Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પીએમ મોદી ખેડૂતોને કર્યું સંબોધિત, રાષ્ટ્રને સમર્પિત કર્યુ નવું 35 પાક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપી છે. તેમણે મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ખેડૂતોને સંબોધિત કર્યુ અને વિભિન્ન પાકની 35 જાતો રાષ્ટ્રને સમર્પિત કર્યુ. પાકની આ ખાસ જાતો ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા વિકસાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય આબોહવા પરિવર્તન અને કુપોષણના બે પડકારોનો સામનો કરવાનો છે.

Amansinh Jadeja

આ જાતોનો ઉપયોગ પાકની ઉપજ વધારવા માટે પણ કરવામાં આવશે. આ દરમિયાન, પીએમ 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોટિક સ્ટ્રેસ ટોલરન્સ', રાયપુરનાં નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યુ. કૃષિ યુનિવર્સિટીઓને ગ્રીન કેમ્પસ એવોર્ડ આપ્યુ અને સાથે જ પ્રધાનમંત્રી કૃષિમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા ખેડૂતો સાથે પણ વાતચીત કર્યુ.

ખેડૂતોને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું , સરકાર નાના ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. અમારો પ્રયાસ ખેડૂતોને સીધો લાભ આપવાનો છે. તેમણે કહ્યું કે, કોઈ પણ વચેટિયા વગર તેઓ સીધા ખેડૂતો સુધી પહોંચવા માટે કામ કરી રહ્યા છે. વિવિધ પાકની નવી 35 જાતો રજૂ કરવામાં આવી છે જેમાં ઘઉં, ડાંગર, તુવેર, સોયાબીન, સરસવ, મકાઈ, જુવાર, બાજરી, ચણાના પાકનો સમાવેશ થાય છે

નેશનલ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટનું કેમ્પસ રાષ્ટ્રને સમર્પિત કર્યું

વડાપ્રધાને નેશનલ બાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટનું કેમ્પસ રાષ્ટ્રને સમર્પિત કર્યું રાયપુર ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ બાયોલોજિકલ સ્ટ્રેસ મેનેજમેન્ટની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાએ શૈક્ષણિક સત્ર 2020-21થી પીજી અભ્યાસક્રમો શરૂ કર્યા છે. ઉત્તરાખંડના એક ખેડૂત સાથેની વાતચીતમાં પીએમ મોદીએ પૂછ્યું કે, તમે જે નવી ખેતી પદ્ધતિ અપનાવી છે તેનાથી તમને શું ફાયદો થયો? ખેડૂતે જણાવ્યું કે તેણે દેવભૂમિમાં પણ એ જ રીતે મકાઈની ખેતી શરૂ કરી.

ખેડૂતોને સમર્પિત બીજની નવી જાતો

આજે ખેડૂતોને સમર્પિત કરાયેલ કૃષિ બીજની નવી જાતોને ભારતીય આબોહવાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. નેશનલ બાયોટિક્સ સ્ટ્રેસ મેનેજમેન્ટ, કૃષિ પાક પર આબોહવા પરિવર્તનની અસરનું મૂલ્યાંકન કરશે અને તેના આધારે ખેડૂતોને થતી સમસ્યાનો સામનો કરવામાં મદદરૂપ થશે.

Related Topics

PMModi Farmers Crops Nation

Share your comments

Subscribe Magazine

More on News

More