર્યો છે.

પાકિસ્તાનમાં DAPની કિંમત ત્રણ ગણી વધારે

ભારતમાં ડીએપી DAPના ભાવની વાત કરીએ તો દેશમાં 50 કિલો ડીએપીની કિંમત 1200 રૂપિયાથી 1350 રૂપિયા સુધીની છે. જ્યારે ઈન્ડોનેશિયામાં સમાન DAPની કિંમત 9700 રૂપિયા છે, જે લગભગ આઠ ગણી વધારે છે. પાકિસ્તાન અને બ્રાઝિલમાં સમાન જથ્થાના ડીએપીની કિંમત ભારત કરતાં ત્રણ ગણી વધારે છે. તે જ સમયે, ચીનમાં ડીએપીની કિંમત ભારત કરતા લગભગ બમણી છે. રોક ફોસ્ફેટ DAP અને NPK માટે મુખ્ય કાચો માલ છે. આ માટે ભારત 90 ટકા નિકાસ પર નિર્ભર છે. આ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થતી વધઘટ ભારતની સ્થાનિક કિંમતોને સીધી અસર કરે છે.

સરકાર પર સબસિડીનો બોજ વધશે

રશિયા-યુક્રેન સંઘર્ષને કારણે ઊભી થયેલી સમસ્યાને કારણે ભારત ખાતરની આયાતના અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. ભારતમાં ખાતર પર સબસિડી આપવામાં આવે છે. ખાતરની કિંમતનો મોટો હિસ્સો સરકાર ભોગવે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરના ભાવમાં વધારો થવાને કારણે સબસિડીનો બોજ બમણો થશે. તાજેતરના વર્ષોમાં ખાતર સબસિડી રૂ. 80,000 થી રૂ. 90,000 કરોડની વચ્ચે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષમાં ખાતર પરની સબસિડી વધીને લગભગ બે લાખ કરોડ રૂપિયા થવાની ધારણા છે.

આ પણ વાંચો : શું છે LPG સિલિન્ડરની ઉપર લખેલા નંબરનું રહસ્ય, શું તમારો ગેસ સિલિન્ડર ફૂટવાનો છે ?

આ પણ વાંચો : આ વર્ષે 1 કરોડ ટનથી વધુ ઘઉંની નિકાસ કરશે ભારત, ખેડૂતોને થશે બમ્પર આવક

Share your comments

Subscribe Magazine

More on News

More