Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Defence Expo 2022 : ગુજરાત ડિફેન્સ એક્સપોનાં અવસર પર PM મોદી આવશે ગુજરાત, સરકારે કરી તૈયારીઓ શરૂ

ગુજરાતમાં પ્રથમવાર 10 થી 14 માર્ચે ડિફેન્સ એક્સપો યોજાવાનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રના ઉચ્ચ અિધકારીઓ ઉપસ્થિત રહેવાના છે. આ એક્સપો માટે અત્યાર સુધી 63 દેશના 121 સાથે કુલ 973 પ્રદર્શકોની નોંધણી કરવામાં આવી છે.

Himanee Chauhan
Himanee Chauhan
PM Narendra Modi
PM Narendra Modi

ગુજરાતમાં પ્રથમવાર 10 થી 14 માર્ચે ડિફેન્સ એક્સપો યોજાવાનો છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રના ઉચ્ચ અિધકારીઓ ઉપસ્થિત રહેવાના છે. આ એક્સપો માટે અત્યાર સુધી 63 દેશના 121 સાથે કુલ 973 પ્રદર્શકોની નોંધણી કરવામાં આવી છે.

ડિફેન્સ એક્સ્પો 2022ના આયોજન માટેની એપેક્સ કમિટીની બેઠક ગાંધીનગરમાં સંપન્ન થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રક્ષા રાજ્યમંત્રીએ એક્સ્પોના આયોજનની તલ્સ્પર્શી સમીક્ષા હાથ ધરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનથી રક્ષા ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’નું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં ‘ડિફેન્સ એક્સ્પો-2022’ એક અગત્યનું સોપાન સિદ્ધ થશે. v

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.11મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની માહિતી સાંપડી છે.  મોદીના ગુજરાત પ્રવાસને પગલે સરકાર ઉપરાંત ભાજપ સંગઠને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો : IRCTC : રેલ્વેમાં શરૂ કરો બિઝનેસ. દર મહિને થશે રૂપિયા 80,000 સુધીની આવક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. તા.11મી માર્ચે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા હોવાની માહિતી સાંપડી છે.  મોદીના ગુજરાત પ્રવાસને પગલે સરકાર ઉપરાંત ભાજપ સંગઠને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશ સહિતના અન્ય રાજ્યોની મતગણતરીને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમમાં ફેરફાર થયો છે. PM નરેન્દ્ર મોદી તા.11મી માર્ચે ગુજરાત આવે તેવી શક્યતા છે. 

ગુજરાતીઓ આ એક્સ્પો નિહાળી શકે તે માટે ડિફેન્સ એક્સ્પોમાં એક દિવસનો સમય વધારો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસ રોકાણ કરે તેવુ જાણવા મળ્યુ છે ત્યારે ભારત-પાકિસ્તાન સરહદે નિર્માણ પામેલા નડાબેડ પ્રવાસન સ્થળની પણ મુલાકાત લેશે. આ માટે પ્રવાસન વિભાગે પણ નડાબેડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી 2022-27ની કરી જાહેરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિફેન્સ એક્સપો અંગે જણાવ્યું કે, ગુજરાત સરકાર આ એક્સપો મુદ્દે ખુબ જ ઉત્સાહિક છે. અને સરકાર તરફથી સંપૂર્ણ સહયોહગની ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી હતી. આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પો-2022 મેજર ફોરેન ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ OEMsને ભારતીય સંરક્ષણ ઉદ્યોગ સાથે સહયોગ કરવાની તક પૂરી પાડશે. ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ની થીમ ‘પાથ ટુ પ્રાઈડ’ છે.

મુખ્યમંત્રીએ ભારત સરકારના રક્ષા મંત્રાલયને ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨ના સફળ અને ભવ્ય આયોજન માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની પ્રતિબદ્ધતા આ સમિક્ષા બેઠકમાં વ્યક્ત કરી હતી. રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટે જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજનથી રક્ષા ક્ષેત્રના ઉદ્યોગો અને તે માટેના મૂડી રોકાણકારોને ગુજરાતમાં સ્થાયી થવાની તક મળશે. તેમણે ડિફેન્સ એક્સ્પો-2022ના આયોજન માટેની ગુજરાત સરકારની તૈયારીઓ અને વ્યવસ્થાઓને બિરદાવી હતી. રક્ષા રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ડિફેન્સ એક્સ્પોની આ 12મી આવૃત્તિ લેન્ડ, નેવલ અને હોમલેન્ડ સિક્યુરિટી સિસ્ટમ્સના પ્રદર્શન પરની મેગા ઈવેન્ટ છે.

આ પણ વાંચો : Kisan Drone : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 100 ખેડૂત ડ્રોનનું કર્યુ ઉદ્ધાટન

આ પણ વાંચો : જુઓ દુનિયાની સૌથી મોટી સ્ટ્રોબેરી, અને કોણે તેને ઉગાડી

Share your comments

Subscribe Magazine

More on News

More