Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

વરસાદની આગાહીઃ આગામી 4 દિવસમાં દેશમાં ભારે વરસાદની સંભાવના, ગુજરાતમાં પણ મધ્યમથી હળવા વરસાદની વકી

દેશના અનેક વિસ્તારોમાં પ્રી મોનસૂન વરસાદ શરૂ થઈ ચુક્યો છે. બીજી બાજુ ચોમાસું આગામી 48 કલાકમાં બિહાર રાજ્યમાં પ્રવેશ કરી લેશે. આગામી 48 કલાક માટે હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

KJ Staff
KJ Staff
Rain
Rain

દેશના અનેક વિસ્તારોમાં પ્રી મોનસૂન વરસાદ શરૂ થઈ ચુક્યો છે. બીજી બાજુ ચોમાસું આગામી 48 કલાકમાં બિહાર રાજ્યમાં પ્રવેશ કરી લેશે. આગામી 48 કલાક માટે હવામાન વિભાગે દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કોકણ કન્નરપટ્ટી (તટીય પટ્ટી)ના કેટલાક જિલ્લા માટે યલો અને રેડ એલર્ટ જારી કર્યું છે.  આ ઉપરાંત ગુજરાતના પણ અનેક ભાગોમાં મધ્યમથી હળવો વરસાદ થવાની આગાહી કરી છે.

દેશમાં બની રહી છે મૌસમી સિસ્ટમ

11 જૂનની આજુબાજુ બંગાળની ઉત્તરી ખાડી અને આજુબાજુના ક્ષેત્રમાં એક હળવું દબાણ સર્જાય તેવી શક્યતા છે. એક ટ્રફ રેખા પૂર્વી ઉત્તર પ્રદેશથી બિહાર તથા ગંગિયા પશ્ચિમ બંગાળ થઈ બંગાળના પૂર્વોત્તર ખાડી સુધી ફેલાયેલ છે. આસામ અને આજુબાજુના વિસ્તારોમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર સર્જાયું છે. એક ટ્રફ રેખા ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળથી દક્ષિણ છત્તીસગઢ સુધી ફેલાયેલ છે. એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર દક્ષિણ ગુજરાત અને આજુબાજુના ક્ષેત્ર પર સર્જાયેલ છે. અન્ય એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર ઉત્તરી અરબ સામગરની ઉપર સમુદ્ર સપાટીથી આશરે 6 કિમી ઉપર છે.

આગામી 24 કલાકમાં હવામાન અંગે સંભાવના

આગામી 24 કલાક દરમિયાન આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ, પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક ભાગો, કોકણ તથા ગોવા અને તેલંગાણાના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે.

પૂર્વોત્તર ભારત, ઉપ હિમાચલીય પશ્ચિમ બંગાળ, સિક્કીમ, છત્તીસગઢના કેટલાક હિસ્સા, દક્ષિણ પૂર્વ મધ્ય પ્રદેશ, વિદર્ભ, મરાઠવાડા અને તટીય કર્ણાટકમાં સામાન્ય વરસાદ સાથે એક બે સ્થળો પર ભારે વરસાદ થઈ શકે છે.

ઝારખંડના આંતરિક ઓડિશાના ભાગો, બિહાર, આંતરીક કર્ણાટક, કેરળ, રાયલસીમા, દક્ષિણ ગુજરાત, તમિલનાડુના વિવિધ ભાગો તથા તટીય આંધ્ર પ્રદેશમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More