Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારતને મળેલા G-20ના અધ્યક્ષપદ ગુજરાતમાં ખુલશે ‘ચાય ચુસ્કી કેન્દ્ર’, સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ખૂલશે પ્રથમ કેન્દ્ર

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ગુજરાતના કેવડિયામાં છે. જૂન 2023માં કેવડિયામાં 'ચાય ચુસ્કી કેન્દ્ર' સ્થપાશે. તેના ડેકોરેશનની જવાબદારી ટી બોર્ડની રહેશે. તો મિલેટ્સ તેમજ કોફી માટે એક્સપિરિયન્સ ઝોન પણ બનાવવામાં આવશે.

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja

ટી બોર્ડ ઓફ ઇન્ડિયા ગુજરાતમાં ‘ટી એક્સપિરિયન્સ ઝોન’ ખોલવાનું આયોજન કરી રહ્યું છે. આ એવા કેન્દ્રો હશે જ્યાં વિવિધ પ્રકારની ચાની ચુસ્કીઓ માણી શકાશે. ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓ ચા પીવાના શોખીન છે. ત્યારે ટી બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાતમાં આગામી વર્ષ સુધીમાં આવા 20 કેન્દ્રો ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે.

 

વાણિજ્ય મંત્રાલયે ભારતના G-20 અધ્યક્ષપદને લગતી કેટલીક પ્રવૃત્તિઓ અને પ્રમોશનનું નેતૃત્વ કરવા માટે ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રૂપ (TIWG) ની રચના કરી છે. તે અંતર્ગત ‘ચાય ચુસ્કી કેન્દ્રો’ ઉપર, ચા કંપનીઓને ભારતમાં બનતા વિવિધ હેલ્ધી પીણાંને વેચવાની પણ મંજૂરી આપવામાં આવી છે. . અહીં એક્સપિરિયન્સ ઝોનમાં ભારતીય ચાની સમૃદ્ધિનો સ્વાદ પણ માણવા મળશે.

આ પણ વાંચો: હવે જમ્મુ-કાશ્મીર ઉપરાંત અન્ય રાજ્યોની વેરાન જમીન પર કેસરની ખેતી શક્ય, ખેડૂતોને મળશે સારો નફો!

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનશે પ્રથમ કેન્દ્ર

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગુજરાતના કેવડિયામાં છે. જૂન 2023માં કેવડિયામાં ‘ચાય ચુસ્કી કેન્દ્ર’ સ્થપાશે. તેના ડેકોરેશનની જવાબદારી ટી બોર્ડની રહેશે. તો મિલેટ્સ તેમજ કોફી માટે એક્સપિરિયન્સ ઝોન પણ બનાવવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે કોફી અને બાજરીની બનવાટો માટે પણ એક અલગ ઝોન રાખવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રએ 2023ને ‘આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ’ તરીકે જાહેર કર્યું છે. મસાલા, કોફી અને બાજરીની જેવી ચીજવસ્તુઓ માટે મુંબઈ, બેંગલુરુ અને જયપુરમાં પણ આવા કેન્દ્રો સ્થાપવામાં આવશે. આ કેન્દ્રો આવતા વર્ષે માર્ચ, જુલાઈ અને ઓગસ્ટમાં ખોલવામાં આવશે. ભારતે 1 ડિસેમ્બર 2022થી G20 નું પ્રમુખપદ સંભાળ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લ્ભભાઈ પટેલની પ્રતિમાથી માંડીને કેકટસ ગાર્ડન, જંગલ સફારી જેવા ઘણા આકર્ષણો છે અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં ઉમટી પડતા હોય છે ત્યારે હવે ચાય ચૂસ્કી કેન્દ્ર પણ આવતા વર્ષે તૈયાર થઈ જતા તે પ્રવાસીઓ માટે મોટું આકર્ષણ બની શકે છે.

Share your comments

Subscribe Magazine

More on News

More