Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ભારતને મળયો ઈઝરાયલનો સાથ ,30 ગામોને બનાવશે આદર્શ કષિ-ગામ

ભારતના ખાસ મિત્ર દેશ ઈઝરાય દેશમાં ખેતીવાડી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા તેમ જ ખેડૂતોની આવકને બમણી કરવાના ઉદ્દેશથી 30 ભારતીય ગામોને આદર્શ કૃષિ-ગામ તરીકે વિકસાવવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ઈઝરાયલ પાણીની અછતને દૂર કરવા માટે બુંદેલખંડમાં ટેકનોલોજીથી સજ્જ વ્યવસ્થા પણ તૈયાર કરવા જઈ રહ્યું છે.

ભારતના ખાસ મિત્ર દેશ ઈઝરાય દેશમાં ખેતીવાડી ક્ષેત્રે ઉત્પાદકતા વધારવા તેમ જ ખેડૂતોની આવકને બમણી કરવાના ઉદ્દેશથી 30 ભારતીય ગામોને આદર્શ કૃષિ-ગામ તરીકે વિકસાવવા જઈ રહ્યું છે. આ ઉપરાંત ઈઝરાયલ પાણીની અછતને દૂર કરવા માટે બુંદેલખંડમાં ટેકનોલોજીથી સજ્જ વ્યવસ્થા પણ તૈયાર કરવા જઈ રહ્યું છે.

ઈઝરાયલ સરકાર મશાવ કાર્યક્રમ હેઠલ આગામી ત્રણ વર્ષમાં ભારતના આઠ જેટલા ભાગોમાં 75 ગામોને આદર્શ કૃષિ ગામ તરીકે સ્વરૂપ આપવા માટે એક સમજૂતી કરી છે. આ કડીના ભાગરૂપે દેશના વિવિધ વિસ્તારોમાં ગામોને ખેતીની દ્રષ્ટિએ વધારે ઉત્પાદન અને આત્મનિર્ભર કરવા એક મોડેલ તૈયાર કરવામાં આવશે, જેની અન્ય સ્થળો પર કોપી કરી શકાશે.

ઈઝરાયલ ભારતમાં વિલેજ ઓફ એક્સિલેન્સ તૈયાર કરશે.વર્ષ 2021થી 2023 વચ્ચે ભારતના અનેક ભાગોમાં પાક ઉત્પાદનની દ્રષ્ટિએ આદર્શ ગામ વિકસિત કરવામાં આવશે. આ માટે હરિયાણામાં 30 અને ઉત્તર પ્રદેશમાં પાંચ ગામનો સમાવેશ થાય છે.

India-Israel  Relations
India-Israel Relations

ડોન અલ્લુફ પ્રમાણે આ મોડલ ગામોમાં પ્રત્યેક કૃષિ માળખાને મજબૂત કરવામાં આવશે, ક્ષમતા વિસ્તરણ કરવા અને બજારો સુધી પહોંચવા પર ભાર આપવામાં આવશે. એટલે કે વધારે કૃષિ ઉત્પાદન,માર્કેટ લિંકેજથી લઈ ટેકનોલોજી માટે વ્યવસ્થા થશે, જેનાથી ખેડૂતોની આવક વધશે. તેના મારફતે એક પરંપરાગત ખેતીને એક સંક્રિય ક્ષેત્ર તરીકે તૈયાર કરવામાં આવશે, જ્યાં વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરી વધારે ઉત્પાદન સંભવ બનશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢ દાયકાથી ઈઝરાયલ ભારતમાં કૃષિ ક્ષેત્રનું સેક્ટર ઓફ એક્સિલેન્સ બન્યું છે. ખાસ કરીને શાકભાજી અને ફળોના ઉત્પાદનને વધારે સારા બનાવવા તેમ જ ઈઝરાયલના અનુભવોનું આદાન-પ્રદાન કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2018થી 2020 વચ્ચે 30 ઈઝરાયલી સેન્ટર ફોર એક્સીલેન્સીમાં 3.60 લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે.

ઈઝરાયલનો ભારત સાથેનો સહયોગ ફક્ત ખેતીવાડીમાં ઉત્પાદન વધારવા પૂરતો નથી. પરંતુ ઈઝરાયલ ઘણા લાંબા સમયથી સાગરના પાણીના વધારે સારી ટેકનિકલ રીતથી મીઠું કરવામાં પણ મહત્વપૂર્ણ સહયોગ આપી રહ્યુ છે. ઈઝરાયલના ડ્રિપ ઈરિગેશન ટેકનોલોજીનો ભારતમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Share your comments

Subscribe Magazine

More on News

More