Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કૃષિ મંત્રાલયે નેનો યુરિયા પ્લસને ત્રણ વર્ષ માટે કર્યું સૂચિત

IFFCO (ભારતીય ખેડૂત ખાતર સહકારી) એ માહિતી આપતા જણવ્યું છે કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તેના નેનો યુરિયા પ્લસને ત્રણ વર્ષ માટે સૂચિત કરી દીધું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
નેનો યૂરિયા
નેનો યૂરિયા

IFFCO (ભારતીય ખેડૂત ખાતર સહકારી) એ માહિતી આપતા જણવ્યું છે કે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તેના નેનો યુરિયા પ્લસને ત્રણ વર્ષ માટે સૂચિત કરી દીધું છે. જણાવી દઈએ કે IFFCO નેનો યુરિયા પ્લસ એ નેનો યુરિયાનું અદ્યતન ફોર્મ્યુલેશન છે જે પાકની નાઈટ્રોજનની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પુનઃવ્યાખ્યાયિત પોષણ સાથે છે.

નાઈટ્રોજનયુક્ત ખાતરની જગ્યાએ હવે થશે તેનો ઉપયોગ

પરંપરાગત યુરિયા અને અન્ય નાઈટ્રોજનયુક્ત ખાતરોની જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવશે. IFFCOના MD અને CEO US અવસ્થીએ કહ્યું, 'આનાથી જમીનની ફળદ્રુપતા વધશે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને લાભ અને ટકાઉ વાતાવરણ બનાવવાનો છે. કેમ કે તે સૂક્ષ્મ પોષકતત્ત્વોને પ્રોત્સાહન આપે છે. તે ક્લોરોફિલ ચાર્જર છે, જે બદલાતા વાતાવરણમાં ખેતીમાં ખેડૂતની મદદ કરે છે.

નેનો યૂરિયા પ્લસની કિંમત થયો વધારો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "ઇફ્કોએ નેનો યુરિયા પ્લસની કિંમતમાં વધારો કર્યો નથી. તે 500 મિલીલીટરની બોટલોમાં રૂ. 225ના દરે ઉપલબ્ધ છે. હવે દેશભરના ખેડૂતોએ નેનો યુરિયા સ્વીકારી લીધું છે. હવે નેનો યુરિયા પ્લસ પર્યાવરણને અનુકૂળ છે,છોડના વિકાસમાં તેમને નુકસાન પહોંચાડ્યા વિના.

Share your comments

Subscribe Magazine

More on News

More