Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કેન્દ્ર સરકાર આપી રહી છે ટ્રેક્ટર ખરીદવા માટે સબસીડી,એવી રીતે કરો અપ્લાઈ

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. જો આપણે અહીંની વસ્તી વિશે વાત કરીએ, તો તેમાંથી અડધાથી વધુ ખેતી પર આધારીત છે.સફળ ખેતી માટે ખેડુતોને કૃષિ સાધનોની પણ જરૂર પડે છે. ટ્રેક્ટરને કૃષિ માટેના સૌથી મહત્વપૂર્ણ ઉપકરણ માનવામાં આવે છે.પરંતુ મોટાભાગના ખેડુતો તેની કિંમતના કારણે તેને ખરીદી શકતા નથી.

આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે. જો આપણે અહીંની વસ્તી વિશે વાત કરીએ, તો તેમાંથી અડધાથી વધુ ખેતી પર આધારીત છે.સફળ ખેતી માટે ખેડુતોને કૃષિ સાધનોની પણ જરૂર પડે છે. ટ્રેક્ટરને કૃષિ માટેના સૌથી મહત્વપૂર્ણ ઉપકરણ માનવામાં આવે છે.પરંતુ મોટાભાગના ખેડુતો તેની કિંમતના કારણે તેને ખરીદી શકતા નથી.ખેડૂતોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હાથ ધરી છે. જેના કારણે ગરીબ અને નાના ખેડુતોને પોતાનું ટ્રેક્ટર ખરીદવામાં ઘણી મદદ મળશે. તો ચાલો જાણીએ આ યોજના વિશે વિગતવાર...

શું છે પીએમ કિસાન ટ્રેકટર યોજના?

કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ ચલાવવામાં આવતી પીએમ કિસાન ટ્રેક્ટર યોજના એ નાના ખેડુતોને સબસિડી પર ટ્રેક્ટર અને અન્ય કૃષિ સાધનો પૂરા પાડે છે.કારણ કે મોટાભાગના ખેડુતો ખેતી માટે ભાડા પર ટ્રેકટર લે છે અથવા તેઓએને પ્રાણીઓની મદદ લેવી પડે છે.જેના કારણે તેમની ખેતી અને આવક બંને પર અસર થાય છે. આ યોજના સાથે ખેડુતોને ખેતી કરવાનું સરળ બનાવવાની સાથે તેમના પર વધુ ખર્ચ પણ નહીં આવે.

સબસિડી પર ટ્રેક્ટર મળશે

વર્તમાન સમયમાં ઘણી રાજ્ય સરકારો તેમના સંબંધિત સ્તરે ખેડુતોને ટ્રેક્ટર પર 20 થી 50 ટકા સબસિડી આપી રહી છે. મધ્ય પ્રદેશ સરકાર આ ક્ષેત્રે ઇ યંત્ર કૃષિ ગ્રાન્ટ (https://dbt.mpdage.org/) હેઠળ સારી કામગીરી કરી રહી છે.

કોને મળશે આ યોજનાનો લાભ?

  • છેલ્લા 7 વર્ષમાં જે ખેડુતોએ કોઈ ટ્રેક્ટર ખરીદ્યું નથી.
  • ખેડૂત માત્ર એક જ ટ્રેક્ટર ખરીદી શકશે.
  • આ યોજનામાં મહિલા ખેડુતોને અગ્રતા આપવામાં આવશે.
  • ખેડૂતના નામે જમીન હોવી જોઈએ અને તમામ જરૂરી દસ્તાવેજો પણ હોવા જોઈએ.

 

કેવી રીતે અરજી કરવી?

  • આ માટે રસ ધરાવતા લાભાર્થીએ તેમના રાજ્યની યોજના હેઠળ અરજી કરવાની રહેશે. આ સબસિડી તેમના બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે.
  • ખેડુતો આ માટે કોઈપણ રીતે ઓફલાઇન અને ઓનલાઇન અરજી પણ કરી શકે છે.
  • નજીકના જન સેવા કેન્દ્ર અથવા સીએસસી ડિજિટલ સેવા (https://digitalseva.csc.gov.in/) દ્વારા ખેડુતો આ યોજનાનો લાભ લઈ શકે છે.

અગત્યની સૂચના

આના પર સરકારનો દાવો છે કે આ યોજના અંતર્ગત ખેડુતો માટે ખેતી કરવાનું સરળ બનશે અને સાથો સાથ વાવેતરનો ખર્ચ પણ ઘટશે.નવી કૃષિ મશીનોનો ઉપયોગ કરીને તે પાકના ઉત્પાદનમાં વધારો કરી શકશે અને તેનો સમય પણ બચી જશે.

Share your comments

Subscribe Magazine

More on News

More