Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

MFOI 2024 માં મોટી ભૂમિકા ભજવશે ICAR, કૃષિ જાગરણ સાથે એમઓયુ કર્યા પછી લેવાયું હતું નિર્ણય

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE) હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. અગાઉ ઇમ્પીરીયલ કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ તરીકે જાણીતી હતી, તેની સ્થાપના 16 જુલાઇ 1929ના રોજ રોયલ કમિશન ઓન એગ્રીકલ્ચરના અહેવાલના અનુસંધાનમાં સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી.

Amansinh Jadeja
Amansinh Jadeja
MFOI માં જોડાશે આઈસીએઆર
MFOI માં જોડાશે આઈસીએઆર

ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) એ ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ (DARE) હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. અગાઉ ઇમ્પીરીયલ કાઉન્સીલ ઓફ એગ્રીકલ્ચરલ રીસર્ચ તરીકે જાણીતી હતી, તેની સ્થાપના 16 જુલાઇ 1929ના રોજ રોયલ કમિશન ઓન એગ્રીકલ્ચરના અહેવાલના અનુસંધાનમાં સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ હેઠળ કરવામાં આવી હતી. દેશભરમાં ફેલાયેલી 113 ICAR સંસ્થાઓ અને 74 કૃષિ યુનિવર્સિટીઓ સાથે, તે વિશ્વની સૌથી મોટી રાષ્ટ્રીય કૃષિ પ્રણાલીઓમાંની એક છે.

ICAR એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ ભારત સરકારની એક મહત્વપૂર્ણ કાઉન્સિલ છે, જો કે ભારત સરકારના કૃષિ મંત્રાલયના કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગના હેઠળ એક સ્વાયત્ત સંસ્થાના તરીકે કાર્ય કરે છે. નવી દિલ્લીમાં સ્થિતિ આઈસીએઆર ભારતના કૃષિ ક્ષેત્ર માટે મહત્વના પરિબળો લઈને ખેડૂતોની આવક વધારવા માટે કાર્ય કરે છે. આઈસીએઆર ખેડૂતો માટે કામ કરી રહેલી દરેક સંસ્થાન જેમ કે કૃષિ યુનિવર્સિટી, ખાનગી કંપની, 11 અટારી અને તેના હેઠળ આવેલ 731 કેવીકે તેમજ એફપીઓ સાથે જોડાયેલી છે. ભારત સરકાર દ્વારા લેવામાં આવેલ કોઈ પણ પગલા આઈસીએઆરના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડવામાં આવેલ છે.

આઈસીએઆર ખેડૂતોની આવક વધારવા માટે સમય સમય પર અલગ અલગ પાકના જાતોનું બિયારણ પણ જાહેર કરે છે. જેથી ખેડૂતોને વાવણીના સમયમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય. હાલમાં જ આઈસીએઆર દ્વારા વિકસાવવામાં આવેલ 65 અલગ અલગ પાકોની જાત વડા પ્રધાન નરેંદ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવી હતી. જેનો રવિ સિઝનમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવી પણ રહ્યો છે. વધુમાં જણાવી દઈએ કે આઈસીએઆર દ્વારા વિકસવવામાં આવેલ બિયારણથી મેળવવામાં આવેલ ઉત્પાદન કોઈ પણ ખાનગી કંપની દ્વારા વિકસવવામાં આવેલ બિયારણથી બમણો ઉત્પાદન આપે છે.

આઈસીએઆર માટે અમે તમને એક ખાસ વાત જણાવી દઈએ કે નેશનલ એગ્રીકલ્ચરલ એજ્યુકેશન એક્રેડિટેશન બોર્ડ (NAEAB) એ ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) હેઠળ શૈક્ષણિક સંસ્થાઓનું મુલ્યાંકન પણ કરે છે. કોઈ પણ કોલેજ કે પછી યુનિવર્સિટીમાંથી કૃષિમાં સ્નાતક અને અનુસ્નાતક કરેલ વિદ્યાર્થી વર્ષ 2019- 20 થી ભારતીય કૃષિ સંશોધન પરિષદની કોઈપણ સરકારી કૉલેજ અથવા યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડી કરી શકશે નહીં. એટલે જો કોઈને કૃષિ ક્ષેત્રમાં શિક્ષા પ્રાપ્ત કરીને ખેડૂતો માટે સાઇંટિસ્ટ કે પછી વૈજ્ઞાનિક તરીકે ફર્જ બજાવું છે, તો તે આઈસીએઆર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાન કે પછી કોલેજ થી જ કૃષિમાં અભ્યાસ કરી શકશે.

ICAR, તેના સંશોધન અને ટેક્નોલોજી વિકાસ દ્વારા, ભારતમાં કૃષિમાં હરિત ક્રાંતિ અને અનુગામી વિકાસ લાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે, જેના કારણે દેશ ખાદ્યાન્નના ઉત્પાદનમાં 6.21 ગણો, બાગાયતી પાકોમાં 11.53 ગણો વધારો થયો છે. 1950-51 થી 2021-22 સુધી. તે માછલીમાં 21.61 ગણો, દૂધમાં 13.01 ગણો અને ઇંડામાં 70.74 ગણો વધારો સક્ષમ કરે છે, જેના પરિણામે રાષ્ટ્રીય ખાદ્ય અને પોષણ સુરક્ષા પર સ્પષ્ટ અસર થાય છે. તેણે કૃષિ સંબંધિત ઉચ્ચ શિક્ષણમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

આઈસીએઆરના એવા જ કેટલાક નિયોમો પર કૃષિ જાગરણ ખરે ખરે નિખાલસ બનીને સામે આવ્યું છે. આઈસીઆરએ ખેડૂતોની આવક વધારવા અને તેમના ઉત્પાદન વધારવા માટે કૃષિ જાગરણની પહેલ સાથે ખભેથી ખભા મેળવીને આગળ વધી રહ્યો છે. આઈસીએઆર કૃષિ જાગરણના દરેક ઇનેસેટિવને બિરાદી રહ્યું છે. પછી તેઓ એમએફઓઆઈ હોય કે પછી કિસાન ભારત યાત્રા. કૃષિ જાગરણની દરેક પહેલ પર આઈસીએઆર આગળ આવ્યો છે. કેમ કે તેને વિશ્વાસ છે કે કૃષિ જાગરણ ક્યારે પણ ખેડૂતો સાથે છેડા નહીં કરે.

આ પણ વાંચો:MFOI 2024 માં સહયોગી તરીકે જોડાયું સોમાણી સીડ્સ આપે છે મૂળાની શ્રેષ્ઠ જાતો

આઈસીએઆર કૃષિ જાગરણની પહેલ એમએફઓઆઈ 2024 ને બિરદાવતા ખેડૂતોને સફળ બનાવવા માટે તેના સાથે એમઓયુ સાઇન કર્યો છે. વર્ષ 2023 ની જેમ વર્ષ 2024 માં પણ યોજાઈ રહેલુ MFOI 2024 જ્યાં દેશના પ્રગતિશીલ ખેડૂતોનું બહુમાન કરવામાં આવશે અને તેમને એક મંચ આપીને પોતાની વાર્તા લોકો સુઘી પહોંચાડવાનુ મૌકો મળશે, તેના મુખ્ય કાર્યકારક તરીકે આઈસીએઆરએ જોડાઈ રહ્યું છે. MFOI માં આઈસીએઆરના કેટલાક અગ્રણી લોકો સામેલ થશે અને ખેડૂતોને આગળ વધવાની ટીપ્સ આપશે. વધુ માહિતી માટે તમને જણાવી દઈએ કે માર્ચથી લઈને સેપ્ટેમ્બર સુધી યોજાઈ કૃષિ જાગરણ દ્વારા શરૂ કરવામાં આવેલ કિસાન ભારત યાત્રામા પણ આઈસીએઆરએ મુખ્ય ભુમિકા ભજવી હતી, જો કે ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ 2024 માં યોજાઈ હતી, જેમાં ગુજરાતના દરેક જિલ્લાના હજારો ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને તેઓને MFOI 2024 માં આવવાનો નિમંત્રણ પાઠવામાં આવ્યું હતો.

Share your comments

Subscribe Magazine

More on News

More