ઉમેદવારી નોંધાવવા વિજય રથમાં પહોંચ્યા
અખિલેશ યાદવ ઉમેદવારી નોંધાવવા માટે કરહલ સુધી વિજય રથમાં પહોંચ્યા હતા, ઉલ્લેખનીય છે કે તેઓ જે રથમાં પહોંચ્યા હતા તેની હનુમાન મંદિરમાં પૂજા કરવામાં આવી હતી. આ પછી અખિલેશ યાદવ ગુલાબી રંગના વિજય રથ પર સવાર થઈને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે આ 'નોમિનેશન' એક મિશન છે, કારણ કે યુપીની આ ચૂંટણી પ્રદેશ અને રાજ્યની આગામી સદીનો ઈતિહાસ લખશે.
અખિલેશ યાદવનું ઠેર-ઠેર કરાયું સ્વાગત
મહત્વની વાત છે કે ઉત્તરપ્રદેશના સેફઈથી કરહલની વચ્ચે લગભગ 30 કિલોમીટરના અંતરે અખિલેશ યાદવનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલાબી રંગના વિજય રથ પર સવાર સમાજવાદી પાર્ટીના પ્રમુખે જનતાનું અભિવાદન સ્વીકાર્યુ હતુ. અખિલેશના વિજય રથ પર કરહલથી સપાની ટિકીટ પરથી ચૂંટણી લડી ચૂકેલા શોભન સિંહ સવાર હતા. આ સિવાય વિજય રથમાં પૂર્વ સાંસદ અને અખિલેશનાં ભત્રીજા તેજ પ્રતાપ પણ સવાર હતા. વિજય રથને અખિલેશનાં સચિવ ગજેન્દ્ર પોતે ચલાવી રહ્યા હતા.
લોકોની ભીડ ઉમટી
મહત્વની વાત છે કે હજારો વાહનોના કાફલા વચ્ચે રસ્તાઓ પર એકઠી થયેલી ભીડને કારણે લગભગ એક વાગ્યા સુધી વિજય રથ મૈનપુરી કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. ભીડને કાબૂમાં લેવા માટે મજબૂત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.ઉત્તરપ્રદેશના સેફઈથી કરહલની વચ્ચે લગભગ 30 કિલોમીટરના અંતરે અખિલેશ યાદવનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુલાબી રંગના વિજય રથ પર સવાર સમાજવાદી પાર્ટીના પ્રમુખે જનતાનું અભિવાદન સ્વીકાર્યુ હતુ. અખિલેશના વિજય રથ પર કરહલથી સપાની ટિકીટ પરથી ચૂંટણી લડી ચૂકેલા શોભન સિંહ સવાર હતા.
નામાંકન એક ‘મિશન’- અખિલેશ
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે સમાજવાદી રથનો ફોટો ટ્વીટ કરીને લખ્યું કે આ નામાંકન એક ‘મિશન’ છે કારણ કે યુપીની આ ચૂંટણી રાજ્યનો ઈતિહાસ અને દેશની આગામી સદી લખશે! આવો પ્રગતિશીલ વિચાર સાથે સકારાત્મક રાજનીતિની આ ચળવળમાં સહભાગી બનીએ. નકારાત્મક રાજકારણને હરાવો, તેને પણ દૂર કરો! અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહ્યા છે. અખિલેશ હાલમાં આઝમગઢના સાંસદ છે. કરહાલ વિધાનસભા બેઠક પર સાત વખત સમાજવાદી પાર્ટીનો કબજો રહ્યો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની લહેર હોવા છતાં, SP ઉમેદવાર સોબરન યાદવે એક લાખથી વધુ મત મેળવ્યા અને તેમના નજીકના હરીફ પ્રેમ શાક્યને 38,000થી વધુ મતોથી હરાવ્યા. લગભગ 20 વર્ષ પહેલા 2002માં છેલ્લી વખત આ સીટ પરથી ભાજપે જીત મેળવી હતી તે સમયે સોબરન યાદવ ભાજપના ઉમેદવાર હતા.
આ પણ વાંચો : સંસદનું બજેટ થયુ શરૂ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપ્યુ અભિભાષણ
આ પણ વાંચો : પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, ‘પદ્મશ્રી’ મેળવનાર ડો. જયંત વ્યાસ કોણ છે આવો જાણીએ
Share your comments