Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડુતોને ખેતી કરવા માટે સરકાર કરી રહી છે મદદ, જાણો ખેડુતોને કયા કયા મળી રહ્યા છે ફાયદા

ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની લગભગ 60% વસ્તી ખેતી પર નિર્ભર છે. ઘમીવાર આર્થિક સંકડામણના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ચિંતાઓને દૂર કરવા અને તમામ પ્રકારના કૃષિ કાર્ય માટે સરકાર મશીનો, ટેકનોલોજી, નાણાં, લોન, વીમો, સબસિડી અને તમામ પ્રકારની મદદ પૂરી પાડે છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. દેશની લગભગ 60% વસ્તી ખેતી પર નિર્ભર છે. ઘમીવાર આર્થિક સંકડામણના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ચિંતાઓને દૂર કરવા અને તમામ પ્રકારના કૃષિ કાર્ય માટે સરકાર મશીનો, ટેકનોલોજી, નાણાં, લોન, વીમો, સબસિડી અને તમામ પ્રકારની   મદદ પૂરી પાડે છે.

ખેડુત
ખેડુત

દેશની લગભગ 60 ટકા વસ્તી તેમની આજીવિકા માટે ખેતી પર નિર્ભર છે. ભારતમાં કૃષિ ઉત્પાદનના કારણે દેશની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારની માંગ પણ સંતોષાઈ રહી છે. વિદેશમાં કૃષિની નિકાસમાંથી ખેડૂતોને સારા પૈસા પણ મળે છે, પરંતુ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ ખેતીનો ખર્ચ અને નુકસાન પણ વધી રહ્યું છે. આ ખર્ચ અને નુકસાન ઘટાડવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયાસો કરી રહી છે. ખેડૂતો માટે લગભગ તમામ પ્રકારની યોજનાઓ બનાવવામાં આવી રહી છે, જેથી ખેડૂતોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે અને કૃષિ કાર્ય કરતી વખતે અગવડતાનો સામનો ન કરવો પડે.

આ યોજનાઓ માટે ખેડૂતોને લોનથી લઈને વીમો, સબસિડી અને કૃષિ કામો માટે ગ્રાન્ટ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વાવણી માટે બિયારણની ખરીદી, સિંચાઈની વ્યવસ્થા, છંટકાવ માટે જંતુનાશક દવાઓ પર સબસિડી, પાક સંરક્ષણ માટે લણણી, સંગ્રહ વિમો સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે. અને કાપણી પછીના સંચાલન માટે પરિવહન આધારિત સુવિધાઓ અને ઈ-નામ જેવા ઓનલાઈન ટ્રેડિંગ પોર્ટલ પેદાશોના વેચાણ માટે બનાવવામાં આવ્યા છે. ખેડૂતોને નવી તકનીકોથી માહિતગાર કરવા અને આ આધુનિક તકનીકો અને મશીનો નાનાથી મોટા ખેડૂતો સુધી સુલભ બનાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. આવો જાણીએ આ યોજનાઓ વિશે.

ખેડુત
ખેડુત

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના

Kisan Credit Card કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. KCC યોજના હેઠળ ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. તેમજ ખેડૂતોને 1,60,000/-  સુધીની લોન આપવામાં આવે છે. તમે બધા જાણો છો કે, જ્યારે કોવિડ-19 નો ચેપ ભારતમાં ફેલાઈ રહ્યો હતો. આ સ્થિતિમાં ખેડૂતોને લાભ આપવા કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાથી ખેડૂતોને ઘણી સુવિધા મળી છે. Kisan Credit Card Yojana હેઠળ, ખેડૂતો તેમના પાકનો વીમો પણ લઈ શકે છે, અને જો કોઈનો પાક નાશ પામે છે, તો ખેડૂતને ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વળતર પણ આપવામાં આવશે.

સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ

કોરોના સંક્રમણ બાદ શહેરોમાં રોજગારીની (Employment)તકોમાં ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં જે લોકો કોરોના મહામારી દરમિયાન તેમના ગામોમાં પરત ફર્યા છે તેઓ ત્યાં પોતાના માટે કામ શોધી રહ્યા છે. ત્યારે ખેતી (Farming)કર્યા વગર જ ગામડામાં રહીને કમાવા માંગતા હોય તેવા લોકો લોકો માટે કેન્દ્ર સરકાર યોજના (Central Government Scheme)ચલાવી રહી છે. પરંતુ તેમાં તમારે અમુક રકમનું રોકાણ કરવું પડશે અને સરકાર આ યોજના હેઠળ આર્થિક મદદ પણ તમને કરશે. જો તમે ગામડામાં કૃષિ ક્ષેત્રે વ્યવસાય શરૂ કરવા માંગો છો તો સોઈલ હેલ્થ કાર્ડ યોજના (‌Soil Health Card Scheme) તમારા માટે યોગ્ય સાબિત થઈ શકે છે.

બીજ ગ્રામ યોજના

  • આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને બીજ ઉત્પાદન માટે મદદ આપવામાં આવે છે. આ સાથે પ્રમાણિત બિયારણ પણ ખેડૂતોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
  • યોજના હેઠળ ખેડૂતોના 2-3 જૂથો બનાવવામાં આવ્યા છે. દરેક જૂથમાં લગભગ 50 થી 100 ખેડૂતોનો સમાવેશ થાય છે. આ પછી ખેડૂતોને બિયારણની વાવણીથી લઈને પાકની કાપણી સુધીની કૃષિ કામગીરીની તાલીમ આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં પાકના બિયારણનું વાવેતર કરવામાં આવે છે. આને સંવર્ધક બીજ કહેવામાં આવે છે. સંવર્ધક બીજમાંથી ઉત્પાદિત પાકને પાયાના બીજ કહેવામાં આવે છે. જૂથમાં સમાવિષ્ટ ખેડૂતોને ખેતરના 1 હેક્ટર વિસ્તારમાં વાવણી માટે બિયારણ આપવામાં આવે છે. ખેડૂતોના ખેતરોમાં તૈયાર થયેલા પાકમાંથી મેળવેલા બિયારણનો ઉપયોગ આવતા વર્ષે ફરીથી વાવણી માટે કરવામાં આવે છે. તેને પ્રમાણિત બીજ કહેવામાં આવે છે.

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેનો ઉદેશ્ય દેશમાં સિંચાઈ પ્રણાલીમાં રોકાણ આકર્ષિત કરવાનો છે. આ ઉપરાંત દેશમાં ખેતીલાયક જમીનનો વિકાસ અને વિસ્તરણ કરવાનો અને પાણીનો બગાડ ઘટાડવા માટેને છે. આ યોજનામાં સારી તકનીકો અમલમાં મૂકીને પાણીનો યોગ્ય ઉપયોગ કરવાનો છે.

કુસુમ યોજના

ભારત સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી વિશેષ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેથી ખેડૂત ભાઈઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે. આ જ ક્રમમાં ભારત સરકારે પ્રધાનમંત્રી કુસુમ યોજના PM Kusum Yojana શરૂ કરી છે. આ સ્કીમ પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ લોન્ચ કરી હતી.

આ યોજના હેઠળ દેશના ખેડૂતોને ઓછા ભાવે સોલાર સિંચાઈ પંપ આપવામાં આવશે, જેથી તેમના માટે ખેતી કરવામાં સરળતા રહી શકે. તો ચાલો પીએમ કુસુમ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ. ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ક્યારેક વધુ અને ક્યારેક ઓછા વરસાદથી ખેડૂતોના પાકને ઘણું નુકસાન થાય છે. ખેડૂતોની આ સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા ‘PM Kusum Yojana’ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂત પોતાની જમીન પર સૌર ઉર્જા ઉપકરણો અને પમ્પ લગાવીને ખેતરમાં સિંચાઈ કરી શકે છે.

ઈ-નામ યોજના

હવે ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન ઉત્પાદન વેચી શકશે. આ માટે ઈ-નામ યોજના શરૂ કરવામાં આવી છે. આ ઈ-ટ્રેડિંગ પોર્ટલ પર, ખેડૂતો તેમની ઉપજની વાજબી કિંમત ઓનલાઈન નક્કી કરે છે. આ પછી વેપારીઓ પણ ઓનલાઈન બોલી લગાવીને ખેડૂતની ઉપજ ખરીદે છે. આ દરમિયાન તેઓ ઉપજ એકત્ર કરવા માટે ખેડૂતના ખેતરમાં પણ પહોંચી જાય છે.

પરિવહન માટે યોજના

ખેડૂતો હવે દેશ અને વિદેશમાં ગમે ત્યાં તેમની ઉપજ વેચી શકશે. કિસાન રેલ અને કિસાન ઉડાનની સેવાઓ ફળો, શાકભાજી, અનાજ, દૂધ, ઈંડા અને માંસના યોગ્ય પરિવહન માટે પૂરી પાડવામાં આવી રહી છે. ખેડૂતો હવે ટ્રકને બદલે ટ્રેન અને ફ્લાઇટ દ્વારા તેમના ઉત્પાદનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી શકશે.

રાષ્ટ્રીય બાગાયત મિશન યોજના

જો તમને અનાજના પાકમાંથી યોગ્ય ઉત્પાદન ન મળે તો તમે રાષ્ટ્રીય બાગાયત મિશન યોજનાનો લાભ લઈને ફળોનો બગીચો લગાવી શકો છો. આ સાથે શાકભાજીની પણ ખેતી કરી શકાય છે, રાષ્ટ્રીય બાગાયત મિશન હેઠળ આધુનિક ખેતી અને બાગાયત માટે ટેકનિકલ તાલીમ અને નાણાકીય સહાયની જોગવાઈ કરવામાં આવી છે, જેથી બાગાયતી પાકોનું ઉત્પાદન વધારી શકાય.

પશુપાલન માટે યોજના

સરકાર ગાય, ભેંસ, બકરીથી લઈને ચિકન, બતક, સસલા અથવા દૂધ, માંસ, ઈંડાનું ઉત્પાદન કરતા અન્ય કોઈપણ પ્રાણીઓની ખરીદી પર નાણાકીય સહાય પૂરી પાડે છે. આ માટે રાષ્ટ્રીય પશુધન મિશન યોજના શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પશુઓ ખરીદવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન પણ આપવામાં આવે છે. સાથે જ પશુધન વીમા યોજના હેઠળ પશુઓનો વીમો પણ લેવામાં આવે છે.

મત્સ્ય સંપદા યોજના

પહેલા મત્સ્ય ઉછેર માત્ર નદી-સમુદ્ર પૂરતું સીમિત હતું, પરંતુ હવે દરેક ગામમાં તળાવ બનાવીને મત્સ્ય ઉછેર કરવામાં આવે છે. માછલીના વધતા વપરાશને કારણે આ શક્ય બન્યું છે. સરકારે માછલી ઉછેર માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પણ શરૂ કરી છે, જે અંતર્ગત તળાવથી હેચરી સુધી માછલી ઉછેર માટે મત્સ્યબીજ, સાધનો અને ફીડની ખરીદી પર અનુદાન અને તાલીમ આપવામાં આવે છે.

આ બધા ઉપરાંત, કેટલીક રાહત યોજનાઓ છે, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના, પીએમ કિસાન માનધન યોજના, પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના, કિસાન કર્જ માફી યોજના વગેરેનો સમાવેશ થાય છે, જેનો લાભ કોઈપણ નાના કે મોટા ખેડૂત લઈ શકે છે.

આ પણ વાંચો:વિવિધ પાકો માટે ખેડૂતોને ઉપયોગી સલાહ

Share your comments

Subscribe Magazine

More on News

More