કિસાન રેલ'ની રજૂઆતથી દેશભરના ખેડૂતોને ઘણો ફાયદો થયો, પરંતુ છેલ્લા એક વર્ષમાં કિસાન રેલ પર આપવામાં આવેલી સબસિડીને કારણે ભારતીય રેલવેને નુકસાન થયું છે. જેને જોતા ભારતીય રેલવે કિસાન સબસીડીને અડધી કરવાનો વિચારી રહી છે. ખરેખર રેલવે ટિકટ પર 50 ટકા ડિસ્કાઉંટના સાથે કિસાન રેલ ચલાવે છે. જેના કારણે છેલ્લા એક વર્ષમાં રેલવેને 40 કરોડ રૂપિયાનુ નુકસાન થયુ છે.

ગયા વર્ષે 14 ઓક્ટોબરથી આ વર્ષે 10 ઓક્ટોબર સુધી ભારતીય રેલ્વેએ કિસાન રેલ ટ્રેનોમાં નૂર પરિવહન માટે ખેડૂતોને લગભગ 95 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. MoFPIની ઓપરેશન ગ્રીન્સ-ટોપ ટુ ટોટલ સ્કીમ હેઠળ, કિસાન રેલ દ્વારા ફળો અને શાકભાજીના પરિવહન પર 50 ટકા સબસિડી આપવામાં આવે છે. સબસિડીનો આ બોજ MoFPI દ્વારા ઉઠાવવો પડશે જે તેણે હજી સુધી રેલવે ચૂક્વ્યો નથી.
આ સાથે સંબંધિત એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આ સેવા ઓક્ટોબર, 2020 થી શરૂ થઈ છે, ત્યારથી ભારતીય રેલ્વે 1,455 કિસાન રેલ ચલાવી છે.129 રૂટ પર દોડતી આ ટ્રેનો દ્વારા 4.78 લાખ ટન માલસામાનની હેરફેર કરવામાં આવી હતી, જેની કિંમત લગભગ 182 કરોડ રૂપિયા હતી, જેમાંથી 94.92 કરોડ રૂપિયાની સબસિડ આપવામાં આવી હતી. જોકે, રેલવે MoFPI પાસેથી માત્ર રૂ. 55 કરોડ મેળવવામાં સફળ રહી છે.
આ પણ વાંચો દિવાળી પહેલા ખેડૂતોને પણ મળશે બોનસ, PM કિસાન હપ્તાની રકમ બમણી થવાની શકયતા
અધિકારીએ કહ્યું કે રેલવે બોર્ડના અધ્યક્ષ અને સભ્ય, ઓપરેશન્સ અને બિઝનેસ ડેવલપમેન્ટ બંનેએ MoFPIને પત્ર લખ્યો છે. જેમાં વધતી માંગને પહોંચી વળવા કિસાન રેલ રેલ યોજના માટે ફંડમાં ઓછામાં ઓછા 150 કરોડ રૂપિયાનો વધારો કરવાની જરૂરિયાત વિશે જણાવવામાં આવ્યું છે. અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, “અમે સબસિડીની ચુકવણી અંગે ખાદ્ય મંત્રાલય તરફથી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અમારી સેવા ચાલુ રાખીશું. જો તે આમ કરવામાં અસમર્થતા વ્યક્ત કરશે, તો અમે તેના પર નિર્ણય લઈશું.
નોંધણીએ છે કે, ઓક્ટોબર 2020 થી માર્ચ 2021 સુધી રેલવે કિસાન રેલ માટે 53.22 કરોડ રૂપયેનો નૂર વહન કર્યુ હતુ. તેમાંથી 28 કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી હતી. આ પછી, વર્તમાન વર્ષમાંએપ્રિલથી 15 ઓક્ટોબર, 2021 સુધી ભારતીય રેલ્વેએ કિસાન રેલ પર રૂ. 129.25 કરોડનું નૂર વહન કર્યું છે અને ખેડૂતોને કુલ 67.13 કરોડ રૂપિયાની સબસીડી આપી હતી.
Share your comments