Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Gujarat Weather : હોળીમાં ગુજરાતીઓને સહન કરવી પડશે કાળઝાળ ગરમી, જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી

ગુજરાતવાસીઓ માટે એક માઠાં સમાચાર આવ્યા છે, રાજ્યમાં આગામી અઠવાડિયામાં એટલે કે હોળી સુધી કાળઝાળ ગરમી પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Gujarat Weather
Gujarat Weather

ગુજરાતવાસીઓ માટે એક માઠાં સમાચાર આવ્યા છે, રાજ્યમાં આગામી અઠવાડિયામાં એટલે કે હોળી સુધી કાળઝાળ ગરમી પડી શકે છે. તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.  

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે, જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. ગુજરાતના હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે ગરમીને કારણે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

આગામી સમગ્ર અઠવાડિયામાં ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ આગામી દિવસોમાં આકાશમાંથી અગનગોળા વરસશે. આવતીકાલથી રાજ્યમાં 3 ડિગ્રી તાપમાન વધી શકે છે. હોળીનો તહેવાર આવ્યો નથી ને, અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચી ગયુ છે. જાણવા મળી રહ્યું છે કે માર્ચમાં આ વર્ષે રાજ્યમાં 40 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ, રાજ્યના અન્ય 17 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી વધુ અને તે પૈકીના આઠ શહેરમાં 39.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં હિટવેવનું મોજું ફરી વળતાં ભુજ, રાજકોટ, સુરેન્દ્રનગર અને કંડલા પોર્ટ પર ગરમી 39થી 40 ડિગ્રીની આસપાસ પહોંચતાં લોકોએ ઉનાળો આવ્યાનો અનુભવ કર્યો હતો.

સામાન્ય રીતે ગુજરાતમાં હોળી બાદ ગરમી શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે હોળી પહેલા જ ગરમીએ માઝા મુકી છે. ગુજરાતીઓએ હોળી પહેલા જ ગરમીનો સામનો કરવો પડશે. આગામી અઠવાડિયે એટલે કે 16 માર્ચ સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી દેશે. ઉત્તર ગુજરાતમાં અત્યારથી જ ગરમીનો પારો ફરી એકવાર ઉંચો જવા લાગ્યો છે. રાજસ્થાન અને ગુજરાતને એન્ટ્રી સાઇક્લોનિક સર્ક્યૂલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી 4-5 દિવસમાં ધીરે ધીરે ગરમીમાં વધારો થવાની શક્યતા છે. 

ઉલ્લેખનીય છે કે, એન્ટિ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી બે દિવસમાં આકાશ સ્વચ્છ રહેવાથી રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન એકથી બે ડિગ્રી વધી શકે છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે જેના કારણે આગામી ચાર દિવસમાં તાપમાનમાં 4 ડિગ્રી જેટલો મોટો વધારો થઇ શકે છે. ગુજરાત હવામાન વિભાગના અનુસાર પાંચ દિવસ સુધીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધીનો પહોંચશે.

આ પણ વાંચો : બર્ડ આઈ મરચું શું છે? જેનો પ્રતિકિલોનો ભાવ બજારમાં કેમ છે આટલો બધો

આ પણ વાંચો : 1 એપ્રિલથી સરકારી કર્મચારીઓને મળશે 300 રજાઓ! સરકાર નવા શ્રમ કાયદા કરી શકે છે લાગુ

Share your comments

Subscribe Magazine

More on News

More