કઠોળ-દાળના ભાવમાં દિવસને દિવસ વધારો થઈ રહ્યુ છે, તેને જોતા કેંદ્ર સરકાર મહત્વનાં પગલા લીધા છે. સરકારના આ પગલાથી ખેડૂતોને બહુ ફાયદો થશે, એવા કેંદ્ર સરકારના કહવું છે.
કઠોળ-દાળના ભાવમાં દિવસને દિવસ વધારો થઈ રહ્યુ છે, તેને જોતા કેંદ્ર સરકાર મહત્વનાં પગલા લીધા છે. સરકારના આ પગલાથી ખેડૂતોને બહુ ફાયદો થશે, એવા કેંદ્ર સરકારના કહવું છે. સરકાર મુજબ ભાવો હળવા થયા પછી રાજ્ય સરકાર અને બીજા હિતધારકોથી મળેલા ભાવો પર વિચારણ કર્યા પછી કેંદ્ર સરકાર આ મહત્વનાં પગલુ લીધુ છે અને મિલર્સ સાથે હૉલસેલર્સને સ્ટોક મર્યદાઓમાં છુટછાટ આપવામાં આવી છે.જેથી આયતકારોને સ્ટૉક મર્યાદાઓથી મુક્તિ મળી આવી છે. સંસ્થાઆઓને ગ્રાહક બાબતોના વિભાગના વૅબ પોર્ટલ પર સ્ટૉક જાહેર કરવાનું ચાલુ રાખવું પડશે. સ્ટૉક મર્યાદા માત્ર તુવેર, અડદ, ચણા અને મસુરને જ લાગુ પડે છે. .
સુધારેલા આયોગમાં શુ છે
ભારત સરકાર દ્રારા જે નવું આદેશ આપવામાં આવ્યુ છે, તેના મુજબ 31મી ઑક્ટોબર 2021 સુધી સ્ટોક માત્ર તુવેર, મસૂર, અડદ અને ચણા દાળને જ લાગૂ પડે છે. એવું નક્કી કરવામાં આવ્યું છે કે કઠોળના આયાતકારોને સ્ટૉક મર્યાદામાંથી મુક્તિ મળશે અને તેઓ કઠોળનો સ્ટૉક ગ્રાહક બાબતોના વિભાગના પોર્ટલ (fcainfoweb.nic.in) પર જાહેર કરવાનું ચાલુ રાખશે.
મગની આ રીતે કરો ખેતી, થશે બમણી આવક
હૉલ સેલર્સ માટે મર્યાદા
હૉલ સેલર્સ માટે, સ્ટૉક મર્યાદા 500 એમટી રહેશે (શરત એ કે એક જાતનો 200 એમટીથી વધારે ન હોવો જોઇએ) રિટેલર્સ માટે સ્ટૉક મર્યાદા 5 એમટી રહેશે અને મિલર્સ માટે સ્ટૉક મર્યાદા છેલ્લા છ મહિનાનું ઉત્પાદન અથવા વાર્ષિક સ્થાપિત ક્ષમતાના 50 ટકા, બેમાંથી જે વધારે હોય તે રહેશે.મિલર્સ માટે જે છૂટછાટ અપાઇ છે એની તુવેર અને અડદના ખરીફ વાવણીના આ મહત્વપૂર્ણ તબક્કે ખેડૂતોને ખાતરી આપવાના સંદર્ભમાં હેઠવાસી પ્રવાહની અસર પડશે.
જે તે કાનૂની સંસ્થાઓ ગ્રાહક બાબતોના વિભાગના પોર્ટલ (fcainfoweb.nic.in) પર એમનો સ્ટૉક જાહેર કરવાનું ચાલુ રાખશે અને જો એમના દ્વારા ધરાવાઈ રહેલો સ્ટૉક નિર્ધારિત મર્યાદા કરતા વધારે હશે તો એવા કિસ્સામાં, તેઓએ આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના 30 દિવસોની અંદર એમનો સ્ટૉક નિર્ધારિત મર્યાદાની અંદર લાવવાનો રહેશે.
અત્રે નોંધનીય છે કે કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવો પર તૂટી પડવા ભારત સરકાર સતત પ્રયાસો કરી રહી છે અને 14મી મે 2021ના રોજ વિવિધ શ્રેણીના હિતધારકો દ્વારા કઠોળના સ્ટૉકની જાહેરાત અને ત્યારબાદ બીજી જુલાઇ 2021ના રોજ સ્ટૉક મર્યાદા લાદવા જેવાં વિવિધ પગલાં લીધાં હતાં. રાજ્યો કઠોળના વેપારમાં સંકળાયેલા તમામ હિતધારકોના સક્રિય સહયોગથી બે મહિનાના ટૂંકા ગાળામાં સંસ્થાઓ દ્વારા 8343 નોંધણીઓ થઈ અને વિભાગના વૅબ પોર્ટલ પર 30.01 લાખ મેટ્રિક ટનથી વધુનો સ્ટૉક જાહેર કરાયો હતો.
સ્વાસ્થ્યના કારણે વધ્યું ચણાના ચલણ,આવતા વર્ષોમાં મોટું થશે બાજાર
તુવેર, અડદ, મગ અને ચણાના ભાવોએ સતત ઘટાડા તરફી ઝોક બતાવવાનું શરૂ કર્યું હતું. મે 2021ના મધ્યથી વિવિધ હિતધારકો દ્વારા સ્ટૉકની જાહેરાત સાથે શરૂ કરીને અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો દ્વારા એના પર સતત દેખરેખ અને જુલાઇના પ્રથમ સપ્તાહમાં પુરવઠો વધારવા માટે સ્ટૉક મર્યાદા લાદવા સુધી, જે હસ્તક્ષેપ કરાયા એનો સતત હેતુ કઠોળના ભાવો નીચે લાવવાનો હતો.
2021ની 17મી જુલાઇએ ગ્રાહક બાબતો અને ખાદ્યાન્ન અને જાહેર વિતરણ માટેના કેન્દ્રીય મંત્રીએ આયાતકારો, કઠોળના જથ્થાબંધ અને છૂટક વિક્રેતાઓ સહિતના વિવિધ હિતધારકોના એસોસિયેશનો સાથે કઠોળ પર સ્ટૉક મર્યાદા લાદવા સાથે સંકળાયેલા મુદ્દાઓની ચર્ચા કરવા એક મીટિંગ યોજી હતી જેમાં રાજ્ય કક્ષાના પ્રધાન પણ હાજર હતા. તમામ મુખ્ય એસોસિયેશનોએ ગ્રાહક બાબતોના વિભાગના વૅબ પોર્ટલ પર સ્ટૉકની જાહેરાત પ્રતિ અને કોઇ સંગ્રહખોરી ન થાય અને કૃત્રિમ તંગી ઊભી ન થાય એ સુ નિશ્ચિત કરવામાં એમના સંપૂર્ણ સહકારની ખાતરી આપી હતી.
Share your comments