Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ખેડૂતોની મહેનત અને વૈજ્ઞાનિકોના યોગદાનથી થયુ રેકોર્ડ ઉત્પાદન - નરેન્દ્રસિંહ તોમર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને અન્ય સરકારી સ્ત્રોત એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે સંકલિત 2021-22 માટે વિવિધ બાગાયતી પાકોના વિસ્તાર અને ઉત્પાદનના બીજા એડવાન્સ અંદાજોની જાહેરાત કરી છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Narendrasinh Tomar
Narendrasinh Tomar

2021-22માં કુલ બાગાયત ઉત્પાદન 341.63 મિલિયન ટન રહેવાનો અંદાજ છે, જે 2020-21 (અંતિમ) કરતાં લગભગ 7.03 મિલિયન ટન વધુ (2.10 ટકાનો વધારો) છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકારની નીતિઓ, બાગાયતી ખેડૂતોની અથાક મહેનત અને આપણા કુશળ વૈજ્ઞાનિકોના યોગદાનથી વિક્રમી ઉત્પાદન થઈ રહ્યું છે. તોમરે આ માટે ખેડૂતોને અભિનંદન પાઠવ્યા છે.

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મળેલા ઈનપુટના આધારે તૈયાર કરાયેલા બીજા એડવાન્સ અંદાજમાં પાછલા વર્ષની સરખામણીમાં ફળો, શાકભાજી અને મધના ઉત્પાદનમાં વધારાની પરિકલ્પના કરવામાં આવી છે. 2020-21માં 102.48 મિલિયન ટનની સરખામણીમાં ફળોનું ઉત્પાદન 107.10 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. શાકભાજીનું ઉત્પાદન 2020-21માં 200.45 મિલિયન ટનની સરખામણીમાં 204.61 મિલિયન ટન રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચો:ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા તેમજ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે ખાનગી રોકાણ જરૂરી - નરેન્દ્રસિંહ તોમર

એ જ રીતે, ડુંગળીનું ઉત્પાદન 2020-21માં 26.64 મિલિયન ટનની સરખામણીએ 31.70 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. બટાટાનું ઉત્પાદન 2020-21માં 56.17 મિલિયન ટનની સરખામણીએ 53.58 મિલિયન ટન થવાની ધારણા છે. ટામેટાંનું ઉત્પાદન 2020-21માં 21.18 મિલિયન ટનની સરખામણીમાં 20.34 મિલિયન ટન થવાની ધારણા છે.

આ પણ વાંચો:પીએમ કિસાન યોજનાઃ આ લોકોએ પરત કરવા પડશે પીએમ કિસાન યોજનાના પૈસા, ચેક કરી લો યાદીમાં તમારું નામ તો નથી..

Share your comments

Subscribe Magazine

More on News

More