Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ કાયદાઓ : હસ્તાક્ષર કરનાર રાષ્ટ્રપતિનો પણ સંકેત, ભ્રમ દૂર કરાશે, કાયદાઓ નહીં

કૃષિ કાયદા અંગે ખેડૂતોના આંદોલનની અસર સત્તાની ગલીઓ સુધી પહોંચી ચુકી છે. આ વાતનો સ્પષ્ટ અંદાજ એ વાત પરથી મળે છે કે બજેટ સત્ર શરૂ થતા જ પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અંગે એક ટિપ્પણી કરી છે. કૃષિ કાયદા અંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે નવા કૃષિ કાયદા આવવાને લીધે ખેડૂતોના કોઈ જ જૂના અધિકાર સમાપ્ત થશે નહીં.

KJ Staff
KJ Staff
President Kovind
President Kovind

કૃષિ કાયદા અંગે ખેડૂતોના આંદોલનની અસર સત્તાની ગલીઓ સુધી પહોંચી ચુકી છે. આ વાતનો સ્પષ્ટ અંદાજ એ વાત પરથી મળે છે કે બજેટ સત્ર શરૂ થતા જ પોતાના અભિભાષણમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ અંગે એક ટિપ્પણી કરી છે. કૃષિ કાયદા અંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે નવા કૃષિ કાયદા આવવાને લીધે ખેડૂતોના કોઈ જ જૂના અધિકાર સમાપ્ત થશે નહીં.

સરકારે બીજથી લઈ બજાર સુધી સુધારા કર્યા

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર સ્પષ્ટતા સાથે કહી રહી છે કે નવા કાયદાથી કૃષિ ક્ષેત્રમાં સુધારા થશે અને ખેડૂતો અગાઉ કરતા વધારે સુવિધા મેળવશે. આત્મનિર્ભર ભારતની વાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં અમારી સરકારે બીજથી લઈ બજાર સુધી અનેક સુધારા કર્યાં છે, અનેક સકારાત્મક પહેલ થઈ છે. એટલું જ નહીં સરકારે સ્વામીનાથન કમીશનના અહેવાલને પણ લાગૂ કર્યો છે, જેથી ખેડૂતોને તેમની ઉપજ પર દોઢ ગણી MSP મળવાનો માર્ગ ખુલ્લી ગયો છે.

સુપ્રિમ કોર્ટના ચુકાદાનું સન્માન

જોકે, કાયદાઓને ખેડૂતોના પક્ષમાં દર્શાવ્યા બાદ રાષ્ટ્રપતિએ ફરી એમ કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે અને વર્તમાન સમયમાં કાયદાને સર્વોચ્ચ અદાલતના આદેશ પર સ્થગિત કરવાનો સ્વીકાર કર્યો છે.

 ભ્રમ દૂર કરશે સરકાર

 સત્રને સંબોધિત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે દેશમાં 10 કરોડ કરતા વધારે નાના ખેડૂત છે, જેમના લાભ માટે ત્રણ મહત્વના કૃષિ વિધેયક લાવવામાં આવ્યા છે. જોકે હજુ પણ સમય છે કે અમારી સરકાર નવા કાયદાના સંદર્ભમાં જે ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે તેને દૂર કરવા પ્રયત્નશીલ છે.

 26 જાન્યુઆરીના રોજ થયેલી હિંસા દુર્ભાગ્યપૂર્ણ

 અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ રામનાથ કોવિંદે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રૅક્ટર રૅલી અંતર્ગત જે હિંસા થઈ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ટ્વિટ કર્યું હતું કે દિલ્હીમાં તાજેતરમાં તિરંગા અને ગણતંત્ર દિવસ જેવા પવિત્ર દિવસનું જે અપમાન થયું તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. જે બંધારણ આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપે છે તે બંધારણ આપણને શીખવે છે કે કાયદો અને નિયમોનું એટલી જ ગંભીરતાથી પાલન કરવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on News

More