Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

બેબીકોર્ન વિષે જાણો, ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ કંપની વતી ઉત્પાદન કરી સારી કમાણી કરી શકે છે

આજે વિશ્વના જૂદાજૂદા ભાગોમાં કેટલાયે ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ વતી બેબીકોર્નનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હાથ ધરી રહ્યા છે.આ કંપનીઓ ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાન ઉપરાંત હાઇબ્રીડ બિયારણ સહિત ઉચ્ચ ગુણવતાની વસ્તુઓ અને સાધનો પૂરા પાડે છે. પાક આવ્યા બાદ ખેડૂતો પાસેથી અગાઉથી નક્કી કરેલા ભાવોએ તેમણે મેળવેલ પાક ખરીદી લેવામાં આવે છે. આ પાકનું પ્રોસેસિંગ કરી મુખ્યત્વે વિદેશી બજારોમાં તેની નિકાસ કરવામાં આવે છે.

KJ Staff
KJ Staff

આજે વિશ્વના જૂદાજૂદા ભાગોમાં કેટલાયે ખેડૂતો ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ વતી બેબીકોર્નનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હાથ ધરી રહ્યા છે.આ કંપનીઓ ખેડૂતોને ખેતી વિષયક જ્ઞાન ઉપરાંત હાઇબ્રીડ બિયારણ સહિત ઉચ્ચ ગુણવતાની વસ્તુઓ અને સાધનો પૂરા પાડે છે. પાક આવ્યા બાદ ખેડૂતો પાસેથી અગાઉથી નક્કી કરેલા ભાવોએ તેમણે મેળવેલ પાક ખરીદી લેવામાં આવે છે. આ પાકનું પ્રોસેસિંગ કરી મુખ્યત્વે વિદેશી બજારોમાં તેની નિકાસ કરવામાં આવે છે.

તેમના પાક માટે બજારની નિશ્ચિતતા અને એકર દીઠ અંદાજીત રૂ. 3૦,૦૦૦ ની ચોખ્ખી આવક સાથે બેબીકોર્ન ખેડૂતો માટે એક આકર્ષક પાક બની ગયેલ છે.

બેબીકોર્નની ખેતી એ હમણાથી જ પ્રકાશમાં આવેલ છે. થાઈલેન્ડ એ સર્વ પ્રથમ દેશ છે કે જેણે ૧૯૭૦ ના દસકાના અગાઉના વર્ષોમાં નિકાસના હેતુથી આ પાકની ખેતી કરવાનો ગંભીરતાપૂર્વક પ્રાંરભ કર્યો હતો. પાછળથી બીજા દેશો જેવા કે ગ્વાટેમાલા, ઝામ્બીયા, ઝીમ્બાબ્વે અને દક્ષીણ આફ્રિકામાં તેની ખેતી થવા લાગી. આજે થાઈલેન્ડ અને ચીન બેબીકોર્નના ઉત્પાદનમાં વિશ્વમાં આગળ પડતા દેશો ગણાય છે. થાઈલેન્ડથી કરવામાં આવતી બેબીકોર્નની નિકાસનો વૃદ્ધિ આંક અંચબામાં નાખી દે તેવો છે.

ભારતમાં તેની ખેતી હવે ગંભીરપણે મેઘાલય, પશ્ચિમી ઉત્તરે પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ધીમે ધીમે વધી રહી છે. ગુજરાતમાં “ચેમ્પિયન એગ્રો વર્લ્ડ” પણ ખેડૂતોને બેબીકોર્ન કોન્ટ્રાક્ટ ફાર્મિંગના વિકલ્પ દ્રારા નિશ્ચિત આવકની ખાતરી આપને ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ છે. બેબીકોર્નનો ઉપયોગ સલાડ અને ખાર્ધ પદાર્થોમાં થાય થાય છે. તેનો ઉપયોગ મસાલેદાર વાનગીઓ, સુપ, પુલાવ, ચાઇનીઝ વાનગીઓમાં પણ થાય છે.

શું છે બેબીકોર્ન ?

બેબીકોર્ન એ ખાસ પ્રકારની કોર્ન (મકાઇ) ના છોડ છે જેનો પાક (અંકુરીત થયાના ૩ થી ૫ દિવસ પછી પ્રારંભમાં લેવામાં આવે છે, જયારે તેના ડોડા ઘણા નાના અને અપરિપક્વ હોય છે. બેબીકોર્ન પાકી ગયેલા ડોડા થી અલગ, આખેઆખા ખાવામાં આવે છે જેમાં તેની વચ્ચે દાંડીનો સમાવેશ થઇ જાય છે, જે તેની લાક્ષણીકતા છે.

ડોડાના છેડેથી તાંતણા દેખાવા લાગે એટલે તુરંત બેબીકોર્નને હાથેથી ચૂંટી લેવામાં આવે છે.

મકાઇ સામાન્ય રીતે ખુબ જ જલ્દીથી પાકી જતી હોય છે. તેથી સારો પાક મેળવવા માટે તેના પાકોનો તબક્કો ખુબ જ મહત્વનો છે.

બેબીકોર્નના ડોડા લાક્ષણિકપણે લંબાઈમાં ૪.૫ સે.મી. થી ૧૦ સે.મી. અને પહોળાઈમાં ૭ એમ એમ ૧૭ એમએમના હોય છે.

તેનામાં શ્નીગ વગરના શાકભાજી જેવા કે ફુલેવર, ટમેટા, કાકડી અને કોબીજ જેવા જ પોષકતત્વો હોય છે.

તે શાકની રાંધેલી વાનગીઓમાં અને ડબાબંધ પ્રોડક્ટ તરીકે પ્રોસેસીંગ માટે જબરદસ્ત સંભાવનાઓ ધરાવે છે.

તેનો ચીનના લોકો દ્રારા પરંપરાગત પણે પેઢી દર પેઢી શાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

યુરોપ અને અમેરિકાની બજારોમાં તેનાં અથાણા અને પેક કરેલા બેબીકોર્નની નિકાસની ઉજ્જવળ તકો રહેલી છે. તાજેતરમાં જ યુરોપમાં બેબીકોર્નના ડોડાની નવી જ બજાર અસ્તિત્વમાં આવી છે.

ભારતમાં તેનો પાક મુખ્યત્વે નિકાસના હેતુથી લેવામાં આવે છે.

એંક સ્વાદિષ્ટ શાક તરીકે તે દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, કર્ણાટક,આંધ્રપ્રદેશ અને મેધાલેયઅને ગુજરાતમાં લોકપ્રિય બન્યું છે. 

બેબીકોર્ન પાકની પધ્ધતિ

બેબીકોર્નના ઉત્પાદન માટે સામાન્ય રીતે, રોજીંદા પાકો માટે ઉપયોગમાં લેવાતી ખેડાણ પદ્ધતિઓની જ જરૂરત પડે છે. સિવાય કે તેના પાકનું ચક્ર કે સમયગાળો અનાજ પાક માટેના ૧૧૦ થી ૧૨૦ દિવસના સમયગાળાની સરખામણીએ માત્ર ૬૦ દિવસનો હોય છે. કેટલીક મુખ્ય જરૂરિયાતો પર ઝડપથી નજર ફેરવીએ તો.

ઋતુ : વર્ષ દરમિયાન ઓછામાં ઓછું ચાર વખત ઉત્પાદન લઈ શકાય છે.

જમીન : ચીકણી કાળી માટી વાળી, ફળદ્રુપ રેતાળથી માંડીને કાંપવાળી જમીન બેબીકોર્નના પાક માટે ઉત્તમપણે અનુકૂળ છે.

જમીનની તૈયાર : જમીનને એકવાર ઉંડી ખેડીને તેને દાંતાળ વડે તૈયાર કરવી જોઈએ પછી હળ વડે સમતલ બનાવી નીંદામણ ઓછામાં ઓંછું થાય તે જોવું જોઈએ.

વાવેતરના પ્રકારો : પાટલી વાવેતર ૩૬ ઇંચ વાવેતર

એકર દીઠ બિયારણ : એકર દીઠ ૧૦ કી.ગ્રા. બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે.

વાવણી : બીજને ૧૫-૧૭.૫ સે.મી. ના અંતરે વાવવા જોઈએ. જે પ્રકારનું વાવેતર આપણે કરતા હોઈએ તે મુજબ હાર વચ્ચેનું અંતર જુદ-જુદ રાખવામાં આવે છે.

વેરાયટી : પાકની અનુકૂળ જાતો વિકસાવવા માટે કેટલીયે ખાનગી અને સરકારી એજન્સીઓ કાર્યરત છે.

ખાતરનો ઉપયોગ : આ પાકમાં ૫૦ કી.ગ્રા. ડી.એં.પી. અને યુરીયા તેના વધુ સારો પાક લેવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

વાવણી દરમિયાન ૧ થેલી (૫૦ કી.ગ્રા.) નો ડીએપી (૧ કી.ગ્રા. ફોરેટ મિશ્રિત)નો પ્રાથમિક ડોઝ(પ્રમાણ)નાખવો જોઈએ.

લગભગ ૧૫ દિવસ પછી-૧ થેલી (૫૦ કી.ગ્રા.) યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

લગભગ ૪૫ દિવસ પછી ફરી ૧ થેલી (૪૦ કી.ગ્રા) યુરિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

નીંદામણ :

૬-૮ દિવસ પછી-નીંદામણના નિયંત્રણ માટે એકરદીઠ ૫૦૦ એમએલ પેન્ડીમેથાલીયનનો ઉપયોગ કરવામાં આવે છે.

છોડ સુરક્ષા : બેબીકોર્ન એ ૬૦ દિવસનો પાક છે. તેથી તેના પર જંતુઓ અને રોગો નું સંક્રમણ થવાની શક્યતા ઓછી રહે છે. આમ છતાં જંતુ અને રોગોના કોઇપણ હુમલાને અટકાવવા માટેના પગલાઓ લેવાની ભલામણ કરવામાં આવે છે.

(અ) વાવણી દરમિયાન ૧ થી ડીએપી (૫૦ કિ.ગ્રા.) સાથે ૧ કી.ગ્રા. ફોરેટ ભેળવવામાં આવે છે જેથી મકાઈના દાણામાં ટુંવા પડતા રોકી શકાય.

(બ) લગભગ ૨૦ દિવસ બાદ-બેબીકોર્ન મકાઈમાં મુખ્યત્વે ગભમારાની ઇયળ આવે છે અને પિયત માટે ૨ કી.ગ્રા. ફોરેટનો છંટકાવ કરીને ઇયળનું નિયંત્રણ થઇ શકે છે.

સિંચાઇ : સિંચાઇની સુવિધા બેબીકોર્નના પાકો માટે સૌથી મહત્વની જરૂરીયાતોમાંની એક છે. આ પાકમાં ઓછામાં અઓછી ૧૦ વખત સિંચાઇ કરવી પડે છે. તેથી જ ખેડૂતો પાસે આ સુવિધા ણ હોય ટો તેમણે તેનો પાક લેવાનું ટાળવું જોઈએ.

મજુરી : તેમાં ત્રણ તબક્કાએ શ્રમિકો જરૂર પડે છે.

નીદવું-૧ માનવ દિવસ કાપણી-૭ માનવ દિવસો કાપણી પછી-૨ માનવ દિવસો

કાપણી : વધુ સારી ગુણવતા માટે ‘સમરી’ આવે તે પછી નાજૂક દાંડલીઓના કાપણી કરવામાં આવે છે. જયારે પહેલા તાંતણો૦.૫ -૧ ઇંચ જેટલો બહાર આવે ત્યારે શરુઆત કરી શકાય.આ સમયે દાંડલીઓ ૮-૧૦ સે.મી. લાંબી ૧-૧.૫ સે.મીપહોળીઅને ૮૦-૧૦૦ ગ્રામ વજન હોય છે. તાંતણા નીકળે એટલે તેના પછીના ૧ થી ૨ દિવસમાં નાજુક કોર્નની કાપણી કરવામાં આવે છે. ત્યારે પછી બીજી કાપણી કરી શકાય છે.

જો ડોડાના રેશમી તાંતણા મોટા અને લાંબા બને તો (એક ઇંચથી વધુ) ટો દાંડીની ગુણવત્તા ઓછી થઇ જાય છે. દાંડી ચૂંટવાની કામગીરી તેની જાત મુજબ રોપણીના ૪૦-૪૫ દિવસ પછી પ્રથમ વખત કરી શકાય છે. પછી થી ૭ થી ૯ વખત ચૂંટી શકાય છે.

પાક : ફોતરા સાથે ડોડાની દાંડી (સરેસાશ પાક) ૧૫૦ થી ૨૦૦ મણ (૩૦૦૦ થી ૪૦૦૦ કિ.ગ્રા.) મકાઈની લીલું (સરેરાશ પાક) ૬૫૦ થી ૯૦૦ મણ (૧૩૦૦૦ થી ૧૮૦૦૦ કિ.ગ્રા.)

બેબીકોર્નનું અર્થતંત્ર :

બેબીકોર્નની ખેતીમાંથી ખેડૂતો જે ખર્ચ અને વળતરની અપેક્ષા રાખી શકે તેનો અંદાજ નીચે આપેલ છે. આ આંકડાઓ ઉગાડવામાં આવતી જાત, ખેતીનું સ્થળ અને તેની લેવાતી સંભાળ અને ખેડૂત દ્રારા પાકની પધ્ધતિ મુજબ જુદા-જુદા હોઇ શકે છે.

એકરદીઠ થતી ચોખ્ખી આવક :

(અ) બેબીકોર્નના ડોડાની આવક : ઉત્પાદન ૩૦૦૦ કી.ગ્રા(મીનીમમ) x ભાવ રૂ. ૮/- કી.ગ્રા.દીઠ, આવક=રૂ. ૨૪,૦૦૦/-

(બ) લીલા ચારમાંથી થતી આવક : ઉત્પાદન ૬૫૦ મણ(મીનીમમ) x દર મણના રૂ. ૫૦/- આવક=રૂ. ૩૨,૫૦૦/-

ખેડૂત માટે બેબીકોર્નની ખેતીના એકરદીઠ થતા ખર્ચની ગણતરી :

બેબીકોર્નની આવક + લીલા ચારની આવક-ખર્ચ= કુલ ચોખ્ખી આવક

રૂ.૩૨,૫૦૦+૨૪,૦૦૦-રૂ. -૧૬૫૦૦=રૂ.૪૦,૦૦૦

Share your comments

Subscribe Magazine

More on News

More