Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

દેશમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે ઈથેનોલ ઉદ્યોગ

ભારતમાં વર્ષ 2003માં ઈથેનોલના મિશ્રણને લગતી યોજના શરૂ થઈ હતી, પણ વર્ષ 2018થી ઈથેનોલના મિશ્રણને ખરા અર્થમાં વેગ મળ્યો છે. પશુ આહારની તંગી, ઈથેનોલ પ્રક્રિયાની ઓછી ક્ષમતા તેમ જ ઈથેનોલની કિંમતોને લઈ પ્રવર્તિ રહેલી અનિશ્ચિતતાને લીધે 10 ટકા ઈથેનોલના મિશ્રણની યોજના અગાઉ પડતી મુકવામાં આવેલી. જોકે,

KJ Staff
KJ Staff
Vehicle Fuel
Vehicle Fuel

ભારતમાં વર્ષ 2003માં ઈથેનોલના મિશ્રણને લગતી યોજના શરૂ થઈ હતી, પણ વર્ષ 2018થી ઈથેનોલના મિશ્રણને ખરા અર્થમાં વેગ મળ્યો છે. પશુ આહારની તંગી, ઈથેનોલ પ્રક્રિયાની ઓછી ક્ષમતા તેમ જ ઈથેનોલની કિંમતોને લઈ પ્રવર્તિ રહેલી અનિશ્ચિતતાને લીધે 10 ટકા ઈથેનોલના મિશ્રણની યોજના અગાઉ પડતી મુકવામાં આવેલી. જોકે, વર્ષ 2018ની શરૂઆતમાં સરકારે ઈથેનોલના મિશ્રણને પ્રોત્સાહન આપવા અનેક પગલાં ભરવાની શરૂઆત કરી હતી. સરકારે બી-હેવી અને સુગરકેન જ્યુસ રુટ્સનો ઉપયોગ કરીને ઈથેનોલની પ્રક્રિયા કરવા મંજૂરી આપી હતી.

વર્ષ 2019-20માં ઉદ્યોગ સરેરાશ 5 ટકા મિશ્રણ સુધી પહોંચવા માટે સક્ષમ હતું, અને OMCએ વર્ષ 2020-21માં 289 કરોડ લીટર ઈથેનોલનો પુરવઠો પૂરો પાડવા સહમતી દર્શાવી હતી. છેલ્લા એક વર્ષમાં તેને પરિણામે ગેસોલિન સાથે 7 ટકા મિશ્રણ થઈ શકશે.

વર્ષ 2025 સુધીમાં ઈથેનોલનું 20 ટકા મિશ્રણ નફાકારક

ઈથેનોલનું અર્થતંત્ર રૂપિયા 17000 કરોડનું છે. સરકાર વર્ષ 2022 સુધીમાં ગેસોલીનમાં 10 ટકા અને વર્ષ 2025 સુધીમાં 20 ટકા મિશ્રણ માટેનો ઉદ્દેશ ધરાવે છે. આ સંજોગોમાં વર્ષ 2025 સુધીમાં 1000 કરોડ લીટર ઈથેનોલની જરૂર પડશે. વર્ષ 2025 સુધીમાં ઈથેનોલનું અર્થતંત્ર રૂપિયા 60,000 કરોડ થઈ શકે છે.

કિંમતાનો મોરચે પ્રોત્સાહન

સરકાર ઈથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ઈથેનોલની કિંમતમાં વ્યાપક પ્રમાણમાં વધારો કરી રહી છે. સરકારે સી-હેવી ઈથેનોલની કિંમત પ્રતિ લીટર 4.4 ટકા વધારી રૂપિયા 45.7 કરી હતી. આ ઉપરાંત બી-હેવી ઈથેનોલ અને સુગરકેન જ્યુસ ઈથેનોલની કિંમત 6.2 ટકા વધારીને પ્રતિ લીટર 57.6 રૂપિયા અને 5.2 ટકા વધારી 62.70 કરી છે.

ઉદ્યોગ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે

ડિસ્ટીલરી ક્ષમતાનું ઝડપભેર વિસ્તરણ કરવા માટે ડિસ્ટીલરી ક્ષમતાની વૃદ્ધિ પર વ્યાજ સબસિડી આપવામાં આવી રહી છે. આ પ્રક્રિયા બી-હેવી, સુગરકેન જ્યુસ, અને ગ્રાઈન આધારિત ઈથેનોલમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More