દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે, તો તમને જણાવી દઈએ કે ભારતમાં 1 હજાર 652 જેટલી અલગ અલગ ભાષાઓ બોલાય છે. પોતાની માતૃભાષા પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનો લીધો નિર્ણય UNESCO Announced To Celebrate Mother Language Day Globally
સમગ્ર દુનિયાના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 1999 નવેમ્બરમાં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતુ. જે ફેબ્રુઆરી વર્ષ 2000થી દર વર્ષે ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે.
વિવિધતામાં એક્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ
ભારતમાં 1652 જેટલી ભાષાઓ બોલાય છે અને હાલમાં 1365 માતૃભાષા છે. જેનો પ્રાદેશિક આધાર અલગ-અલગ છે. અને દેશની સંસદમાં માત્ર 4% ભાષાઓનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. યુએનના જણાવ્યા અનુસાર વિશ્વભરમાં બોલાતી ભાષાઓની સંખ્યા આશરે 6000થી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષામાં જાપાની, અંગ્રેજી, રુશી, બંગાલી, પુર્તગાલી, અરબી, પંજાબી, મેંડારિન, હિન્દી અને સ્પેનિશ છે.
જય જય ગરવી ગુજરાત
આજે આપણી ગુજરાતી ભાષાની વાત કરીશું. તમને ખબર છે કે ગુજરાતી ભાષાનો ઈતિહાસ ઘણો જૂનો છે. ગુજરાતી ભાષા 700 વર્ષથી પણ જૂની છે, અને 6 કરોડથી પણ વધુ લોકો પોતાની બોલીમાં ગુજરાતી ભાષાનો પ્રયોગ કરે છે. ગુજરાતી ભાષાનું શબ્દભંડોળ આગવું અને સમૃદ્ધ છે. ગૂર્જર સામ્રાજ્યનો વિસ્તાર એટલે ગૂર્જરાત અને ક્રમશ: એમાંથી ગુજરાત થયું છે. અને ગુજરાતની ભાષા એટલે ગુજરાતી. જે મુળ સંસ્કૃત, પ્રાકૃત, સૌરસેની પ્રાકૃત, પશ્ચિમી રાજસ્થાની, પ્રાચીન ગુજરાતી અને આધુનિક ગુજરાતી આ રીતે વિકાસ પામી છે.
ગુજરાતી ભાષાના અનેક શબ્દો પ્રચલિત
ગુજરાતી ભાષાના શબ્દો તરીકે અનેક શબ્દો પ્રચલિત છે જે ખરેખર અન્ય ભાષાઓના છે. હિન્દી, મરાઠી, કન્નડ, બંગાળી જેવી દેશની ભાષાઓ તો ખરી જ. સાથે, વિદેશની ભાષાઓ જેવી કે અરબી, ફારસી, તુર્કી, પોર્ટુગીઝ, અંગ્રેજીના શબ્દો પણ ગુજરાતીઓએ સ્વીકાર્યા છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતી જ એક એવી ભાષા છે જે 'બીજાના' માટે બોલાય છે, અંગ્રેજી ભાષાને સવારથી ભાષા ગણવામાં આવે છે. દુનિયામાં ગુજરાતી જેવી બીજી કોઈ અમય ભાષા નથી જે નિઃસ્વાર્થ હોય. ગુજરાતીઓ કોઈને સીધા નામથી બોલાવવાના બદલે ભાઈ કે બહેન શબ્દ લગાવીને બોલે છે. જેમાં એક અનેરો આનંદ છૂપાયેલો છે.
વિશ્વ માતૃભાષા દિવસની તમામને શુભકામનાઓ
આ પણ વાંચો : પદ્મ પુરસ્કારોની થઈ જાહેરાત, ‘પદ્મશ્રી’ મેળવનાર ડો. જયંત વ્યાસ કોણ છે આવો જાણીએ
આ પણ વાંચો : ગુજરાત સહિત સમગ્ર દેશમાં નહી થાય DAP અને યૂરિયાની અછત
Share your comments