Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Animal Husbandry

દુધાળા જાનવરની કોઈ પણ પ્રકારના ખર્ચ વગર કેવી રીતે કરશો માવજત ભાગ -1

દુધાળા જાનવરો એ પશુપાલકોના કમાઉ દીકરા જેવા છે. આથી આ જાનવરોની માવજત ખુબજ કાળજી અને ચીવટપૂર્વક કરવી જોઈએ. દુધાળા જાનવરોની બીનાખાર્ચાળ માવજતની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે. આથી માવજતથી ઢોરના દૂધનું પ્રમાણ ઘટતું અટકાવી આર્થિક રીતે ફાયદો મળે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Animal
Animal

દુધાળા જાનવરોપશુપાલકોના કમાઉ દીકરા જેવા છે. આથી આ જાનવરોની માવજત ખુબજ કાળજી અને ચીવટપૂર્વક કરવી જોઈએ. દુધાળા જાનવરોની બીનાખાર્ચાળ માવજતની મુખ્ય બાબતો નીચે પ્રમાણે છે. આથી માવજતથી ઢોરના દૂધનું પ્રમાણ ઘટતું અટકાવી આર્થિક રીતે ફાયદો મળે છે.

(૧) પશુ આહાર, (૨) પશુ રહેઠાણ, (૩) પશુ પ્રજનન, (૪) દોહન, (૫) વાસુકાવવું, (૬) પાણી, (૭) તંદુરસ્તી અંગેની કાળજી, (૮) દરરોજના કાર્યમાં નિયમિતતા, (૯) વ્યવહારમાં માયાળુ વર્તન.

(૧) પશુ આહાર:

(અ) ઘાસચારો

દૂધ ઉત્પાદનનો મુખ્ય આધાર દુઝણા જાનવરોનાં ખોરાક પર રહેલો છે. દુઝણા જવારોને ચારાની ગુણવત્તા અનુસાર ૧૦ થી ૧૨ કિલોગ્રામ સુકો ચારો નાના નાના કટકા કરીને આપવો જોઈએ. લીલો ચારો ૧૦ થી ૧૫ કિલોગ્રામ દૂધ ઉત્પાદન મુજબ આપવો જોઈએ. ઉંચીક્ક્ષાનોચારો કે લીલો રજકો, બારસીમ, લીલીઓટ વધુ પ્રમાણમાં ખાય છે. જયારે મધ્યમ અને હલકા પ્રકારનો ચારો, લીલી જુવાર, કઠોળનું ગોતર, ઘઉંનુંપરાળ અનેડાંગરનું પરાળ ઓછા પ્રમાણમાં ખાય છે. તો તેમાં લીલો રજકો, બારસિમ, લીલીઓટ વગેરેના નાના નાના કટકા કરીને મિશ્રણ કરીને આપવું જોઇએ.

દુઝણા જાનવરોને કઠોળ ચારો ભાગ અને ધાન્ય ચારો છ ભાગનાં પ્રમાણમાં મિશ્ર કરીને આપવો જોઈએ. કઠોળ ચારમાં પ્રોટીન અને ચૂનાનાં તત્વો વધુ પ્રમાણમાં હોય છે તેથી દુઝણા જાનવરોને પ્રોટીન યુક્ત મોંઘા દાણ આપવામાં ઘટાડો કરીને ખોરાકી ખર્ચ ઘટાડી શકાય છે.

(બ) દાણ:

પોષક આહારની જરૂરિયાતની દ્રષ્ટીએ દુઝણા જાનવરોને દૂધ ઉત્પાદનનાં પ્રમાણમાં દાણ આપવું જોઈએ. દૂધ ઉત્પાદન માટે જો ઉંચી ગુણવત્તા વાળો ઘાસચારો આપવામાંઆવતો હોય તો આવા દુઝણા પશુઓને શરીર નિભાવ માટે જરૂરી તત્વો ઘસ્ચારામાથી મળી રહે છે. આથી તેમને શરીર નિભાવ માટે કોઈપણ દાણ આપવાની જરૂર રહેતી નથી. પરંતુ ઘાસચારો મધ્યમ અથવા હલકી કક્ષાનો હોય તો શરીર નિભાવ માટે રોજ એક થી દોઢ કિલોગ્રામ દાણ આપવું જોઈએ. આ ઉપરાંત દુઝણા જાનવરોને અપાતા ચારાનો પ્રકાર અને દુધની ચરબીના પ્રમાણને ધ્યાનમાં રાખી કુલ દૈનીક દૂધ ઉત્પાદનના ત્રીજા અથવા અડધા ભાગ પ્રમાણે દાણ આપવું જોઈએ.

(ક) મીઠું અને ક્ષાર મિશ્રણ:

દુઝણા જાનવરોને રોજ ૨૫ થી ૩૦ ગ્રામ મીઠું દાનમાં ભેળવીને આપવું જરૂરી છે.દુઝણા જાનવરોને કઠોળ ચારો આપતા ન હોઈએ તો રોજનું ૨૦ થી ૨૫ ગ્રામ ક્ષાર મિશ્રણ અથવા તેટલોજ પકવેલો હાડકાનો ભુક્કો આપવો જોઈએ.જે એને સમતોલ આહાર માટે જરૂરી છે.

(૨) પશુ રહેઠાણ:

પશુ રહેઠાણ માટેની કોઢ સ્વચ્છ હવા ઉજાસવાળીરખોપ અને દરરોજ સફાઈ કરો તેમજ ભેજ ન રહે તે ધ્યાન રાખવું જરૂરી છે. છાણ-મૂત્ર નિકાલની વ્યવસ્થા કરો, કોઢ ઢળતી હોત, મૂત્ર નિકાલની ગટર કરી ખાડામાં ભરો, કોઢમાં ઓગઠ, ઘઉંનુંભૂસું વગેરે પાથરો, છાણ-મૂત્ર વાળું થાય તેને કમ્પોસ્ટ ખાડામાં નાંખી વધુ પોષક તત્વોવાળું ગળતીયું ખાતર બનાવો. પરજીવી જેવા કે, ઇતરડી, ગીંગોડા, કે માખીના ઉપદ્રવ સામે વખતો-વખત નિયંત્રણના પગલા ભરવા જોઈએ.

(૩) પશુ પ્રજનન:

પશુ જાનવરો વિયાયાબાદ એક માસ કે તેથી ઓછા અથવા વધારે સમયમાં ઋતુમાંઆવે છે, પરંતુ વીયાજણ બાદ માસ પછી વેતરે (ઋતુમાં) આવે ત્યારે ગાયને ફેરવવી જોઈએ. દૂધ ઉત્પાદન વ્યવસાય નાફાકારકરીતે ચાલે તે માટે દુધાળા જાનવરો દર ૧૨ મહીને વિયાવા જોઈએ. આમ થવા માટે દુઝણા જાનવરો વીયાણા પછી ૮૦ થી ૮૫ દિવસે સગર્ભા થવા જોઈએ. વિયાણા પછી દુઝણા જાનવરો ૩૦૦ દિવસ આપે અને વાસુકાવાનો સમય ૬૦ દિવસ કરતા વધુ સમય લંબાય નહી તે ખાસ અગત્યનું છે. વાસુકાવાનો સમય ૬૦ દિવસ કરતા જેટલો લંબાય તેટલી દુધની ઉત્પાદન વ્યવસાયની બિન-કાર્યક્ષમતા વધે.દુઝણા જાનવરો સરેરાશ પંદર માસ કરતા વધુ સમયે ફરીવાર વિયાય એ આર્થિક રીતે પોષાય નહી.આથી દુઝણા જાનવરો ત્રણ થી પાંચ માસમાં ઋતુમાં ન આવે તો પશુ ચિકિત્સક પાસેતાપાસાવી જરૂરી ઈલાજ કરાવવો જોઈએ. ગાય-ભેંસ ગરમીમાં આવેલ છે. કે કેમ તે મે બે-ત્રણ વખત ધ્યાનથી જોવા જોઈએ. ગરમીમાં આવેલ જાનવરોને સારા ગુણો ધરાવતાસાંઢથી કુદરતી સેવા આપવી જોઈએ. અથવા પ્રમાણિત સાંઢને બદલે કુત્રિમ વિર્યદાનની વ્યવસ્થા હોય તો તેનો અવાહ્ય લાભ લેવો. સારા ગુણો ધરાવતા સાંઢ કે કુત્રિમ વિર્યદાનથી ફળેલા જાનવરો વધુ ઉત્પાદન આપે છે તેમજ ઓલાદ પણ સુધારે છે. જાનવરોને ફેરવ્યા બાદ ત્રણ માસ સુધી ફરી ગરમીમાં આવેલ ન હોય તો પશુચિકિત્સક પાસે સગર્ભા છે કે કેમ તે નક્કી કરાવવું જોઈએ. સંકર જાનવરો દેશી જાનવરોની જતો કરતા ચડિયાતા સાબિત થયા છે જેથી સંકર જાનવરોનો અભિગમ અપનાવવો જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More