Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

Inflation: હોળીના રંગમાં ભંગ, તહેવારની ઉજવણી માટે ખિસ્સાથી આપવું પડે વધુ પૈસા

માર્ચની શરૂઆત મોંઘવારીમાં વધારાના સાથે થઈ છે અને હોળીના તહેવારથી પહેલા લોકોને મોટો આંચકો લાગ્યો છે. હોળીની ઉજવણી થાય તેથી પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસના બાટલાના ભાવમાં વધારો કરી દીધો છે. કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા ભાવ મુજબ હવે લોકોને જૂના ભાવ કરતા 6 રૂપિયા વધુ આપવું પડશે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

માર્ચની શરૂઆત મોંઘવારીમાં વધારાના સાથે થઈ છે અને હોળીના તહેવારથી પહેલા લોકોને મોટો આંચકો લાગ્યો છે. હોળીની ઉજવણી થાય તેથી પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી ગેસના બાટલાના ભાવમાં વધારો કરી દીધો છે. કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ નવા ભાવ મુજબ હવે લોકોને જૂના ભાવ કરતા 6 રૂપિયા વધુ આપવું પડશે. પરંતુ ત્યા તે વાત સારી છે કે આ ભાવ 19 કિલોના કોમર્શિયલ સિલેન્ડર પર વધારવામાં આવ્યો છે 14 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલેન્ડર પર નહી, તેના ભાવ પહેલાની જેમ સ્થિર રહેશે.

હવે 1803 નો મળશે કોમર્શિયલ સિલિન્ડર

પાટનગર દિલ્હીમાં, હોળી પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૭૯૭ રૂપિયાથી વધીને હવે 1803 રૂપિયામાં થઈ ગયો છે., જે ફેબ્રુઆરીમાં 1797 રૂપિયા અને જાન્યુઆરીમાં 1804 રૂપિયા હતો. તેની કિંમતો ફક્ત દિલ્હીમાં જ નહીં પરંતુ દેશના અન્ય મહાનગરોમાં પણ બદલાઈ ગઈ છે. અમદવાદમાં પણ તેની કિંમતમાં 6 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને ૧૭૫૫.૫૦ રૂપિયા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં તેની કિંમત ૧૭૪૯.૫૦ રૂપિયા અને જાન્યુઆરીમાં ૧૭૫૬ રૂપિયા હતી. એ જ રીતે, જો આપણે કોલકાતાની વાત કરીએ તો, ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ૧૯૧૩ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ફેબ્રુઆરીમાં આ કિંમત ૧૯૦૭ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. ચેન્નાઈમાં ૧૯ કિલોગ્રામના વાદળી સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર થયો છે. અહીં LPG સિલિન્ડરની કિંમત 1965.50 રૂપિયા થઈ ગઈ છે. જો કે ફેબ્રુઆરીમાં ૧૯૫૯.૫૦ રૂપિયા અને જાન્યુઆરીમાં ૧૯૬૬ રૂપિયા હતી.  

2023 માં થયો હતો સૌથી વધુ વધારો

ઇન્ડિયન ઓઇલના પોર્ટલ પર આપવામાં આવેલા ડેટા અનુસાર, માર્ચ 2023 માં કોમર્શિયલના ભાવમાં સૌથી વધુ વધારો થયો હતો, જ્યારે એક જ વારમાં ભાવમાં 352 રૂપિયાનો વધારો થયો હતો. જ્યારે ગયા મહિને બજેટના દિવસે ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૭ રૂપિયાનો ઘટાડો થયો હતો, જે આ મહિને ૬ રૂપિયા વધારવામાં આવ્યો છે. 

ઘરેલુ LPG ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર

ઘણા સમયથી, ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ રહ્યો છે, પરંતુ ૧૪ કિલોગ્રામના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે ફક્ત ૧ ઓગસ્ટની કિંમતે ઉપલબ્ધ છે. ૧ ફેબ્રુઆરીએ પણ તેની કિંમતો સ્થિર રાખવામાં આવી છે અને તે દિલ્હીમાં ૮૦૩ રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, કોલકાતામાં તેની કિંમત 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નાઈમાં 818.50 રૂપિયા પર યથાવત છે.

આ પણ વાંચો:SUCCESS STORY: મળો નવસારીની પ્રગતિશીલ દંપતીને, જેઓ મધમાખી ઉછેર માટે ઘડ્યા એક નવો ફોર્મુલા

Share your comments

Subscribe Magazine

More on News

More