Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

તેલીબિયાં પાકોના ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકાર 21 રાજ્યના ખેડૂતોને આપશે મફત બિયારણ

દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં મિશન ને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત ખેડૂતોને તેલીબિયાં પાકો વાવવા માટે પ્રેરિત કરવામાં આવશે અને તેના માટે ખેડૂતોને તેલીબિયાં પાકોના સારા આબોહવા અનુકૂળ બિયારણો આપવામાં આવશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

દેશને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં મિશન ને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત ખેડૂતોને તેલીબિયાં પાકો વાવવા માટે પ્રેરિત કરવામાં આવશે અને  તેના માટે ખેડૂતોને તેલીબિયાં પાકોના સારા આબોહવા અનુકૂળ બિયારણો આપવામાં આવશે. આ યોજના દેશના 21 રાજ્યોના 347 જિલ્લાઓમાં શરૂ કરવામાં આવશે. ગયા વર્ષથી તેલીબિયાં પાકોની વાવણી માટે ચાલી રહેલી ઝુંબેશને કારણે આ વખતે ખરીફ સિઝનમાં ગત વર્ષની સરખામણીએ 3 લાખ હેક્ટર વિસ્તારમાં વધુ તેલીબિયાં પાકોનું વાવેતર થયું છે. જ્યારે, તેલીબિયાં મિશન 2030-31 સુધીમાં તેલીબિયાંનું ઉત્પાદન 39 મિલિયન ટન (2022-23) થી વધારીને 69.7 મિલિયન ટન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ખેડૂતોને તેલીબિયાં પાકોના બિયારણ મફતમાં મળશે

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં મિશન હેઠળ ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. તેલીબિયાં પહેલ હેઠળ ખેડૂતોને મફત બિયારણ આપવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર નવા મંજૂર થયેલ રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં મિશન હેઠળ 21 રાજ્યોના (ગુજરાતનું પણ સમાવેશ થાય છે) 347 જિલ્લાના ખેડૂતોને મફત સંવર્ધક, આધાર અને પ્રમાણિત બીજ પ્રદાન કરવાની યોજના બનાવી રહી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય 2030-31 સુધીમાં તેલીબિયાંનું ઉત્પાદન 39 મિલિયન ટન (2022-23) થી વધારીને 69.7 મિલિયન ટન કરવાનો છે.

ખેડૂતોને મશીન, વીમો અને પૈસાની મદદ મળશે

રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં હેઠળ, ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ, કૃષિ મશીનો, પાક વીમો, મધમાખી ઉછેર અને કૃષિ લોન જેવી યોજનાઓનો લાભ આપવામાં આવશે. પ્રોસેસિંગ યુનિટને એગ્રી ઇન્ફ્રા ફંડ દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. ખેડૂતોમાં જાગૃતિ વધશે. એફપીઓ, સહકારી સંસ્થાઓ અને ખાનગી ઉદ્યોગોને પાક સંબંધિત પડકારોનો સામનો કરવા માટે પ્રોજેક્ટ આધારિત સહાય પૂરી પાડવામાં આવશે અને બીજ સંગ્રહ અને તેલ એકમની ક્ષમતા સુધારવા માટે મદદ કરવામાં આવશે.

તેલીબિયાં પાકોનો વિસ્તાર વધારવાનો હેતુ

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ખરીફ સિઝનમાં તેલીબિયાં પાકોની વાવણી વિસ્તાર 193.84 લાખ હેક્ટર નોંધવામાં આવ્યો છે, જે ગયા વર્ષના 190.92 લાખ હેક્ટર કરતાં લગભગ 3 લાખ હેક્ટર વધુ છે. આ વખતે ખેડૂતોએ સોયાબીન, મગફળી અને સૂર્યમુખીનું મોટાપાયે વાવેતર કર્યું છે. જોકે, તલ, રામતીલ અને એરંડાના પાકના વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. વધુ જણાવી દઈએ કે  રાષ્ટ્રીય ખાદ્ય તેલ-તેલીબિયાં મિશન હેઠળ, તેલીબિયાં પાકોનો વિસ્તાર 210 લાખ હેક્ટરથી વધુ કરવાનો છે.

આ પણ વાંચો:પાકના સારા વિકાસ અને ઉત્પાદમાં મહત્વનો ભાગ ભજવનાર પ્લાન્ટ ગ્રોથ રેગુલેટરની ઉપયોગિતા

Share your comments

Subscribe Magazine

More on News

More