મધમાખીપાલનથી થતા અને વિવિધ ફાયદાઓને ધ્યાનમાં રાખી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતે બે દિવસની મધમાખીપાલનની તાલીમ યોજાય ગઈ. તેમાં ૫૦ જેટલા ખેડૂતોએ તાલીમ લીધી હતી. આ તાલીમ કાર્યક્રમના અધ્યક્ષ અને કુલપતિ, ડો.એન.કે. ગોંટિયે જણાવ્યું કે, મધમાખીપાલનએ ખેતી સાથે સહલગ્ન અને ખેતીમાં મદદરૂપ થતો પુરક વ્યવસાય છે. આનાથી અમૃતસમાન મધુરમધ મળે છે. તેમજ વનસ્પતિમાં પરાગનયનની પક્રિયાથી ખેતી પાક તેમજ બાગાયતી પાકોમાં ઉત્પાદન વધે છે. આ વ્યવસાયથી ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગારી પૂરી પાડી તેની આવકમાં વધારો કરી શકે છે. રોજગાર માટે કૌશલ્યની ખાસ જરૂર હોયછે. જેની પાસે કૌશલ્ય હશેતે ગમે ત્યાંથી રોજગારી મેળવવી શકશે. મધમાખીએ ખેડૂતનો મિત્ર કિટક છે.
આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામકે જણાવ્યું કે, મધમાખી આશરે ચાર કરોડ વર્ષ પહેલા અસ્થિતત્વમાં આવી હોયતેવું માનવામાં આવે છે. મધમાખી અનેમાનવનો સબંધ ઘણો જુનો છે. કદાચ આદિ માનવે સૌ પ્રથમ મધુર ખોરાક તરીકે મધનોજ ઉપયોગ કર્યો હશે. ભારતમાં ૧૮૮૨માં આધુનિક મધમાખીપાલનની શરૂઆત બંગાળથી થઈ હતી. ઈ.સ. ૧૯૩૮માં ભારતના મધમાખીપાલકોએ ઓલ ઈન્ડીયા બીકીપર્સ એશોસિએશન ની સ્થાપના કરી ને ‘ઈન્ડિયન બી જર્નલ’ છાપવાનું શરુ કર્યું. મધમાખીની ૨૦ પ્રજાતિ છે. તેમાંથી ગુજરાતમાં ઈટાલિયન મધમાખીની પ્રજાતિ અપનાવવામાં આવે છે. તમે પણ આ વ્યવસાયમાં આગળ વધી વધુઆવક મેળવો તેવી મારી સુભેચ્છા છે.
વધુ માં કિટક શાસ્ત્રના વડા ડો. એમ.એફ. આચાર્યએ જણાવ્યું કે, હાલ ઘણા ખેડૂતભાઈઓ પુરક વ્યવસાય તરીકે મધમાખીપાલન કરે છે. અને તેમાંથી સારી એવી આવક મેળવે છે. આ તાલિમમાં મધમાખીપાલન દરમ્યાન લેવાની થતી કાળજીઓ અને માવજત, મધમાખીમાં વપરાતા સાધનો અને તેની ઉપયોગીતા, મધપેટી સાચવવાની પદ્ધતિ, તેમાં આવતા રોગ અને જીવાતોનું નિયત્રણ, ખેતી તથા શાકભાજી પાકોમાં ઉત્પાદનમાં પશુપાલનની અગત્યતા, મધમાખીપાલનથી મુખ્ય અને ગૌણ ઉત્પાદકો અને મધ કાઢવાની પદ્ધતિ વગેરે વિષયો ઉપર તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા આ કાર્યક્રમના કોર્ડીનેટર ડો.ડી.એમ. જેઠવાએ સંપૂર્ણ આયોજન કર્યુ હતું. જ્યારે કાર્યક્રમનું સંચાલન ડો.જી. આર. ગોહિલે કર્યું હતું.
Share your comments