Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

સૌર ઊર્જાને પ્રોત્સાહનઃ સૌર પૅનલ લગાવવા PM કુસુમ યોજના અને સસ્તી લોન વિશે જાણો

દેશમાં ઘણી વખત વીજળી સંકટનો સામનો કરવો પડતો હોય છે. આ કારણથી ખેડૂતો તેમના ખેતરની સિંચાઈ યોગ્ય રીતે કરી શકતા નથી. આ સંજોગોમાં મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા તથા ઉત્થાન મહાઅભિયાન (કુસુમ) યોજના લાગુ કરાઈ છે. આ યોજનાની મદદથી સિંચાઈ માટે ઉપયોગમાં થતા તમામ ડીઝલ/વીજળીના પંપને સોલર એનર્જીથી ચલાવવામાં આવે છે. PM કુસુમ યોજના અંતર્ગત હવે રાજ્ય એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા સબસીડીયુક્ત વ્યાજ દર પર લોન પ્રાપ્ત કરી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત રૂપિયા 1 લાખ કરોડનું ફંડ ઊભુ કરવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ સિંચાઈમાં ડીઝલનો ઉપયોગ ઓછો કરવામાં આવે, તે સાથે કૃષિ ક્ષેત્રમાં સૌર ટેક્નોલૉજીને ઉત્તેજન મળે. આ ફંડની મદદથી કૃષિને આત્મનિર્ભર બનાવવામાં આવશે.

KJ Staff
KJ Staff
PM Kusum scheme

કેન્દ્રીય ઊર્જા પ્રધાન આર કે સિંહના મતે....

નવી અને નીવીકરણીય ઊર્જા મંત્રાલય યોજના માટે કેન્દ્રીય આર્થિક સહાયતા સ્વરૂપે રૂપિયા 34,422 કરોડનું ભંડોળ ઉપલબ્ધ કરાવશે. આ સાથે અન્ય રકમ રાજ્ય નાબાર્ડ તરફથી સસ્તા વ્યાજ દરથી લોન મેળવી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કુસુમ યોજના દ્વારા ખેડૂત તેના ખેતરમાં સોલર પંપ લગાવી સિંચાઈ કરી શકે છે. આ યોજનાનો ઉદ્દેશ દેશ ભરમાં તમામ વીજળી અને ડીઝલથી સંચાલિત પંપને સોલર એનર્જીથી ચલાવવાનો છે.

કુસુમ યોજનાનો ઉદ્દેશ

અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ અને સિંચાઈ માટે આશરે 1.2 લાખ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી રહી છે. તેનો ઉદ્દેશ ખેડૂતોને બંજર જમીન પર 10 ગીગા-વોટ (જીડબ્લ્યૂ)ના 17.50 લાખ સૌર સંયંત્રોની સ્થાપના કરવાનો છે. તે ઉપરાંત કૃષિ વીજળી ફિડરોને સૌર ઊર્જા સાથે જોડવાનો છે, જેથી સિંચાઈ માટે સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરી શકાય છે.

30 ટકા સબસિડી મળશે

PM કુસુમ યોજના અંતર્ગત આશરે 20 લાખ ખેડૂતોને સોલર પંપ સ્થાપિત કરવામાં મદદ મળે છે. તે માટે કેન્દ્ર સરકાર 30 ટકા CFA આપે છે જ્યારે રાજ્ય સરકાર 30 ટકા સબસિડી આપે છે. બાકીની 40 ટકા ખેડૂતો દ્વારા આપવામાં આવે છે.

એગ્રી ઈન્ફ્રા ફંડનો અહીં ઉપયોગ થશે

તેને 1 લાખ કરોડ રૂપિયાના એગ્રી ઇન્ફ્રા ફંડને ગામોમાં કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા ઉપયોગ કરવામાં આવશે. તે અંતર્ગત કોલ્ડ સ્ટોર, વૅરહાઉસ, ગ્રેડિંગ અને પૅકેજિંગ યૂનિટ્સ લગાવવા માટે લોન આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ ફંડ હેઠળ 10 વર્ષ સુધી નાણાકીય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ ગામોમાં ખાનગી રોકાણ અને નોકરીઓ વધારવાનો છે. સરકાર દ્વારા AIF અંતર્ગત કેન્દ્ર દ્વારા 3 ટકા વ્યાજ સબસીડી અને 2 કરોડ રૂપિયાની ક્રેડીટ ગેરન્ટી આપી પરિયોજનાને સફળ બનાવવામાં આવશે.

Share your comments

Subscribe Magazine

More on News

More