શુક્રવારે 5 જુલાઈના રોજ કૃષિ જાગરણ દ્વારા આયોજિત કે.જે ચૌપાલમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત પ્રગતિશીલ ખેડૂત ભારત ભૂષણ ત્યાગીએ કૃષિ જાગરણના દિલ્લી ઑફિસની મુલાકાત લીધી હતી. ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લા ખાતે આવેલ બિહકાના ગામના રહેવાસી પ્રગતિશીલ ખેડૂત ભરત ભૂષણએ સજીવ ખેતી થકી ખેતીમાં ઘણી સફળતા મેળવી છે, જેના કારણે તેઓને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. એજ નહીં ખેતીને નવો પરિપ્રેક્ષ્ય આપવામાં ભરત ભૂષણ ત્યાગીના યોગદાનને ધ્યાનમાં લેતા,તેમને દેશભરમાં ઘણા સન્માનો અને પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. કે.જે ચૌપાલમાં મહેમાન તરીકે આમંત્રિત ભરત ભૂષણ ત્યાગીએ પોતાના નિવેદન થકી ખેતીને લગતા કેટલાક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
ખેતીને નવી વિચારસરણી સાથે જોવાની જરૂર
આ દરમિયાન કે.જે ચૌપાલમાં આમંત્રિત સન્માનિત લોકોને સંબોધિત કરતા ભરત ભૂષણએ કહ્યું કે હવે આપણે ખેતીને એક નવી વિચારસરણી તરીકે જોવાની જરૂર છે. તેમણે કૃષિ જાગરણને હૃદયપૂર્વક અભિનંદન પાઠ્વતા કહ્યું કે તમે લોકોએ જો દેશભરમાં એક મોટી પહેલ શરૂ કરી છે તે ઘણી ઉત્તમ છે. પોતાના વકતવ્ય પર ભાર મુકતા તેમણે કહ્યું કે અત્યાર સુધી આપશે જે પણ જોયું છે તે તમામ વસ્તુઓ આધુનિકતાના પ્રભાવને કારણે બજાર સાથે જોડાયેલી છે. તેમણે પ્રશ્ન કર્યો કે કામ કરવાથી આપણે કેટલા પૈસા મળશે? તેમણે પોતાના નિવેદનમાં ઉમેર્યું કે આજના સમયગાળામાં કૃત્રિમતા છે, જે માણસના પોતાના પ્રયાસો છે. માણસની મનસ્વીતાના કારણે તે અતાર્કિક રીતે આગળ વધ્યો, જેના કારણે પૃથ્વીને નુકસાન થયું.
કુદરતની વ્યવસ્થાને સમજીને આગળ વધવાનો સમય
તેમણે કહ્યું કે ગ્લોબલ વોર્મિંગના સમયમાં સમાજમાં અસંતુલન હોય કે આર્થિક અસંતુલન હોય કે પછી આરોગ્ય અને પર્યાવરણીય મુદ્દાઓ હોય. આ બધા સવાલો હવે આપણે ધેરી વળ્યા છે. આવી સ્થિમાં વિચારઘારાથી દૂર જઈને અને કુદરતની વ્યવસ્થાને સમજીને થોડું આગળ વધવાની જરૂર છે. હરિયાળી ક્રાંતિ વખતે આપણે જે સંજોગોમાં આગળ વધ્યા છે તેને આપણે આવી રીતે જ વધારવાનું છે.પદ્મશ્રી પુરસ્કાર મેળવનાર ભારત ભૂષણ ત્યાગીએ વધુમાં જણાવ્યું હતું કે, “કૃષિ જાગરણના આ મંચ દ્વારા હું કહેવા માંગુ છું કે આજે તમારી પાસે જે જમીન છે. કૃપા કરીને આને ગંભીરતાથી ધ્યાનમાં લો. જો આપણે પૃથ્વી સાથે સુમેળમાં રહી શકીશું નહીં, તો મનુષ્યમાં પૃથ્વીની અસરોને શોષવાની શક્તિ નહીં હોય. ગ્લોબલ વોર્મિંગના કારણે ઘણી ઘટનાઓ અચાનક બની રહી છે. આવી સ્થિતિમાં ખેતીને કેટલાક નવા આયામો આપવાની જરૂર છે, જેથી ખેડૂતો ઉત્પાદકમાંથી વેપારી બને.
દેશના યુવાનો દેશના વિકાસનો વેગ
ત્યાગીએ પોતાના વકતવ્યમાં આગળ કહ્યું કે દેશના યુવાનો દેશના વિકાસને વેગ આપવાનો કામ કરે છે. તેથી કરીને દેશને શિક્ષિત યુવાનોની જરૂર છે, જે દેશને ઉદ્યોગસાહસિકતાના વિકાસ સાથે આગળ ધપાવે. દેશના નીતી, સંશોધન અને વિકાસમાં રોકાયેલા વૈજ્ઞાનિકો કુદરતી વ્યવસ્થાને સમજવા લાગ્યા. તેના કારણે જ વિશ્વમાં આર્થિક અસંતુલન છે. આનો યોગ્ય જવાબ યુવાનોને આપવું જોઈએ.અમે કૃષિને જે બજારવાદમાં સોંપ્યું હતું તેના કારણે લિકેજ અર્થતંત્ર સતત વધતું રહ્યું. આવી સ્થિતિમાં આપણે ગોળ અર્થતંત્રને બદલવા માટે દેશ અને દુનિયામાં અવાજ ઉઠાવવી પડશે. આમાં ખેડૂત ઉત્પાદક સંગઠનોની મોટી ભૂમિકા હોવી જોઈએ.
કોરોનાને હરાવવામાં ખેડૂતોની મોટી ભૂમિકા
ભરત ભૂષણ ત્યાગીએ કહ્યું કે ખેડૂત ઉત્પાદક સંગઠન, સહકાર અને ગામની સમૃદ્ધિને જોડીને ખેડૂતોની આવક વધારવા માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવતા કાર્યક્રમોમાં કૃષિ જાગરણની મોટી ભૂમિકા છે.તેમણે આગળ કહ્યું, કોરોના જેવા રોગચાળાને હરાવવામાં ખેડૂતોની મોટી અને મુખ્ય ભૂમિકા છે. કેમ કે ખેડૂતે ખેતરમાં કામ કરીને દેશના લોકોના થાળીમાં ભોજન પીરસ્યું છે. તેમણે ઉમેર્યું કે કોરોના શા માટે આવ્યું? કોરોના એટલા માટે આવ્યું કેમ કે આપણે પ્રાકૃતિથી દૂર થઈ ગયા, તેથી કરીને આવા કોઈ રોગચાળા ફરીથી નહીં આવે આથી આપણે પ્રાકૃતિના પાસે ફરીથી જવું જોઈએ. જેની સૌથી સરળ રાહ ખેતી અને તેનું વિકાસ છે.
Share your comments