Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ઉત્તર ભારતની પોતાની યાત્રા દરમિયાન રાજસ્થાનના અજમેર પહોંચી MFOI VVIF ખેડૂત ભારત યાત્રા

આ રોડ શો ખેડૂતોને એક પ્લેટફોર્મ વિશે માહિતી આપવા માટે સમર્પિત છે જેનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર દેશભરના પ્રગતિશીલ કરોડપતિ ખેડૂતોની નોંધપાત્ર સિદ્ધિઓને ઓળખવા અને તેમનો સન્માન કરવાનો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
અજમેર પહોંચી ખેડૂત ભારત યાત્રા
અજમેર પહોંચી ખેડૂત ભારત યાત્રા

કૃષિ જાગરણ દ્વારા આયોજિત 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' વધુ એક સીમાચિહ્ન સુધી પહોંચી અત્યારે તે ભારતના ચારે કોરે 'મિલિયોનેર ફાર્મર ઑફ ઈન્ડિયા એવોર્ડ્સ' વિશે જાગૃતિ ફેલાવી રહી છે છે. તેમાંથી એક ઉત્તર ભારતની યાત્રા પર નીકળી ભારત કિસાન યાત્રાએ રાજસ્થાનના અજમેરના દેવનગરના ગામડાઓમાં પહોંચી. ત્યાં આ યાત્રાને ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન (FPO) પુષ્કર અને ખેડૂત દુર્ગેશ સૈનીના અતૂટ સમર્થન મળ્યો.

આ રોડ શો ખેડૂતોને એક પ્લેટફોર્મ વિશે માહિતી આપવા માટે સમર્પિત છે જેનો ઉદ્દેશ્ય કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર દેશભરના પ્રગતિશીલ કરોડપતિ ખેડૂતોની નોંધપાત્ર સિદ્ધિઓને ઓળખવા અને તેમનો સન્માન કરવાનો છે. આ યાત્રા દરમિયાન ખેડૂતોને આધુનિક ખેતી તકનીકોની તાલિમ પણ આપવામાં આવી રહી છે. જેથી તેમના પાકના ઉત્પદાનમાં વધારો થાય અને તેમની આવક પણ બમણી થઈ શકે.

પ્રગતિશીલ ખેડૂતો થકી બીજા ખેડૂતો આપે છે પ્રેરણા

'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ખેડૂતોને સશક્તિકરણ અને ગ્રામીણ ભારતને પુનર્જીવિત કરવાના સામૂહિક વિઝનને મૂર્ત બનાવે છે. વધુમાં, આ યાત્રા માત્ર પ્રગતિશીલ ખેડૂતોની સફળતાની ગાથાઓ જ ઉજવતી નથી પરંતુ અન્ય ખેડૂતોને પણ પ્રગતિશીલ ખેડૂતોની વાર્તા થકી ખેતીમાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરવા માટે પ્રેરિત કરે છે.

જેમ જેમ યાત્રા આગળ વધે છે તેમ તેમ, 'MFOI, VVIF કિસાન ભારત યાત્રા' ગ્રામીણ સમુદાયોના ઉત્થાન, કૃષિ નવીનીકરણને પ્રોત્સાહન આપવા અને રાષ્ટ્રની વૃદ્ધિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપનારા અવિશ્વસનીય નાયકોનું સન્માન કરવાના તેના મિશનમાં અડગ રહે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More