દેશના કેટલાક રાજ્યમો ભૂગર્મમાં જળનું સ્તર ઘટી રહ્યો છે, જેના પાછળનું કારણ ખેતી અને તેમાં પણ ડાંગરની ખેતીને ગણવામાં આવી રહ્યો છે. એમ તો આ યાદીમાં ગુજરાતનું પણ સમાવેશ થાય છે, પરંતુ દેશમાં સૌથી વધુ ડાંગરની ખેતી કરનાર પંજાબ અને હરિયાણા જળસંકટની સમસ્યામાં મોખરે છે. જળ સંકટના કારણે ત્યાંના ખેડૂતોએ ખેતી છોડી રહ્યા છે, જો કે સરકારો માટે ખૂબ જ મોટી ચિંતાનો વિષય છે...પરંતુ ત્યાં મોટો પ્રશ્ન તે ઉભો થાય છે કે શું ડાંગરની વધુ ખેતીના કાકણે દેશભરમાં ભૂગર્મમાં જળનું સ્તર ઘટી રહ્યો છે, જેથી આવનારા સમયમાં સમસ્યા ઉભી થઈ શકે છે?
આ પ્રશ્નનું ઉત્તર આઈઆઈટી દિલ્લી અને નાસાની હાઇડ્રોલોજિકલ સાયન્સ લેબોરેટરીના અભ્યાસ થકી મેળવવાની કોશિશ કરવામાં આવી છે. રિચર્ચ મુજબ ભારતે છેલ્લા 17 વર્ષમાં 64.6 અબજ ઘન મીટર ભૂગર્ભજળ ગુમાવ્યું છે. ભૂગર્ભજળનો આ જથ્થો અંદાજે 25 મિલિયન ઓલિમ્પિક-કદના સ્વિમિંગ પુલને ભરી શકે છે. પરંતુ તેના પાછળનું કારણ ડાંગરની કે પછી બીજા પાકની ખેતી નથી પણ ઝડપથી થઈ રહેલા શહેરીકરણ છે. કેમ કે તેથી સંસાધનો ઘટી રહ્યા છે પણ લોકોની માંગણી વધી રહી છે. તેંમને જાહેર રીતે આ વાત જણાવ્યું કે દેશમાં પાણીનું જળસ્તર ઘટવાનું કારણ ડાંગરની ખેતી નથી.
રિસર્ચની રસપ્રદ વાર્તા
જો કે, રસપ્રદ વાત એ છે કે અભ્યાસમાં શહેરના ભૂગર્ભજળની તીવ્ર અછત દર્શાવવામાં આવી છે, જ્યાં પાણી-સઘન ડાંગરની ખેતી નજીવી રહી છે. જ્યાં ડાંગરની ખેતી થાય છે, મોટા શહેરો કરતાં સ્થિતિ થોડી સારી છે. જો કે આ વાતને સ્પષ્ટ કરે છે કે મોટાભાગન જળસ્તર ઘટવાનો કારણ શહેરી વિસ્તાર દ્વારા શેષણ કરવાનો છે. આ અભ્યાસમાં તે પણ જણાવામાં આવ્યુ છે ખેતીના સમય જો પાણી વપરાય છે તે જમીનમાં પાછો જતો રહે છે, પરંતુ શહેરમાં તે જ પાણી ગટરમાં જાય છે, જેને ફરી શુદ્ધ કરવામાં આવી શકતો નથી.
ભૂગર્ભજળના અવક્ષયની અસર
સંશોધકોએ સમગ્ર દેશમાં ભૂગર્ભજળના સ્તરનું વિશ્લેષણ કરવા માટે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ સાઇટ અવલોકનો, સેટેલાઇટ ડેટા અને હાઇડ્રોલોજિકલ મોડલના ડેટા પર આધાર રાખ્યો હતો. પછી આ ડેટા વિસ્તારોના સામાજિક-આર્થિક પરિમાણો સાથે જોવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગ ના ડેટાનો અભ્યાસ તે જ સમયગાળા દરમિયાન વરસાદની પેટર્નમાં થયેલા કોઈપણ ફેરફારોની તપાસ કરવા માટે કરવામાં આવ્યો હતો.
રિસર્ચ માટે પાંચ હોટસ્પોટ બનાવવામાં આવ્યા
અભ્યાસમાં, સૌથી વધુ ભૂગર્ભજળ ઘટતા પાંચ હોટસ્પોટ્સને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં પંજાબ અને હરિયાણા ડાંગરની ખેતીમાં ટોચ પર છે, ત્યારબાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ગુજરાતનું નંબર આવે છે. અભ્યાસમાં જણાવાયું છે કે તમામ પાંચ હોટસ્પોટ્સમાં ભૂગર્ભજળના નિષ્કર્ષણ માટે કૃષિ માટે સિંચાઈ એક સામાન્ય કારણ છે, પરંતુ પંજાબ અને હરિયાણામાં અન્ય સંભવિત કારણોમાં ઉદ્યોગોનું વિસ્તરણ, વસ્તી વૃદ્ધિ અને શહેરીકરણનો સમાવેશ થાય છે.
ભૂગર્ભ જળ સંકટ કેમ વધ્યું?
ડેટા દર્શાવે છે કે પંજાબ અને હરિયાણામાં 2000 થી 2015 સુધીમાં ભૂગર્ભ જળ સ્તરમાં 8-10 ટકાનો ઘટાડો થયો છે. બંને રાજ્યોમાં, ફેક્ટરીઓનો વિકાસ દર નાણાકીય વર્ષ 2004-2005માં 69 ટકા હતો અને તે નાણાકીય વર્ષ 2018-2019માં 170 ટકાએ પહોંચ્યો હતો. એ જ રીતે, 2001માં શહેરીકરણની વૃદ્ધિ 10 ટકા હતી, અને 2011 સુધીમાં તે 20 ટકા થઈ ગઈ. આ દાયકા (2001 થી 2021) દરમિયાન શહેરી વસ્તીની ટકાવારીમાં પણ 20 થી 25 ટકાનો વધારો થયો છે.
Share your comments