કેંદ્રની નરેંદ્ર મોદી (Narendra Modi) સરકારે વર્ષ 2022નાં અંત સુધી ખેડૂતોની આવક (farmers income) વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે.આમાંથી જ એક પ્રયાસ સરકાર કિસાન રેલના (Farmer Rail) રૂપમાં કર્યુ છે.
કેંદ્રની નરેંદ્ર મોદી (Narender Modi) સરકારે વર્ષ 2022નાં અંત સુધી ખેડૂતોની આવક (farmers income) વધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે.આમાંથી જ એક પ્રયાસ સરકાર કિસાન રેલના (Farmer Rail) રૂપમાં કર્યુ છે. કિસાન રેલ દ્વારા રાષ્ટ્રીય બજારોમાં ઉત્પાદન અથવા પેદાશોની પહોંચ ખૂબ જ ઓછા ખર્ચે શક્ય બની છે. તેનાથી ખેડૂતોના સાથે જ ગ્રાહકોને પણ ફાયદો થઈ રહ્યો છે. ખેડૂતોને કિસાન રેલના કારણે ખેડૂતોને પરિવહન ભાડા પર 50 ટકા સબસિડી પણ મળે છે. જેનો લાભ ખેડૂતો મોટા પાચે લઈ રહ્યા છે.
ગુજરાતથી દિલ્લી
કિસાન રેલ સોમવારે વડોદરાથી દિલ્લી કેળા અને ચીકુ લઈને દિલ્લીના આદર્શનગર સ્ટેશન પહુંચી હતી. નોંધણીએ છે કે કિસાન રેલને ચલાવવાની જાહેરાત વર્ષ 2020-21ના બજટમાં કરવામાં આવી હતી. કિસાન રેલ ચલાવવાનો કારણ છે કૃષિ ઉત્પાદનો, ફળો, શાકભાજી, ઇંડા, ચિકન, માછલી અને ડેરી ઉત્પાદનોને તેમના ઉત્પાદનના સ્થળોથી ઓછા સમયમાં અન્ય વિસ્તાર સુધી પહુંચાડવાનો. આ રેલ દ્વારા ખેડૂતોને બજાર પૂરું પાડવામાં આવ્યું છે, જે તેમની આવક વધારવામાં મદદરૂપ છે.
દિલ્હીમાં મળે છે કેળા અને ચીકુના સારા ભાવ
દિલ્લીમાં કેળા અને ચીકુના સારા ભાવ મળે છે એટેલે રવિવારના દિવસે કિસાન રેલ વડોદરાથી 200 ટન કેળા અને 7,6 ટન ચીકુ લઈને દિલ્લી ખાતે રવાના થઈ હતી અને સોમવારે દિલ્હી પહોંચી હતી. જેનો સીધો ફાયદા ખેડૂતોને મળી રહ્યો છે. કિસાન રેલથી ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે એક પગ આગળ વધાર્યુ છે.
ખેડૂતોને મોટા પાયે લાભ
મંત્રાલયનું કહેવું છે કે કિસાન રેલ (Farmer Rail) મારફતે ખેડૂતોની પેદાશોના વાજબી ભાવ મેળવવા અને મોટા બજારો આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કિસાન રેલ(Farmer Rail) દૂરના વિસ્તારોમાંથી ખેડૂતોનું ઉત્પાદન લઈને મોટા શહેરોમાં પહોંચી રહ્યું છે. ખેડૂતોને કિસાન રેલ (Farmer Rail) મારફતે પરિવહન ભાડા પર 50 ટકા સબસિડી મળે છે.
ક્યારે શરૂ કરવામાં આવી હતી કિસાન રેલ
ભારત સરકાકે કિસાન રેલ (Farmer Rail) સેવાની શરૂઆત 7 ઓગસ્ટ 2020 ના રોજ કરી હતી. આ યોજના હેઠળ, ખેડૂતોની પેદાશોને રાષ્ટ્રીય બજારમાં પહોચાડવા માટે રેલ પરિવહનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના કારણે ખેડૂતોને ફાયદો થયો. ઘણી વખત ખેડૂતોના ફળો અને શાકભાજી સમયસર બજારમાં પહોંચતા નથી, તેઓ પરિવહન દરમિયાન બગડી જાય છે, રેલના કારણે હવે ખેડૂતોના પાક સમયસર બજારામાં પહુંચવા લાગ્યો છે.
કિસાન રેલ સબસિડી પણ આપે છે
કિસાન રેલના (Farmer Rail) કારણે ખેડૂતો ને ફળ અને શાકભાજીમાં સબસિડી મળે છે. ખેડૂતો સરકારની આ ટ્રેનનો ઉપયોગ કરીને પોતાના પાકને સમયસર ભારતના એક ખિસ્સાથી બીજા ખિસ્સા સુધી પહુંચાડી શકે છે, સાથે જ નીચે આપેલી ફળ અને શાકભાજીની લિસ્ટ પ્રમાણે 50 ટકા સબસિડીનો લાભ પણ લઈ શકે છે.
ફળ : કેરી, કેળા, જામફળ, કીવી, લીચી, પપૈયા, મૌસંબી, નારંગી, લીંબુ, પાઈનેપલ, દાડમ, જેકફ્રૂટ, આમળા અને પિઅર. અન્ય ફળોના પરિવહન માટે પણ ડિસ્કાઉન્ટ મળે છે.
શાકભાજી : કારેલા, રીંગણ, કેપ્સિકમ, ગાજર, કોબીજ, લીલા મરચાં, ભીંડા, કાકડી, વટાણા, લસણ, ડુંગળી, બટાકા અને ટામેટા સહિત અન્ય શાકભાજીના પરિવહન ભાડામાં પણ છૂટ મળે છે.
Share your comments