Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વનસ્પતિમાં વૃધ્ધિ નિયંત્રકોનું મહત્વ છે અને તેના વિવિધ ઉપયોગ

ગુજરાત બાગાયતી પાકોના ઉત્પાદનમાંદેશમાં આગવું સ્થાનઅનેપ્રતિષ્ઠા ધરાવે છે,આથીખેડૂતો શાકભાજી અને ફળ પાકોમાં વધુ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાના બીજ, ખાતર, પાણી, જંતુનાશકોની સાથે સાથે હાલમાંબજારની વિવિધ માંગો ને ધ્યાન માં રાખી નેકૃત્રિમ વૃધ્ધિ નિયંત્રકોનો પણ વપરાશ કરતા થયા છે.મુખ્યત્વે બાગાયતી પાકોમાં જેવા કે શાકભાજી અનેફળપાકોમાં તેનો ઉપયોગ વધારે કરવા આવે છે.

KJ Staff
KJ Staff

ગુજરાત બાગાયતી પાકોના ઉત્પાદનમાંદેશમાં આગવું સ્થાનઅનેપ્રતિષ્ઠા ધરાવે છે,આથીખેડૂતો શાકભાજી અને ફળ પાકોમાં વધુ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવવા માટે ઉચ્ચ ગુણવત્તાના બીજ, ખાતર, પાણી, જંતુનાશકોની સાથે સાથે હાલમાંબજારની વિવિધ માંગો ને ધ્યાન માં રાખી નેકૃત્રિમ વૃધ્ધિ નિયંત્રકોનો પણ વપરાશ કરતા થયા છે.મુખ્યત્વે બાગાયતી પાકોમાં જેવા કે શાકભાજી અનેફળપાકોમાં તેનો ઉપયોગ વધારે કરવા આવે છે.

વૃધ્ધિ નિયંત્રકો શું છે?

આપણે બીજ જમીનમાં વાવીએ ત્યારથી છોડ પરિપક્વ થાય અને ત્યાં સુધીમાં તે વિવિધ અવસ્થાઓ માંથી પસાર થાય છે, જેમ કે, બીજનું અંકુરણ થવું,પાન ફૂટવા, ડાળીઓ ફૂટવી,મૂળનો વિકાસ થવો, ફૂલ આવવા, ફળ બંધાવું, પાન ખરવા, ફૂલ ખરવા, ફળનો વિકાસ થવો, પાકવું અને અંતે છોડ નું પરિપક્વ થવું.આ બધી પ્રક્રિયાઓ અમુકચોક્કસ સમયે થાય છે, અને તે માટે છોડમાં ઉત્પન્ન થતા વિવિધ જૈવિક રસાયણો ભાગ ભજવે છે. આ રસાયણો કે જે છોડના વિકાસ અને વૃધ્ધિના નિયંત્રણ માટે જવાબદાર હોય તેમને વૃધ્ધિ નિયંત્રકો અથવા પ્લાન્ટ ગ્રોથરેગ્યુલેટર (PGR) તરીકે ઓળખવામાં આવે છે.

વૃધ્ધિ નિયંત્રકોએ એક જૈવિક રસાયણ છે, જે છોડના વિવિધ ભાગોમાં શુક્ષ્મ માત્રામાં ઉત્પન્ન થાય છે અને છોડની વિવિધ દેહધાર્મિક અને જૈવરાસાયણીક પ્રક્રિયાઓનું નિયમન કરે છેઅનેછોડની વૃધ્ધિઅને વિકાસમાંઅગત્યનો ભાગ ભજવેછે.સામાન્ય રીતે વૃધ્ધિ નિયંત્રકો બે પ્રકારના હોય છે, કુદરતી અને કૃત્રિમ. જેવૃધ્ધિ નિયંત્રકો છોડમાં કુદરતી રીતે બને છે તેને કુદરતી હોર્મોન્સ કહે છે, જયારે કૃત્રિમવૃધ્ધિ નિયંત્રકો એ કૃત્રિમ સંયોજનો કે રસાયણો છે, જેનો ચોક્કસ સમયે કે તબક્કામાંયોગ્ય માત્રામાં છંટકાવકરીને છોડના વૃધ્ધિ-વિકાસનું નિયમન કરી શકાય છેતથા વધુ અને સારી ગુણવત્તાનું ઉત્પાદન મેળવી શકાય છે.

 વૃધ્ધિ નિયંત્રકોનું વર્ગીકરણ

સામાન્ય રીતે વૃધ્ધિનિયંત્રકો નું વર્ગીકરણ તેમના રસાયણિક બંધારણ અને કાર્યને ધ્યાનમાં રાખીને નીચે મુજબના પાંચ વર્ગોમાં કરવામાં આવે છે.

(૧)ઓક્ઝીન

(૨) જીબ્રેલીન

(૩) સાયટોકાઈનીન

(૪) એબ્સીસીક એસીડ

(૫) ઈથીલીન

(૧) ઓક્ઝીન

વનસ્પતિનીસર્વાંગીવૃધ્ધિ મા અગત્યનો ભાગ ભજવે છે.છોડમાંતેનું ઉત્પાદન ડાળી અને મૂળના ટોચના ભાગે થાય છે અને ત્યાંથી તે સમગ્ર છોડમાં પ્રસરે છે.કોષોની લંબાઈમાં વધારો કરે છે. અગ્રકાલીકાનાપ્રભુત્વ માટે જવાબદાર છે. આગ્રુપમાંનેપ્થેલીક એસિટીક એસીડ (NAA), ઇન્ડોલ બ્યુટારીક એસીડ (IBA), ઇન્ડોલ એસિટીક એસીડ(IAA),  2,4-ડાયક્લોરોફીનોકસી એસિટીક એસીડ (2,4-D), 2,4,5-ટ્રાયક્લોરો ફીનોકસી એસિટીક એસીડ (2,4,5-T), 2-મિથાઈલ,૪-ક્લોરો ફીનોકસી એસિટીક એસીડ (MCPA) વગેરે નો સમાવેશ થાય છે, આ હોર્મોન્સમાંથી ઇન્ડોલ એસિટીક એસીડ(IAA) છોડમાંજાતે તૈયાર થાય છે અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે.

ઉપયોગીતા

IAA અને NAA વનસ્પતિનીવૃધ્ધિ માટે તેમજ ફળ ફૂલ વધારવા અને ખરતા અટકાવવા માટે ઉપયોગી છે.

NAA ફળધારણ ક્ષમતા વધારવા માટે ઉપયોગી છે.

IBA કટકા કલમમાંમૂળના વિકાસ વધારવામાં ઉપયોગી છે.

2,4-Dનો વધુ માત્રામાં ઉપયોગ નિંદામણનાશક તરીકે થાય છે, જયારે ઓછી માત્રામાં છંટકાવ કરવામાં આવેતો છોડની વૃધ્ધિ અને ફળ ધારણ ક્ષમતા વધારે છે.

ઓક્ઝીન એકલિંગી પાકોમાં માદા ફૂલોનું પ્રમાણ વધારવા માટે પણ ઉપયોગી છે.

આ ઉપરાંત અમુક પાકોમાંબીજંકુરણ વધારવા અને બીજ વગરના ફળ મેળવવા માટે પણ ઓક્ઝીન મહત્વનો ભાગ ભજવે છે.

ઓક્ઝીન અગ્રકાલિકા માં ઉત્ત્પન્ન થતો હોવાથી કપાસ જેવા પાકોમાં ટોચની ડુંખ કાપવાથીઅગ્રકાલિકાનું પ્રભુત્વ ઘટે છે, જેથીવધારે ડાળીઓ ફૂટે છે અને ઉત્પાદન પણ વધે છે.

(૨)સાયટોકાઈનીન

સાયટોકાઈનીનનું મુખ્ય કાર્ય છોડ માં કોષવિભાજન પ્રેરવાનું અને ડાળીઓનો વિકાસ કરવાનું છે. આ વર્ગમાં ઝીએટીન, કાયનેટીન અને બેન્ઝાઈલ એમીનો પ્યુરીન નો સમાવેશ થાય છે.

ઉપયોગીતા

છોડ ની વૃધ્ધિમાંઅને બીજની સુષુપ્તતાદુરકરવા વપરાય છે.

ટીસ્યુકલ્ચરમાં ઓક્ઝીન અને સાયટોકાઈનીનનું પ્રમાણખુબજ અગત્યનું છે, જયારે ઓક્ઝીનનું પ્રમાણ વધારે હોય ત્યારે કેલસ માંથી મૂળ અને કાયનેટીનનું પ્રમાણ વધારે હોય ત્યારેપર્ણો બને છે.

ફળ અને લીલા શાકભાજીની સંગ્રહક્ષમતા વધારે છે.

ફળ ધારણ ક્ષમતા વધારવા અને ફળો ખરી પડતા અટકાવવા માટે જવાબદાર છે.

ઘા રૂજવવા માટે જવાબદાર હોવાથી કલમ માંસારા પરિણામ મેળવવા વપરાય છે.

(૩) જીબ્રેલીન

જીબ્રેલીન છોડનીઅસામાન્ય વૃધ્ધી કરાવવા માટે જવાબદાર છે.જીબ્રેલીન કોષોની લંબાઈ વધારવા તેમજ કોષ-વિભાજન માટે અગત્યનું છે. તે આંતરગાંઠોની લંબાઈમાં વધારો કરે છે જેથી છોડની લંબાઈમાંઅસામાન્યવૃધ્ધિ જોવા મળે છે, જીબ્રેલીન છોડમાં પણ તૈયાર થાય છે અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. જીબ્રેલીનઘણા પ્રકારના છે પરંતુ તેમાં જીબ્રેલીકએસીડ-૩(GA-3) પ્રચલિતઅને ઉપયોગી છે.

ઉપયોગીતા

જીબ્રેલીનના છંટકાવથી છોડની લંબાઈમાં અસામાન્ય વધારો જોવા મળે છે.

જીબ્રેલીનના ઉપયોગથી દ્રાક્ષના ફળની સાઈઝમાં વધારો થાય છે.

બીજ અને કંદની સુષુપ્તતા પૂરી કરવા/ઘટાડવા માટે વપરાય છે.

ફળની સાઈઝ વધારવા, વહેલા ફૂલ લાવવા, ફળને મોડા પકવવા,તેમજ ફળોને ખરતા અટકાવવા માટે ઉપયોગી છે.

ફળનો સંગ્રહ સમય વધારવા માટે ઉપયોગી છે.

છોડનેપાકતો અટકાવવા અને પર્ણ ખરતા અટકાવવા માં પણ જીબ્રેલીન અગત્યનું છે.

ઈથીલીન

ઇથીલીન એ એકમાત્ર વાયુ સ્વરૂપમાં જોવા મળતોવૃધ્ધિ નિયંત્રક છે. ફળોને પકવવામાં મહત્તમ ભાગ ભજવે છે. મુખત્વે બાગાયતી પાકોમાં ફળ પકવવા માટે તેનો ઉપયોગ મહત્તમ થાય છે. તે ઇથરેલ, ઇથેફોન, ઇથીલીન વગેરે સ્વરૂપે બજારમાં મળે છે.તેમાંથી ઈથીલીન વાયુ ઉત્પન્ન થાય છે. જેકોષોમાં પ્રવેશી પોતાનું કાર્ય કરે છે અને ફળ પકવવાની ક્રીયાને ઉત્તેજન આપેછે.

ઉપયોગીતા

કેરી, કેળા, સફરજન, ચીકુ જેવા ફળોને પકવવા માટે ઉપયોગી છે.

ફૂલ આવવાની ક્રિયાને ઉત્તેજિત કરે છે.

વેલાવાળા શાકભાજી અને પપૈયામાં માદાપુષ્પોનું પ્રમાણ વધારે છે.

છોડ/ઝાડ પરથી પુષ્પો ખેરવી નાખવામાં ઇથેફોન વપરાય છે.

શેરડીને પકવવામાં અને અનાનસ માં એકી સાથે ફળ પકવવામાં ઇથીલીન વપરાય છે.

બીજનીસુષુપ્તા અવસ્થા દુર કરી સ્ફુરણ શક્તિ વધારે છે.

(5) એબ્સીસીક એસીડ (ABA):

વાનસ્પતિક અંગો જેવાકે, ફૂલ,ફળ અને પર્ણો ખેરવામાં અગત્યનો ભાગ ભજવે છે. તે“સ્ટ્રેસ હોર્મોન” તરીકે પણ ઓળખાય છે, કેમ કે છોડજયારે વિષમ પરિસ્થિતિમાં હોય જેમકે, જમીનમાંપાણીની ખેંચ, તાપમાનઅતિશયઉચું કે નીચું હોય, જમીનમાં ખારાશ વધારે હોય, સુકું વાતાવરણ વગેરે જેવી પરિસ્થિતિમાં છોડમાં ABA નું પ્રમાણ વધી જાય છે અને છોડ આવી વિષમ પરિસ્થિતિમાં પોતાની દેહધાર્મિક ક્રિયાઓ સારી રીતે કરી શકે છે.

(6) વૃધ્ધિ અવરોધકો

વૃધ્ધિ અવરોધકો છોડની વધારે પડતી વૃધ્ધિ અટકાવવા માટેજવાબદાર છે. તે છોડમાંઉત્ત્પન્ન થાય છે અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. કૌમેરીન, સીનામિક એસીડ વગેરે છોડમાં બને છે, જયારે મેલીક હાઈડ્રેઝાઈડ, સાયકોસેલ(C. C. C.), ફોસ્ફોન-D, ડેમીનોઝાઈડ, પેકલોબ્યુટ્રાઝોલ (કલ્ટાર),મેપીકવાટ ક્લોરાઈડ, કલોરમેંક્વેટ ક્લોરાઈડ વગેરેનોસમાવેશકૃત્રિમવૃધ્ધિ અવરોધકો માં થાય છે.

ઉપયોગીતા

છોડની વાનસ્પતિક વૃધ્ધિનિયંત્રિત કરવા વપરાય છે. અનિયંત્રિત વૃધ્ધિ વાળા પાકો જેવા કે કઠોળ વર્ગના પાકો, મગફળી, સોયાબીન, કપાસમાંછોડની વાનસ્પતિકવૃધ્ધિ વધારે પડતી વધી જાય તો છોડફૂલ આવવાની અવસ્થામાં પ્રવેશતા નથી અથવા તો ફૂલ મોડા આવે છે અને ફૂલની સંખ્યા પણ ઘટી જાય છે, છોડનીશક્તિવાનસ્પતિકવૃધ્ધિ માં વપરાય જાય છે આથી ઉત્પાદન ઘટી જાય છે. આથી અમુક સમયે છોડની વાનસ્પતિક વૃધ્ધિ અટકાવવાની જરૂર પડે છે.

ફળ શાકભાજીની સંગ્રહ શક્તિ વધારવા માટે પણ અવરોધકો વપરાય છે.

ડુંગળી, લસણ, બટાકા જેવાકંદ પાકોને ઉગતા અટકાવવા માટે પણ  અવરોધકો વપરાય છે.

વૃધ્ધિ નિયંત્રકોના ઉપયોગ વખતે લેવાની કાળજીઓ

સામાન્ય રીતે વૃધ્ધિ નિયંત્રકોનો કોઇપણ પાકમાં ઉપયોગ કરતા પહેલા તેના વિષેનું જ્ઞાન મેળવી લેવું જરૂરી છે. આ ઉપરાંત ઉપયોગ કરતા પહેલા નીચે દર્શાવેલમુદ્દાઓ ખાસ ધ્યાને લેવા જરૂરી છે.

જે-તે પાક તેમજ વૃધ્ધિ નિયંત્રકના ચોક્કસ કાર્યને અનુરૂપ નિયત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.

ભલામણ કરેલા પાકમાં નિયત વિકાસ અવસ્થાએઅને ભલામણ કરેલા પ્રમાણમાં જ વાપરવા જોઈએ

વૃધ્ધિ નિયંત્રકોનો અન્ય રોગ-જીવાત નિયંત્રણ માટેની દવાઓ સાથે ભેળવીને ક્યારેય છંટકાવ કરવો નહી.

વૃધ્ધિ નિયંત્રકોનો છંટકાવ સવારે ઝાકળ ઉડ્યા બાદ અથવા સાંજે અને પવનનીદિશામાં જ કરવો જોઈએ અને બાજુના પાક પર ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.

છંટકાવપાનપર થાય તે જરૂરી છે કેમ કે થડ કે ડાળી પર થતો છંટકાવ ઉપયોગમાં આવતો નથી. આથી થડ અને ડાળી પર થતો છંટકાવ અટકાવવો જોઈએ.

વૃધ્ધિ નિયંત્રકોનું શુક્ષ્મ પ્રમાણ પણ છોડ પર મોટી અસર કરતુ હોય ભલામણ કરેલા પ્રમાણકરતા વધુ છંટકાવ કરવોહિતાવહનથી, અન્યથા છોડ પર આડ અસર પણ જોવા મળી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More