ખેડૂતોને મેઘદૂત એપ દ્વારા હવામાન સહિત પશુપાલન અને કૃષિ સંબંધિત માહિતી મળતી રહેશે, અને સાથે જ આ એપનો ઉદ્દેશ્ય ખેડૂતોને સ્થાનિક ભાષાઓમાં સ્થળ, પાક અને પશુધન સહિત હવામાન આધારિત કૃષિ સલાહ આપવાનો અને ખેડૂતોને farmers મદદ કરવા માટેનો છે. સરકારે લોન્ચ કરેલી આ એપ પર અઠવાડિયામાં 2 વાર એટલે કે મંગળવારે અને શુક્રવારે માહિતી અપડેટ કરવામાં આવે છે.
બદલાતી દુનિયા સાથે ખેડૂતો પણ બદલાઈ રહ્યા છે. તેઓ પણ હવે ઇન્ટરનેટ અને સ્માર્ટ ફોનના ઉપયોગથી વધુ સારી રીતે પોતાનું કૃષિ કાર્ય કરી રહ્યા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ગયા વર્ષે એક એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ એપ પર હવામાનથી પાક સુધીની માહિતી સરળ અને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ છે, જે કૃષિ કાર્યમાં ખૂબ જ મદદરૂપ છે. મેઘદૂત મોબાઈલ એપ ભારતના હવામાન વિભાગ, ભારતીય ઉષ્ણ કટિબંધીય હવામાન સંસ્થા અને ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા ખેડૂતો હવામાન, પાક અને પશુ સંભાળ સંબંધિત માહિતી મેળવી શકે છે.
આ પણ વાંચો : ખેતીમાં બાયો ટેકનોલોજીનું શું મહત્વ છે તે જાણો
મેઘદૂત એપ તાપમાન, વરસાદ, ભેજ અને પવનની ગતિની દિશા સાથે સંબંધિત માહિતીઓ પૂરી પાડે છે. આ એપ વિવિધ પાકોમાં કૃષિ કામગીરીની માહિતીથી લઈને પશુઓની સંભાળ લેવા સુધીની તમામ પ્રકારની સલાહ આપે છે. મેઘદૂત એપ પર ફોટા, નક્શા અને ચિત્રોના જેવા વિવિધ રૂપમાં માહિતી આપવામાં આવે છે.
આ એપ ખેડૂતોને વોટ્સએપ અને ફેસબુક દ્વારા શેર કરવામાં મદદ કરે છે. મેઘદૂત એપ શરૂઆતમાં દેશના 150 જિલ્લાઓમાં સેવા આપતી હતી, પરંતુ હવે તેને દેશના બાકીના વિસ્તારોમાં હવામાનની માહિતી આપવા માટે વિસ્તૃત કરવામાં આવી છે.
માહિતીનું સરળ ભાષામાં આદાન-પ્રદાન
આ એપ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. મેઘદૂત એપ પર, ખેતીને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે આગાહી જાહેર કરવામાં આવે છે. રાજ્યો અને જિલ્લાઓમાં સ્થિત હવામાન કચેરીઓમાંથી પ્રાપ્ત ડેટા આ એપમાં આપવામાં આવે છે.
આ પણ વાંચો : આ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિને અપનાવી ચોળીનું મબલખ ઉત્પાદન મેળવી શકાય છે, જાણો તેની સંપૂર્ણ પ્રક્રિયા
એન્ડ્રોઈડ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ
આ એપને લોન્ચ કરતા સમયે અધિકારીઓએ કહ્યું હતું કે આ એપ ખેડૂતોને સહજ અને સરળ ભાષામાં માહિતી આપે છે. તેમાં મુશ્કેલ અને તકનિકી શબ્દોનો ઉપયોગ થતો નથી. આ એપ એ ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે કે ખેડૂતો સરળતાથી હવામાન સંબંધિત માહિતી મેળવી શકે. મેઘદૂત એપ છેલ્લા 10 દિવસની હવામાન ગતિવિધિ અને આગામી 7 દિવસ માટે હવામાનની આગાહી પૂરી પાડે છે.
આ પણ વાંચો : જમીનમાં ભેજનું શું મહત્વ રહેલું છે તે જાણો
આ પણ વાંચો : બીજ તેલ આપતુ વૃક્ષા સીમારૂબા (લક્ષ્મી તરૂ) ની વૈજ્ઞાનિક ખેતી
Share your comments