Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દેશમાં 100 કરોડ વેક્સિનેશન છે તાળી થાળી પર પ્રશ્ન કરતાઓને ઉત્તર: પીએમ

Amansinh Jadeja
Amansinh Jadeja
PM Modi
PM Modi

વડા પ્રધાન નરેંદ્ર મોદી આજે વગર કોઈ સૂચનાના દેશને સંબોધિત કર્યો છે. જ્યારે આપણે તે સમાચાર લખી રહ્યા છે,ત્યારે પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા હતા. કોકને ખબર નહોતી કે વડા પ્રધાન અચાનક દેશને આજે સંબોધિત કરશે. અચાનક પીએમનો એક ટ્વિટ આવે છે કે આજે સવારે 10 વાગ્યે હું દેશને સંબોધિત કરવા જઈ રહ્યો છુ.

વડા પ્રધાન નરેંદ્ર મોદી આજે વગર કોઈ સૂચનાના દેશને સંબોધિત કર્યો છે. જ્યારે આપણે તે સમાચાર લખી રહ્યા છે,ત્યારે પીએમ મોદી દેશને સંબોધિત કરી રહ્યા હતા. કોકને ખબર નહોતી કે વડા પ્રધાન અચાનક દેશને આજે સંબોધિત કરશે. અચાનક પીએમનો એક ટ્વિટ આવે છે કે આજે સવારે 10 વાગ્યે હું દેશને સંબોધિત કરવા જઈ રહ્યો છુ.

જ્યારે વડા પ્રધાનના આ ટ્વીટ આવે ત્યારે બધા લોકો આ વિચારમાં મુંઝાઈ જાય છે કે વડા પ્રધાન આજે ક્યા વાતની જાહેરાત કરશે. ફરીથી તો નોટબંધી નથી થવાની ને...કોઈ અંદાજા પાડી રહ્યા હતા કે પીએમ બાળકોને વૈક્સિન પર બોલશે. પરંતુ કોઈને ખબર નહોતિ કે વડા પ્રધાન પોતાના સંબોધનમાં શુ વિચાર પ્રગટ કરવા જઈ રહ્યો છે. 

રિકોર્ડ: 100 કરોડ લોકોને લાગી કરોનાની રસી, મંદિર અને સ્મારક રંગશે ત્રિંરંગાના રંગમાં

સવારે 10 વાગ્યે પીએમ મોદીએ પોતાના સંબોધનની શરુઆત વૈદિક વાક્યથી કરતા કહ્યું કે 'कृतं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहितः ।' જો આપણે આને ભારતના સંદર્ભમાં જોઈએ તો તેનો સીધો અર્થ એ છે કે આપણા દેશે એક તરફ ફરજ બજાવી અને બીજી તરફ તેને મોટી સફળતા મળી છે. તેમણે આગળ કહ્યું કે ગઈકાલે 21 ઓક્ટોબરે, ભારતે 1 અબજ એટલે કે 100 કરોડ રસીના ડોઝનું મુશ્કેલ પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. આ સિદ્ધિ પાછળ 140 કરોડ દેશવાસીઓની કર્તવ્યનિષ્ઠા છે. એટલે જ આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે દરેક દેશવાસીને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

તેમણે વધુમાં આગળ કહ્યું કે 100 કરોડ રસી ડોઝ માત્ર એક આંકડો નથી. આ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. ઈતિહાસમાં એક નવો અધ્યાય રચાઈ રહ્યો છે. આ એક નવા ભારતનું ચિત્ર છે જે જાણે છે કે કેવી રીતે મુશ્કેલ લક્ષ્યો નક્કી કરવા અને તેમને પ્રાપ્ત કરવા. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે તેના સંકલ્પોની પરિપૂર્ણતા માટે સખત મહેનતની પરાકાષ્ઠા છે. પીએમ કહ્ચુ કે આ આકડ઼ો તાળી થાળી પર પ્રશ્ન કરતાઓને ઉત્તર છે. 

કોરોના સમયગાળા દરમિયાન ખેડૂતોએ દેશને સંભાળ્યા

પીએમ મોદીએ કહ્યું કે કોરોના સમયગાળા દરમિયાન કૃષિ ક્ષેત્રે આપણી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી છે. આજે, રેકોર્ડ સ્તરે અનાજની ખરીદી કરવામાં આવી રહી છે. પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જઇ રહ્યા છે. રસીના વધતા કવરેજ સાથે દરેક ક્ષેત્રમાં હકારાત્મક પ્રવૃત્તિઓ ઝડપી બની રહી છે.

દરેક માટે મુફ્ત રસી અભિયાન 

ભારતે તેના નાગરિકોને 100 કરોડ રસીના ડોઝ આપ્યા છે અને તે પણ પૈસા લીધા વગર. 100 કરોડ રસીના ડોઝની અસર એ પણ થશે કે હવે વિશ્વ ભારતને કોરોના કરતા વધુ સુરક્ષિત માને છે.પીએમ મોદીએ કહ્યું કે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે વીઆઇપી સંસ્કૃતિ રસીકરણ અભિયાન પર પ્રભુત્વ ધરાવતી નથી. દરેકને સાથે લઈને, દેશે 'દરેક માટે રસી-મુક્ત રસી' અભિયાન શરૂ કર્યું. ગરીબ-અમીર, ગામ-શહેર, દૂર, દેશનો એકમાત્ર મંત્ર હતો કે જો રોગ ભેદભાવ ન કરે તો રસીમાં ભેદભાવ ન હોઈ શકે.

ભારત આત્મનિર્ભર બન્યુ 

પીએમ મોદીએ કહ્યું કે વિશ્વના અન્ય મોટા દેશો રસીઓ પર સંશોધન, રસી શોધવામાં કુશળતા ધરાવે છે. ભારત મોટે ભાગે આ દેશો દ્વારા બનાવવામાં આવેલી રસી પર નિર્ભર હતું. પરંતુ હવે ભારત આત્મનિર્ભર બની ગયું છે.વડાપ્રધાને કહ્યું કે આજે ઘણા લોકો ભારતના રસીકરણ કાર્યક્રમની તુલના વિશ્વના અન્ય દેશો સાથે કરી રહ્યા છે. ભારતે જે ગતિથી 100 કરોડનો આંકડો પાર કર્યો તેની પ્રશંસા થઈ રહી છે. જો કે, આ વિશ્લેષણમાં એક વસ્તુ ઘણી વખત ચૂકી જાય છે તે છે, આપણે શરૂઆત ક્યાથી કરી હતી. 

Related Topics

Pm Modi Vaccination India Speech

Share your comments

Subscribe Magazine

More on News

More