કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટો નિર્ણય લીધું છે. તેમણે નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાને ટૂંક સમયમાં ખતમ કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે દેશમાં ટૂંક સમયમાં નવી ટોલ વસૂલાત સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. જેની સંપૂર્ણ માહિતી તેમને મીડિયા સાથે વાત કરતા એક પ્રેસ કૉન્ફ્રેન્સમાં જણાવી હતી. તેમણે કહ્યું ટોલ અવરોધોને સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન સિસ્ટમ સાથે બદલવામાં આવશે, જે વાહનોમાંથી ફી કાપવા માટે જીપીએસ અને કેમરાનો ઉપચોગ કરશે.
ગડકરીએ કહ્યું છે કે નવી ટોલ કલેક્શન સિસ્ટમ આ વર્ષે 1 એપ્રિલથી લાગૂ થઈ શકે છે. જીપીએસ-આધારિત ટોલ વસૂલાતનો પાયલોટ રન હાલમાં તેની સંભવિતતા ચકાસવા માટે ચાલી રહ્યો છે. તેમણા જણાવ્યા મુજબ નવી ટોલ વસૂલાત સિસ્ટમ સીધી વપરાશકર્તાના બેંક ખાતામાંથી ફી કાપી લેશે. ટોલની રકમ વાહન દ્વારા કવર કરેલ અંતર પર નિર્ભર રહેશે. આ તમામ માહિતી જીપીએસ દ્વારા એકત્રિત કરવામાં આવશે. જણાવી દઈએ હાલમાં વાહન દ્વારા મુસાફરી કરેલ અંતરને ધ્યાનમાં લીધા વિના દરેક પ્લાઝા પર ટોલ ફી નક્કી કરવામાં આવે છે.
લોકસભાની ચૂંટણીના કારણે અમલીકરણ મોફૂફ રાખવામાં આવશે
ગયા વર્ષે ડિસેમ્બરમાં ગડકરીએ જાહેરાત કરી હતી કે નવી સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ આ મહિનાના અંત સુધીમાં લાગુ કરવામાં આવશે. જો કે, લોકસભાની ચૂંટણી માટે ચાલી રહેલી આદર્શ આચારસંહિતાના કારણે અમલીકરણ મોકૂફ રાખવામાં આવ્યું છે. બુધવારે (27 માર્ચ), ગડકરીએ સમજાવ્યું કે કેવી રીતે નવી ટોલ ટેક્સ સિસ્ટમ સમય અને ઇંધણ બચાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો: મોદી સરકારની કામદારોને મોટી ભેટ, મનરેગા હેઠળ કામદારોનો વેતન થયો બમણો
15 ફેબ્રુઆરી 2021 ના રોજ લાગૂ કરવામાં આવ્યા હતા
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના ટોલ પ્લાઝા હાલમાં FASTag (RFID ટેકનોલોજી) દ્વારા ટોલ ફી વસૂલ કરે છે. તે 15 ફેબ્રુઆરી, 2021 થી ફરજિયાત ટોલ વસૂલાત સિસ્ટમ તરીકે લાગુ કરવામાં આવી હતી. RFID-સક્ષમ અવરોધોથી સજ્જ ટોલ પ્લાઝા પર ટોલ ફી વસૂલવામાં આવે છે. અવરોધો પર સ્થાપિત કેમેરા વાહનોની FASTag ID વાંચે છે અને અગાઉના ટોલ પ્લાઝાથી અંતરના આધારે ચાર્જ કરે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ને ટોલ ચાર્જ ચૂકવવામાં આવે છે.
Share your comments