Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગુજરાત અગ્રેસરઃ વડાપ્રધાને કચ્છમાં વિશ્વના સૌથી વિશાળ 30GW ક્ષમતાના રિન્યુએબલ પાર્ક અને ડિસેલિનેશન પ્લાંટનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની ટૂંકી મુલાકાત સમયે અનેક મહત્વકાંક્ષી યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે વડાપ્રધાનએ ખેડૂતોના કલ્યાણને તેમની સરકારની કેટલીક અગ્રિમતા પૈકીનો એક મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો. આ સાથે તેમણે દેશના ખેડૂતોને તેમના ઉત્પાદનોના વેચાણને લઈ શાં માટે આઝાદી ન હોવી જોઈએ તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો.

KJ Staff
KJ Staff
PM Modi Lays Foundation Stones
PM Modi Lays Foundation Stones

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છની ટૂંકી મુલાકાત સમયે અનેક મહત્વકાંક્ષી યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. આ સાથે વડાપ્રધાનએ ખેડૂતોના કલ્યાણને તેમની સરકારની કેટલીક અગ્રિમતા પૈકીનો એક મહત્વનો મુદ્દો ગણાવ્યો હતો. આ સાથે તેમણે દેશના ખેડૂતોને તેમના ઉત્પાદનોના વેચાણને લઈ શાં માટે આઝાદી ન હોવી જોઈએ તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો. પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા દિલ્હીમાં કૃષિ કાયદાના વિરોધ અંગે તેમણે કહ્યું હતું કે વિપક્ષો ખેડૂતોમાં ખોટી માહિતી રજૂ કરી ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે દ્રઢપણે કહ્યું હતું કે કૃષિ કાયદા ખેડૂતોને નુકસાનકર્તા નહીં પણ અનેક લાભોથી ભરપૂર છે. ખેડૂતો તેમના ઉત્પાદનોને લઈ યોગ્ય નિર્ણય કરવા તથા તેમની ઈચ્છ પ્રમાણે કૃષિ પેદાશોનું વેચાણ કરવા સંપૂર્ણપણે આત્મનિર્ભર બની જશે. આ કાયદાથી ખેડૂતોના શોષણ અને મજબૂરીનો અંત આવશે.

PM મોદીએ વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રીન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો

વડાપ્રધાન મોદીએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. કચ્છ ખાતે 30 ગીગા વોટ એટલે કે આશરે 30,000 મેગાવોટ ક્ષમતા ધરાવતો આ હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક સિંગાપોર કે બહેરીન જેવા દેશોથી પણ કદમાં વિશાળ હશે. આ પાર્ક 70,000 હૅક્ટરમાં તૈયાર થશે. આ ઉપરાંત સૌર ઉર્જા નિર્માણ માટે આ પાર્કમાં રૂપિયા 1.50 લાખ કરોડનું જંગી મૂડી રોકાણ થવા જઈ રહ્યું છે. સૌર ઉર્જા પેદા થવાથી પ્રતિ વર્ષ 5 કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડનું ઉત્પાદન અટકી જશે અને પર્યાવરણને ખૂબ જ મોટા પ્રમાણમાં રક્ષણ મળશે. પર્યાવરણની દ્રષ્ટિએ આ પાર્કથી એટલો મોટો ફાયદો થશે કે જે આશરે નવ કરોડ વૃક્ષો વાવવા જેટલો હશે.

Share your comments

Subscribe Magazine

More on News

More