Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

જો તમે UPSC પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોવ તો, જાણો માહિતી વિસ્તારથી

UPSC શું છે? તેની તૈયારી કઈ રીતે કરવી ? UPSCની એક્ઝામ કોણ આપી શકે? UPSC ની ભરતી કેટલા વર્ષે થાય? UPSCનો સિલેબસ શું છે? UPSCની ભરતીમાં કઈ સર્વિસ મળે ? વગેરે સવાલો તમને થતા હશે !

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
UPSC exam
UPSC exam

UPSC નું પૂરું નામ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન છે. UPSC એ ક્લાસ 1ની એક્ઝામ લે છે. આઈએએસ(IAS), આઈપીએસ (IPS), આઇએફએસ(IFS), આઈઆરએસ(IRS), જેવા અધિકારી બનવા માટે UPSC એક્ઝામ આપવી પડે. UPSC ઈન્ડીયન ઇકોનોમિક સર્વિસ , ઈન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ જેવી સર્વિસની પણ એક્ઝામ લે છે .

UPSC ની એક્ઝામ ત્રણ ભાગમાં હોય છે.

  • પ્રિલિમ એક્ઝામ
  • મેઈન એક્ઝામ
  • ઇન્ટરવ્યૂ

પ્રિલીમ પરિક્ષાના બે પેપર હોય છે. બન્ને પેપર ૨૦૦ માર્ક ના હોય છે .જો તમે બીજા પેપર મા ૬૬ માર્ક કે તેનાથી ઉપર આવે તો જ તમારું પેપર 1 ચેક થાય છે. તમારા પેપર 1 ના માર્ક ઉપર થી મેરીટ બને કે તમે મુખ્ય પરિક્ષા આપી શકો કે નહિ. (બીજા પેપર ના માર્ક ગણાતા નથી) ત્રણ એક મહિના પછી તેનું રીઝલ્ટ આવે, જો તમે પ્રથમ પેપરમાં સારા માર્ક હોય તો તમે મુખ્ય પરિક્ષા આપી શકો પ્રીલીમ પરિક્ષામા પાસ થવાનું છે તેના માર્ક ફાઈનલ રીઝલ્ટમાં ગણાતા નથી .

મુખ્ય પરિક્ષા

મુખ્ય પરિક્ષા મા કુલ નવ પેપર હોય છે. અંગ્રેજી ( જે બધા ઉમેદવાર માટે કોમન છે, પાસ થવા માટે 3૦૦ માંથી 75 ગુણ આવવા જરૂરી છે ) બીજું પેપર ભાષા નું હોય છે, (બંધારણ ની 8 મી  અનુસૂચિ માં 22 ભાષા માંથી તમે ગમે તે પસંદ કરી શકો .તેમાં ગુજરાતી પણ છે, તેમાં પણ પાસ થવા 3૦૦ માંથી 75 માર્ક આવવા જરૂરી છે.) આ બન્ને પેપરમા પાસ થવું જરૂરી છે. આના માર્ક મુખ્ય પરિક્ષામા ગણાતા નથી .

 મુખ્ય પરિક્ષા મા ૭ પેપર ના માર્ક ગણાય છે જે નીચે મુજબ છે

  • નિબંધનું પેપર
  • ચાર જનરલ સ્ટડીના પેપર
  • બે optional‌‌ ના પેપર ( જે તમારે નક્કી કરવાના હોય છે, જે વિષય રાખવો હોય તે, ભાષા પણ રાખી શકાય, UPSC એ નક્કી કરેલા વિષય માંથી જ)

આ સાત પેપર 250 માર્કના હોય છે .3 મહિના પછી તેનું રીઝલ્ટ આવે છે જો તમે પાસ થાવ તો તમારું ઇન્ટરવ્યૂ થાય જે માટે દિલ્હી જવું પડે

ઇન્ટરવ્યૂ

ઇન્ટરવ્યૂ  કુલ 275 માર્ક નું હોય છે. ઇન્ટરવ્યૂ માં તમારા સ્નાતક ના મુખ્ય વિષય,દેશ ની સમસ્યા અને તેના નિવારણ , આંતર રાષ્ટ્રીય સબંધ,તમે જે જિલ્લા કે તાલુકા માંથી આવો છે તેના વિશે એટલે કે તેમાં શું પ્રખ્યાત છે ? તેનો ઈતિહાસ શું છે વગેરે , ધર્મ આધારિત સવાલ પુછાઇ શકે છે. (UPSC પાસ કરેલા અધિકારીઓ નું કહેવું છે કે મોટાભાગે તમે ભરેલા એપ્લિકેશન ફોર્મ ઉપર થી જ સવાલ કરતા હોય છે.)

કુલ 2025 માર્ક માંથી ઉમેદવાર ને માર્ક મળતા હોય છે. પછી UPSC તેમની કેડર નક્કી કરતી હોય છે કે તમને કઈ સર્વિસ આપવી. જો તમારા માર્ક સારા હોય તો તમને મનપસંદ કેડર મળે છે .

UPSC ની તૈયારી ક્યાંથી શરૂ કરવી?

UPSC ની તૈયારી ની શરૂઆત NCERT થી કરવી જોઈએ  જેથી કરીને તમારું બેઝિક નોલેજ ક્લીયર થાય .

હિસ્ટ્રી માટે

  • ધો. 6 થી 12 ની ncert
  • પ્રાચીન ભારતનો ઇતિહાસ
  • મધ્ય ભારત નો ઇતિહાસ
  • આધુનિક ભારતનો ઇતિહાસ વાંચવો .
  • ભારત એક ખોજ જેવા એપિસોડ જોઈ શકો .

ભૂગોળ માટે

  • ધો.6 થી 12 ની ncert બુક વાંચવી .
  • કરંટ અફેર્સ વાંચવું
  • ભૂગોળ ની કોઈ સારી બુક વાંચવી

અર્થશાસ્ત્ર માટે

  • 6 થી 12 ની ncert
  • રમેશ સિંઘ ની ઇકોનોમિક્સ ની બુક વાંચવી
  • કરંટ અફેર્સ વાંચવું
  • યુટ્યુબ પરના મૃણાલ પટેલના લેક્ચર જોવા .

પોલિટીકલ સાયન્સ માટે

  • ધો 6 થી 12 ની ncert
  • એમ.લક્ષ્મીકાંત ની પોલિટીકલ સાયન્સ ની બુક
  • કરંટ અફેર્સ

 આ પણ વાંચો:મજૂર અભણ માતા-પિતાનો હોનહાર પુત્ર, પહેલા IIT અને હવે IAS ઓફિસર, કોચિંગ પણ નહોતું કર્યું... જણાવ્યુ સફળતાનું રહસ્ય

સમાજશાસ્ત્ર માટે

  • ધો. 6 થી 12 ની ncert
  • સમાશાસ્ત્ર ની કોઈ સારી બુક વાંચવી (તમને જે સરળ ભાષા માં સમજાય તે)
  • Ucg ચેનલ પર મહપ્તરા સર ના લેક્ચર જોઈ શકો છો યુટ્યુબ પર.

વિજ્ઞાન માટે

  • ધો.6 થી 10 ની ncert (11 ,12 સાયન્સના પુસ્તક વાંચવાની જરૂર નથી છતાં તમારી પાસે સમય હોય તો વાંચી શકો છો.)
  • કરંટ અફેર્સ

ગણિત માટે

  • ધો. 6 થી 10 ની ncert ( ગણિત નું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ,ખાલી દસમાં સુધીનું )

અંગ્રેજી માટે

અંગ્રેજી માં દશ માં સુધી નું ગ્રામર નું નોલેજ જોઈએ. UPSC માં અંગ્રેજી નું ૩૦૦ માર્ક નું પેપર આવે છે મેઈન એક્ઝામ માં ૩૦૦ માંથી ૨૫ ટકા માર્ક પાસ થવા જરૂરી છે એટલે ૩૦૦ માંથી ૭૫ માર્ક. આ માર્ક ફાઈનલ એક્ઝામ માં ગણાતા નથી .

Optional subject માટે

 Optional ના બે પેપર હોય છે .ઘણા બધા optional છે હું તમને ગુજરાતી ભાષા ના optional વિશે કહું .

  • ગુજરાતી ભાષા નો ઇતિહાસ
  • ગદ્ય અને પદ્ય બન્ને
  • રઘુવીર ચૌધરી ની નવલકથા અમૃતા વાંચવી .
  • પાટણની પ્રભુતા , સૌરાષ્ટ્રની રસધાર વગેરે...

 

  • રાજ્યસભા ટીવી જોવુ.
  • દરરોજ ન્યુઝ પેપર વાંચવું (ધ હિન્દુ અથવા ઇન્ડિયન એક્સપ્રેસ કે બીજું કોઈ ન્યુઝ પેપર)
  • મહિના નું કરંટ મેગેઝીન વાંચવું
  • જે તમે વાંચો તેની નોટ બનાવી જેથી કરીને એક્ઝામ ના નજીક માં તમે તેનું રીવીઝન કરી શકો .
  • કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની બધી યોજના જાણવી .
  • ભારત ના આંતર રાષ્ટ્રીય સબંધ કેવા છે તે જાણવા, તેમની વચ્ચે કઈ ડીલ થઈ છે તે બધું જ જાણવું જરુરી છે .
  • ભારતની મુખ્ય સમસ્યા કઈ છે ?

કોણ UPSC નું ફોર્મ ભરી શકે?

  • UPSC નું ફોર્મ ભરવા માટે તમારી ઉંમર ૨૧ વર્ષ ની હોવી જરૂરી છે.
  • તમારું સ્નાતક પૂરું થવું જોઈએ.(લાસ્ટ સેમ માં હોય તો તમે ફોર્મ ભરી શકો પણ જો તમારું ઇન્ટરવ્યૂ આવે તો તમારે સ્નાતક ના માર્ક લખવાના હોય છે. જો ત્યાં સુધી માર્કશીટ મળી જાય તો ફોર્મ ભરી શકાય.)
  • કોઈ પણ વિષય મા સ્નાતક થયેલા વિધાર્થી ફોર્મ ભરી શકે.

લોકો એવું માનતા હોય છે કે UPSC ની એક્ઝામ તો સ્કુલ અને કોલેજનો ટોપર જ પાસ કરી શકે આપડું કામ નથી તો,

  • UPSC 2017 ના ઓલ ઈંડિયા માં 3 રેન્ક મેળવ્યો તે જુનેદ અહમદ પણ એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે.
  • 2017 માં UPSC પાસ કરનાર આશિષ કુમાર પણ એક એવરેજ સ્ટુડન્ટ રહ્યા છે. તેમના 10 માં ઘોરણમાં 52 અને 12માં 55 ટકા હતા.સ્નાતક માં પણ 55 ટકા હતા. છતાં તેમણે UPSC પાસ કરી. તેઓ કુલ 8 વખત UPSC માં ફેલ થયા હતા નવમાં ટ્રાયલમાં તેઓ સફળ રહ્યા .
  • મનોજ કુમાર શર્મા ધોરણ 12 માં ફેલ થયા હતા છતાં તે UPSC માં સફળ રહ્યા અને આઈપીએસ થયા. હાલ માં તે એસીપી છે .

એક UPSC પાસ કરેલો વ્યક્તિ કે તેની તૈયારી કરતો વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે

  • અરવિંદ કેજરીવાલ એ UPSC પાસ કરેલી છે .તે દિલ્હી માં ઇન્કમટેક્સ કમિશ્નર હતા. હાલ માં તે દિલ્હી ના મુખ્યમંત્રી છે.
  • ભારત સરકાર ના વિદેશ મંત્રી એસ . જયશંકર એ UPSC પાસ કરેલી છે .એસ. જયશંકર આઈ .એફ .એસ ઓફિસર હતા.
  • ભારત સરકાર ના પૂર્વ નાણાં મંત્રી યશવંત સિન્હા  એ UPSC પાસ કરેલી છે. યશવંત સિન્હા ક્લેક્ટર હતા.
  • ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિજી સિવિલ સર્વિસ અધિકારી રહી ગયા છે.
  • ઉત્તર પ્રદેશ ના ચાર વખત મુખ્યમંત્રી રહેલા લોકસભાના સાંસદ રહેલા રાજ્યસભા ના સાંસદ રહેલા માયાવતી જી એ પણ UPSC ની તૈયારી કરેલી છે.

જો તમે પણ IAS , IPS કે બીજા કોઈ અધિકારી બની ને દેશ અને દેશ ના લોકો માટે કામ કરવા માગતા હોય તો તૈયાર થઈ જાવ.

આ પણ વાંચો:જાણો UPSC ટોપર શ્રુતિ શર્માની સફળતાનું રહસ્ય

Share your comments

Subscribe Magazine

More on News

More