આ પણ વાંચો : 10 ધોરણ પાસ આ ખેડૂત કરે છે મોસંબીની ખેતી
આ ઉપરાંત, કાજુની ખેતી કરતા ખેડૂતોને પણ માવઠાનું ગ્રહણ લાગ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે કાજુની ખેતી કરતા ખેડૂતોને ભાવ પર સીધી અસર થશે. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં એકમાત્ર વાંસદા તાલુકામાં કાજુની ખેતી કરવામાં આવે છે. અહીંના મોરા આંબા ગામના કાજુની ખેતી કરતા ખેડૂત પણ માવઠાની મારથી બાકાત રહી શક્યા નથી.
વાંસદા તાલુકાના મોરાઆંબા ગામના ખેડૂત છોટુભાઈએ જણાવ્યું હતું કે, તેઓના 60 થી 70 કાજુના ઝાડ છે, જેના પર ફુલ આવવાની સાથે ફળ પણ તૈયાર થઈ ગયા હતા. આ વર્ષે પાક પણ સારો ઉતરવાની આશા હતી, પરંતુ કમોસમી માવઠાને કારણે ટી- મોસ્કિટો નામની જીવાતનો ઉપદ્રવ અને માવઠા બાદ વધુ પડતા સન સ્ટોકના કારણે તૈયાર થયેલા ફળપાકનું ખરણ થયું છે.
માવઠાને કારણે પાકમાં 30/35 ટકા જેટલું નુકસાન થયું છે, જેથી આ વર્ષે 25થી 30 કિલો જ કાજુનો પાક લઈ શકાયો છે. જેમાં પણ માવઠાના કારણે પાકની ગુણવત્તાના સચવાતા બજારમાં તેના ભાવ ઓછા મળે છે. કાજુની ગુણવત્તા પ્રમાણે 90 થી લઈને 120 સુધી કિલોનો ભાવ મળતો હોય છે. છેલ્લા બે વર્ષોથી બદલાતા વાતાવરણ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કફોડી બની છે. તેથી સરકાર દ્વારા યોગ્ય સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતો મીટ માંડી રહ્યા છે.
Share your comments