Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

નેનો યુરિયાની ગુણવત્તા ઉપર ઉભા થતા સવાલો વચ્ચે જાણો સરકારનો પક્ષ

ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતી કરવાની પહેલ પછી ગુજરાતના ખેડૂતો તો ધીમે-ધીમે રસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.પરંતુ હવે દેશના બીજા રાજ્યના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતોની જેમ ઓર્ગેનિક ખેતી કરવાની વિચારી રહ્યા છે અને કેટલાક તો કરી પણ રહ્યા છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
નેનો યુરિયાની ગુણવત્તા પર ઉભા થતા પ્રશ્નો
નેનો યુરિયાની ગુણવત્તા પર ઉભા થતા પ્રશ્નો

ગુજરાત સરકારની ઓર્ગેનિક ખેતી કરવાની પહેલ પછી ગુજરાતના ખેડૂતો તો ધીમે-ધીમે રસાયણિક ખેતી છોડીને ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે.પરંતુ હવે દેશના બીજા રાજ્યના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતોની જેમ ઓર્ગેનિક ખેતી કરવાની વિચારી રહ્યા છે અને કેટલાક તો કરી પણ રહ્યા છે. આ વચ્ચે નેનો યુરિયાને લઈને દેશની અંદર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ચર્ચા આ સવાલ ઉપર શરૂ થઈ છે. જેમાં પૂછવામાં આવ્યું હતું કે શુ નેનો યુરિયા પાક માટે સારો છે? આ સવાલ ઉભા થતાના સાથે જ નેનો યુરિયાની ગુણવત્તા પર પ્રશ્ન ચિન્હ લાગી ગયો છે. પરંતુ આ મામલે સરકાર ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઈઝર કોઓપરેટિલ લિમિટેડ એટલે કે ઇફકોના સાથે દેખાઈ રહી છે. જેને આ નેનો યૂરિયાનું ઉત્પાદન કર્યું છે.

કેમ છે સરકાર નેનો યુરિયાના સાથે

સરકારના એક અધિકારી મુજબ નેનો યુરિયાની નિર્માતા કંપની ઇફકોએ એક ભારતીય કંપની છે અને નેનો યૂરિયા ભારતીય ઉત્પાદન છે. જેના કારણે સરકાર તેના સાથે ઉભી છે. બીજી વાત તેનો ઉપર કોઈ ખાતર સબસિડી પણ લાધવામાં નથી આવી. સરકારે યુરિયા સબસિડીના રૂપમાં મોટા ભાગના નાણાં ખર્ચવા પડે છે, તેથી જો નેનો યુરિયાનું વેચાણ વધે તો સરકાર પરનો નાણાકીય બોજ ઘટશે. જણાવી દઈએ, પહેલા ડેનિશ વૈજ્ઞાનિકોએ તેની અસરકારકતા પર પ્રશ્નો ઉઠાવ્યા અને પછી પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ પણ એવું જ કહ્યું. તેના પર સવાલો ઉઠવા છતાં ઉત્પાદન ક્ષમતા વધારવાનું કામ ચાલી રહ્યું છે. નેનો યુરિયા સામે સવાલ ઉઠાવનારાઓને સરકાર જવાબ આપી રહી છે. તેમ જ તેના 6 નવા પ્લાન્ટ બનાવવા માટે ટેંડર પણ સરકાર બાજુથી જાહેર કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો:ખાતર માટે મળતી સબસિડીમાં વધારો, જાણો હવે કેટલામાં મળશે ક્રોપ પ્રોટેક્શન

આણંદમાં 4.5 કરોડ બોટલની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ

રસાયણ અને ખાતર મંત્રી ભગવંત ઢુબાએ જણાવ્યું હતું કે નેનો યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં ભારત સરકાર સીધી રીતે સામેલ નથી. ઈફ્કો દ્વારા કલોલ, ફુલપુર અને આમલા ખાતે વાર્ષિક 17 કરોડ બોટલની કુલ સંયુક્ત ક્ષમતા ધરાવતા કુલ 3 નેનો યુરિયા પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક બોટલ 500 મિલી છે. આ ઉપરાંત ગુજરાતના આણંદમાં નેનો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા દર વર્ષે 4.5 કરોડ બોટલની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. આ સિવાય ખાતર કંપનીઓએ માહિતી આપી છે કે તેમણે દેશમાં 6 વધુ નેનો યુરિયા પ્લાન્ટ બનાવવાનો નિર્ણય કર્યો છે.

તેનો ફાયદો શું છે ?

કેન્દ્ર સરકારે કહ્યું છે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સંસ્થાઓ અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા અનેક સ્થળોએ હાથ ધરવામાં આવેલા બાયો-ઇફિકસી ટ્રાયલ અને બાયો-સેફ્ટી ટેસ્ટના પરિણામોના આધારે, કૃષિ વિભાગે નેનો યુરિયાને મંજૂરી આપી છે. ખાતર નિયંત્રણ આદેશ, 1985. તેને 'નેનો નાઈટ્રોજન ખાતર' તરીકે સૂચિત કરવામાં આવ્યું હતું.

ઉત્પાદન અને કિંમત

નેનો યુરિયાના આ પ્રાયોગિક ટ્રાયલ વિવિધ કૃષિ આબોહવા વિસ્તારોમાં ડાંગર, ઘઉં, સરસવ, મકાઈ, ટામેટા, કોબી, કાકડી, કેપ્સિકમ અને ડુંગળી જેવા વિવિધ પાકો પર હાથ ધરવામાં આવ્યા હતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નેનો યુરિયાના બે સ્પ્રે નાઈટ્રોજનની ભલામણ કરેલ બેઝલ ડોઝ સાથે ટોપ ડ્રેસિંગ તરીકે નાઈટ્રોજનની સંપૂર્ણ ભલામણ કરેલ માત્રા સાથે મેળવેલી ઉપજ સમાન છે.

જો તેની કિંમતની વાત કરીએ તો નેનો યુરિયાની પ્રતિ બોટલની કિંમત 225 રૂપિયા છે. જો કે પરંપરાગત યુરિયાની 45 કિલોની થેલીની કિંમત કરતાં 16 ટકા ઓછી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે નેનો યુરિયાની 500 મિલીની બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે, જે સામાન્ય યુરિયાની થેલીની સમકક્ષ નાઇટ્રોજન પ્રદાન કરે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More