Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વૈજ્ઞાનિક અભિગમ : ફળ-શાકભાજી સંગ્રહમાં આ બાબતોનો રાખો ખ્યાલ અને થઈ જાઓ ન્યાલ

સામાન્ય રીતે ફળો અને શાકભાજીનુ લાંબા સમય સુધી સંગ્રહિત કરી રાખવા માટે લણણી પછી નીચાં તાપમાને સંગ્રહ કરવામાં આવે છે કે જેથી તેમની બગડવાની પ્રક્રિયાને ધીમી પાડી શકાય અને તેમને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય, પરંતુ કેટલાક ફળો તથા શાકભાજી જેવા કે ટામેટા, કેળા, કેરી, ચીકુ, પપૈયા, સીતાફળ વગેરેનો લાંબા સમય સુધી નીચા તાપમાને સંગ્રહ કરવાથી તેના પર અવળી/ખરાબ અસર થાય છે. આ અસરને ચિલિંગ ઇંજરી તરીકે ઓળખવામાં આવે છે. ચિલિંગ ઇંજરી થવાથી ફળો તથા શાકભાજી પર ડાઘાં પડવા, શેલ ક્રૅકિંગ (કોસો નું ફાટવું) થવું, અસમાન રીતે પાકવું અથવા તો પાકવું જ નહિ, કાળાં પડવું, દુર્ગંધ આવવી અથવા ફળ કે શાકભાજીની સુગંધ ન આવવી વગેરે જેવી આડઅસર જોવા મળે છે. આમ, ફળ અને શાકભાજીને લણણી પછી યોગ્ય પ્રાથમિક પ્રક્રિયા કર્યા બાદ યોગ્ય તાપમાન અને ભેજયુક્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં ન આવે, તો પણ તેનો બગાડ થાય છે.

KJ Staff
KJ Staff

સામાન્ય રીતે ફળો અને શાકભાજીનુ લાંબા સમય સુધી સંગ્રહિત કરી રાખવા માટે લણણી પછી નીચાં તાપમાને સંગ્રહ કરવામાં આવે છે કે જેથી તેમની બગડવાની પ્રક્રિયાને ધીમી પાડી શકાય અને તેમને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય, પરંતુ કેટલાક ફળો તથા શાકભાજી જેવા કે ટામેટા, કેળા, કેરી, ચીકુ, પપૈયા, સીતાફળ વગેરેનો લાંબા સમય સુધી નીચા તાપમાને સંગ્રહ કરવાથી તેના પર અવળી/ખરાબ અસર થાય છે. આ અસરને ચિલિંગ ઇંજરી તરીકે ઓળખવામાં આવે છે. ચિલિંગ ઇંજરી થવાથી ફળો તથા શાકભાજી પર ડાઘાં પડવા, શેલ ક્રૅકિંગ (કોસો નું ફાટવું) થવું, અસમાન રીતે પાકવું અથવા તો પાકવું જ નહિ, કાળાં પડવું, દુર્ગંધ આવવી અથવા ફળ કે શાકભાજીની સુગંધ ન આવવી વગેરે જેવી આડઅસર જોવા મળે છે. આમ, ફળ અને શાકભાજીને લણણી પછી યોગ્ય પ્રાથમિક પ્રક્રિયા કર્યા બાદ યોગ્ય તાપમાન અને ભેજયુક્ત વાતાવરણમાં સંગ્રહ કરવામાં ન આવે, તો પણ તેનો બગાડ થાય છે.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ્ (ICAR)ના વર્ષ ૨૦૧૪ના વાર્ષિક અહેવાલ પ્રમાણે ફળો તથા શાકભાજીનો લણણી અને ત્યાર બાદની પ્રક્રિયાઓમાં સરેરાશ ૧૫% કરતા વધુ બગાડ થાય છે. લણણી પછી  ખેત પેદાશોમાં રહેલી ફીલ્ડ હીટ (ગરમી) અને અયોગ્ય તાપમાને સંગ્રહ ઝડપથી બગાડ થવાના મુખ્ય કારણો છે. વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે ફળો તથા શાકભાજીનો લણણી પછી ૨૫º સેલ્સિયસ તાપમાને ૧ કલાકમાં થતો બગાડ ૧º સેલ્સિયસ તાપમાને એક અઠવાડિયામાં થતાં બગાડ બરાબર થાય. આમ, ફળો તથા શાકભાજીને લણણી બાદ તરત જ શક્ય તેટલા ટૂંકા ગાળામાં ઠંડા કરી, તેમાં રહેલી ફીલ્ડ હીટ દૂર કરી યોગ્ય તાપમાન અને ભેજ વાળા વાતાવરણમાં સંગ્રહ કરવાથી બગાડ થતો અટકાવી શકાય, તેની ગુણવત્તા અને પોષકતત્વો જાળવી રાખી લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. આ ફીલ્ડ હીટ (ગરમી) ને દૂર કરવા માટેની પદ્ધતિને પ્રીકૂલિંગ કહેવામાં આવે છે. આમ, પ્રીકૂલિંગ લણણી બાદની સૌપ્રથમ અને ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે.

ફાળો તથા શાકભાજીની લણણી પછીની માવજત માટેની પ્રક્રિયા

પ્રીકૂલિંગ કરવાની વિવિધ પદ્ધતિઓ અને તેની રીતો

ફળો તથા શાકભાજીનું લણણી કર્યા પછી તરત જ શૉર્ટિંગ, ગ્રૅડિંગ (વર્ગીકરણ) અને ક્લીનિંગ કરી પ્રીકૂલિંગ કરવું. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી પ્રીકૂલિંગ પદ્ધતિ વિગતવાર રીત નીચે મુજબ છે. 

.) રૂમ કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત:

સામાન્ય રીતે રૂમ કૂલિંગ પદ્ધતિ માટે કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકૂલિંગ રૂમનો ઉપયોગ થાય છે. લણણી બાદ ફળો/શાકભાજીને પ્લાસ્ટિકના કૅરેટમાં અથવા ખોખા (ફાઇબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને કોલ્ડ સ્ટોરેજ રૂમ અથવા પ્રીકૂલિંગ રૂમમાં યોગ્ય રીતે ગોઠવીને મૂકવામાં આવે છે. ત્યાર બાદ ઠંડી હવા દ્વારા રૂમને જરૂરી તાપમાને ઠંડું કરવામાં આવે છે. આ પ્રીકૂલિંગ પદ્ધતિમાં સામાન્ય રીતે રૂમની હવાને ઠંડી કરવા માટે ઍરકંડીશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. ફળ/શાકભાજીને યોગ્ય તાપમાને ઠંડા કરી કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવા તો વેચાણ માટે મોકલવામાં આવે છે.

રૂમ કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત

  • ફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરવા માટે યોગ્ય પૅકિંગ (હવાની અવર-જવર માટે કાણાં ધરાવતા)માં પૅક કરવા તેમજ કોલ્ડ સ્ટોરેજ રૂમમાં અથવા પ્રીકૂલિંગ રૂમમાં તેની ચોક્કસ રીતે ગોઠવણ કરવી જરૂરી છે.

રૂમ કૂલિંગ પદ્ધતિને લગતી મહત્વની બાબતો:

  • આ પ્રીકૂલિંગ પદ્ધતિ અન્ય પ્રીકૂલિંગ પદ્ધતિઓ કરતાં પ્રમાણમાં ધીમી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં વધારે સમય લાગે છે.
  • રૂમ કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ માટે સામાન્ય કોલ્ડ સ્ટોરેજ કરતાં ત્રણ ગણી ક્ષમતા ધરાવતી ઍરકંડીશનિંગ સિસ્ટમની જરૂર પડે છે.
  • વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસ પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ટામેટા, આમળા, કેળા, કેરી, ગાજર, ચોળી, ફણસી, તુવેર, કાકડી, બીટ, સૂકી ડુંગળી, મરચાં, બટાકા, કોળું, લસણ વગેરે જેવા ફળો અને શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

.) હાઇડ્રોકૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત:

જે ફળો/શાકભાજીનું હાઇડ્રોકૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાનું હોય, તે ફળો/શાકભાજીઓ પાણીના સીધા સંપર્કથી નુકશાન ન થાય, તેવા હોવા જોઇએ. હાઇડ્રોકૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવા માટે ફળો/શાકભાજીને પ્લાસ્ટિકના કૅરેટમાં/કાણાં વાળા પૅકેજિંગ મટીરિયલમાં મૂકી અથવા કન્વેયર બેલ્ટ પર પાથરી ઠંડા પાણીનો યોગ્ય પદ્ધતિ ધ્વાર છંટકાવ કરી અથવા ઠંડા પાણીમાં ડુબાડી યોગ્ય તાપમાને ઠંડા કરવામાં આવે છે. ત્યાર બાદ કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ અથવા તો વેચાણ માટે મોકલવામાં આવે છે.

હાઇડ્રોકૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબત

  • જે ફળો/શાકભાજીને વેચાણ પહેલા ધોવાની જરૂર પડતી હોય છે, ખાસ તેવા ફળો/શાકભાજી માટે હાઇડ્રોકૂલિંગ પદ્ધતિ વાપરવા ભલામણ કરવામાં આવે છે.

હાઇડ્રોકૂલિંગપદ્ધતિને લગતી મહત્વની બાબતો:

  • હાઇડ્રોકૂલિંગ અન્ય પ્રીકૂલિંગ પદ્ધતિઓ કરતા પ્રમાણમાં ખૂબ જ ઝડપી હોવાથી પ્રીકૂલિંગ કરવામાં ઓછો સમય લાગે છે.
  • હાઇડ્રોકૂલિંગ પદ્ધતિ માટે વપરાતા પાણીનો હાઇડ્રોકૂલિંગ માટે ફરીથી ઉપયોગ (રિયૂઝ) કરવામાં આવતો હોવાથી તેમાં ક્લોરીન (લગભગ૧૦૦ પીપીએમ) અથવા સોડિયમ હાઇપોક્લોરાઇડ (લગભગ૧૦૦ પીપીએમ) જેવા જંતુનાશક દ્રવ્યો ભેળવવા આવશ્યક છે.
  • વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ કેરી, દાડમ, પપૈયા, આમળા, મકાઈ, ટામેટા, ગાજર, કાકડી વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

.) ફોર્સ્ડ ઍર કૂલિંગપદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ કરવાની રીત:

ફળો/શાકભાજીને પ્લાસ્ટિકના કૅરેટમાં અથવા યોગ્ય કાણાં વાળા ખોખા (ફાઇબર બોર્ડ/પ્લાસ્ટિક)માં મૂકી તેને ફોર્સ્ડ ઍર કૂલિંગ રૂમમાં ચોક્કસ રીતે ગોઠવવા. ત્યાર બાદ એક તરફથી ઊંચા દબાણે ઠંડી હવા ફેંકવામાં આવે છે. આમ, જે તરફથી હવા ફેંકવામાં આવતી હોય, તેની બીજી તરફ હવાના ઓછા દબાણના કારણે ઝડપથી પ્રીકૂલિંગ થાય છે.

ફોર્સ્ડ ઍર કૂલિંગ પદ્ધતિ દ્વારા પ્રીકૂલિંગ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો:

  • ફળો તથા શાકભાજીને ઝડપથી ઠંડા કરવા માટે યોગ્ય પૅકિંગ (હવાની અવર-જવર માટે કાણાં ધરાવતા)માં પૅક કરવા.
  • ફોર્સ્ડ ઍર કૂલિંગ રૂમમાં તેની ગોઠવણ હવાના પ્રસરણને અનુરૂપ કરવી જરૂરી છે.

ફોર્સ્ડ ઍર કૂલિંગ પદ્ધતિને લગતી મહત્વની બાબતો:

  • ફોર્સ્ડ ઍર કૂલિંગ પદ્ધતિ અન્ય રૂમ કૂલિંગ પદ્ધતિઓ કરતા ૪ થી ૧૦ ગણી ઝડપી છે.
  • પ્રીકૂલિંગ (ઠંડું થવાનો) દર ઊંચા દબાણે ફેંકવામાં આવતી ઠંડી હવાની ઝડપ અને તાપમાન પર આધાર રાખે છે.
  • ઠંડી હવાનું યોગ્ય તાપમાન જાળવી રાખવું કે જેથી ફળો તથા શાકભાજીને ચિલિંગ ઇંજરી ન થાય અને પ્રીકૂલિંગ (ઠંડું થવાનો) દર જળવાઈ રહે.
  • જયારે ઝડપી પ્રીકૂલિંગ ઇચ્છનીય હોય, ત્યારે આ પ્રીકૂલિંગ પદ્ધતિ વધુ ખર્ચાળ નિવડે છે.
  • વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો પ્રમાણે આ પ્રીકૂલિંગ પદ્ધતિ ફુલાવર, ચોળી, ફણસી, કાકડી, મશરૂમ, ટામેટા, તુવેર, વટાણા, બટાકા, કોળું, લસણ, મરચાં, ગાજર, કાકડી, પપૈયા, આમળા, કેરી, સીતાફળ વગેરે જેવા ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

ફળો તથા શાકભાજીમાં પ્રીકૂલિંગથી થતાં ફાયદાઓ

  • પ્રીકૂલિંગ દ્વારા ફળો તથા શાકભાજીનો શ્વસન દર (રેસ્પીરેશન રેટ) ધીમો કરી શકાય છે.
  • ફળોનો પાકવાનો દર ધીમો થાય છે કે જેથી લાંબા સમય તેમને સુધી સંગ્રહી શકાય છે.
  • ફળો તથા શાકભાજી લણણી બાદ ઊંચા તાપમાને રહેતા બાષ્પીભવન થવાથી ચિમળાઈ જાય છે. પ્રીકૂલિંગ દ્વારા ચિમળાવાની પ્રક્રિયા રોકી/અટકાવી/ધીમી કરી શકાય છે.
  • ફળો તથા શાકભાજીના પ્રીકૂલિંગ દ્વારા સૂક્ષ્મ જીવાણુંઓની પ્રક્રિયા અટકાવી શકાય અને તેના કારણે બગાડ થતો અટકે છે.

આમ, પ્રીકૂલિંગ દ્વારા ફળો તથા શાકભાજીની ગુણવત્તા, પોષક તત્વો અને કુદરતી દેખાવ લાંબા સમય સુધી જાળવી શકાય છે કે જેથી તેમના બજારમાં પોષણક્ષમ ભાવ મળી શકે.

પ્રીકૂલિંગ યુનિટ માટે સરકારશ્રી તરફથી મળતી સહાય

  • વધુમાં વધુ ૬ ટન ક્ષમતા ધરાવતા પ્રીકૂલિંગ યુનિટ કે જેનો કુલ ખર્ચ રૂ.૨૫.૦૦ લાખ/યુનિટ અથવા તેથી ઓછો હોય, તેવા પ્રીકૂલિંગ યુનિટ સ્થાપવા માટે સરકારશ્રી તરફથી સામાન્ય વિસ્તાર માટે કુલ પ્રોજેકટ ખર્ચના ૩૫% (મહત્તમ રૂ.૮.૭૫ લાખ) અને શિડ્યુઅલ્ડ અને પહાડી વિસ્તાર માટે ૫૦% (મહત્તમ રૂ.૧૨.૫૦ લાખ) સહાય આપવામાં આવે છે. આ સહાયને લગતી વધુ માહિતી તેમજ લાભ https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx વેબસાઇટ પરથી અરજી કરી મેળવવી શકાય.

આ ઉપરાંત નેશનલ હૉર્ટિકલ્ચર બોર્ડ દ્વારા પ્રીકૂલિંગ યુનિટ કે જેનો કુલ ખર્ચ રૂ.૨૫.૦૦ લાખ પ્રતિયુનિટ અથવા તેથી ઓછો હોય, તેવા પ્રીકૂલિંગ યુનિટ સ્થાપવા માટે મહત્તમ ૨૦% જેટલી સહાય મળવાપાત્ર છે.

Share your comments

Subscribe Magazine

More on News

More