Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ગીરમાં વરસાદ પહેલા જ મગફળીનું મબલખ આગોતરું વાવેતર શરૂ

ગીર વિસ્તારનાં મોટાભાગોમાં પાણીનું સુખ હોવાને કારણે ખેડૂતો ચોમાસાના 15 દિવસ પહેલા જ મગફળીનું વાવેતર કરી દે છે. સાથે શેરડીનું પણ વાવેતર હોય છે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
Peanut mulch pre-planting
Peanut mulch pre-planting

'જળ એજ જીવન' અને 'જળ સંચય એજ જીવન' ઉક્તિને ગીર સોમનાથ જિલ્લાનાં કેટલાક તાલુકાઓમાં સાર્થક થતી જોઈ શકાય છે. ખાસ કરીને કોડીનાર, તાલાળા, વેરાવળ અને સુત્રાપાડાનો કેટલોક વિસ્તાર આ બાબતે મોખરે છે. આ વિસ્તારને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવે છે. અહીં ક્યારેય કપરો દુકાળ પડ્યો નથી.

ચોમાસા પહેલા ગીરમાં મબલખ પ્રમાણમાં આગોતરી મગફળીનું વાવેતર થયું છે. ગીરના મોટાભાગના વિસ્તારોમાં પિયત માટે પાણીની સુવિધા હોવાના કારણે ચોમાસા પહેલા મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે. સારા ચોમાસાનો વરતારો તથા આ વિસ્તારની નદીઓ તેમજ કૂવાઓમાં પાણીનાં સાજા તળને લઈને ખેડૂતોએ આગોતરૂ વાવેતર શરૂ કરી દીધું છે.

મોટેભાગે આ વિસ્તારમાં બારેમાસ પાણીનું સુખ જોવા મળે છે. જેમાં ખાસ કરીને તાલાળા, કોડીનાર અને વેરાવળ. ગીર વિસ્તારમાં કુલ પાંચ મોટા ડેમો આવેલા છે. જેમાં ઘણું વરસાદી પાણી સંગ્રહાયેલું રહે છે. ખેડૂતોને શિયાળું તેમજ ઉનાળું પાક માટે આ ડેમોમાંથી કેનાલ મારફતે  પાણી આપવામાં આવે છે.

આ પણ વાંચો:ખેડુત ઘેટાં-બકરાંને ડુંગળીનો પાક ખવડાવવા મજબુર, કારણ જાણીને ચોંકી જશો

આ ઉપરાંત નદીમાં પણ પાણી છોડવામાં આવે છે. જેથી નદી કિનારા નજીકના અને આસપાસના તમામ કૂવાઓમાં પાણીનો સંગ્રહ કરી શકાય છે. જેથી ખેડૂતોને પાણીની મુશ્કેલી રહેતી નથી. આ સાથે ચોમાસાનું પાણી પણ ખેડૂતો પોતાના કૂવાઓમાં ઉતારે છે. આથી કૂવાના તળ હંમેશા સાજા રહે છે.

ખેડુતો શેરડીનું પણ વાવેતર કરે છે.

ગીર વિસ્તારનાં મોટાભાગોમાં પાણીનું સુખ હોવાને કારણે ખેડૂતો ચોમાસાના 15 દિવસ પહેલા જ મગફળીનું વાવેતર કરતા જોવા મળે છે. આ સાથે ખેડુતો શેરડીનું પણ વાવેતર કરે છે. આથી શરૂઆતી એક કે બે પાણી પાયા બાદ વરસાદનું આગમન થતા મગફળીનો ઉતારો ખૂબ સારો આવે છે અને તેની ગુણવત્તા પણ જળવાઈ રહે છે. જોકે, શરૂઆતી બિયારણ થોડું મોંઘું જરૂર પડે છે પરંતુ સરવાળે ખૂબ મોટો ફાયદો થાય છે.

ગીર વિસ્તારમાં સારા પાણીને કારણે અને ડેમોમાં સચવાયેલા પાણીને નદીમાં છોડવામાં આવતા આ વિસ્તારના ખેડૂતોને મગફળીના આગોતરા વાવેતરમાં ખૂબ મોટો ફાયદો થાય છે. આગોતરા વાવેતર બાદ એક કે બે પાણી પાયા બાદ મગફળીનો છોડ ઊગી નીકળે છે. જેને ચોમાસના વરસાદને કારણે પોષણ મળે છે. આજ કારણ છે કે મગફળીમાં ઉતારો ખૂબ સારો આવે છે.

આગોતરા વાવેતરથી એક ફાયદો એ પણ થાય છે કે મગફળી તૈયાર થયા બાદ શરૂઆતમાં ભાવ સારા મળે છે. મગફળીના વાવેતર બાદ દર 15 દિવસે પાણી આપવું પડે છે. જોકે કોડીનાર, વેરાવળ સહિતના ગીર વિસ્તારનાં કૂવાઓમાં પણ પાણી હોવાને કારણે ચોમાસું 20 દિવસ મોડું થાય તો પણ વાંધો આવતો નથી. ગીરનાં ખેડૂતો પણ સમજે છે કે, 'કુદરતની લીલા અકળ છે. દરિયાઈ ખેતી કરતા માછીમારોની જેમ જમીનમાં ખેતી કરતા ખેડૂતોએ પણ પોતાની આર્થિક સ્થિતિનો સીધો આધાર કુદરત પર જ રાખવો પડે છે.

આ પણ વાંચો:Khet talab yojna :ખેતરમાં તળાવ ખોદવા માટે ખેડૂતોને મળી રહી છે સબસિડી, જલ્દી કરો આવેદન

Share your comments

Subscribe Magazine

More on News

More