Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પીએમ કિસાન યોજનામાં E-KYC નહીં હોય તો અગિયારમાં હપ્તાની રકમ નહીં મળે, જાણો E-KYC કરવાની સંપુર્ણ પ્રોસેસ

કિસાને પોતાના મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો ફરજીયાત સરકાર દ્વારા કિસાનો માટે અવાર નવાર નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે, આવી જ એક યોજના પીએમ કિસાન યોજના છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. તેના માટે કિસાને પોતાના મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે. ત્યારબાદ કેવાયસી (KYC) કરી શકાય છે. જે ખેડુતે કેવાયસી (KYC) નહીં કર્યુ હોય તે ખેડુતને અગિયારમા હપ્તાનાં બે હજાર રૂપિયા સરકાર તરફથી નહીં મળે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar
know the complete process of E-KYC
know the complete process of E-KYC

પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબ સાઈટ પર જઈ E-KYC કરી શકાય છે.

જો ખેડુત ઈચ્છે તો આસાનીથી ઈ-કેવાયસી (E-KYC) કરી શકે છે. ઈ-કેવાયસી (E-KYC) કરવા માટે ખેડુતે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ E-KYC કરાવવુ પડશે, અથવા તો પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ E-KYC કરી શકાય છે. આ માટે તમારે તમારા મોબાઈલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવો પડશે, ત્યારબાદ મોબાઈલ નંબર લિંક થયા પછી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, ઓટીપી નાંખ્યા બાદ તમે આસાનીથી E-KYC કરી શકો છો. 

આ રીતે ચેક કરી શકાય છે રીપોર્ટ

જો તમે પીએમ કિસાન યોજના માટે રજીસ્ટર કર્યું છે, તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમે તમારુ નામ ચેક કરી શકો છો. તમારુ નામ ચેક કરવા માટે પહેલા તમે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ, ત્યારબાદ ફાર્મર કોર્નર પર જઈને લાભાર્થીના લિસ્ટ પર ક્લિક કરવાનુ રહેશે, ત્યારબાદ તમારા રાજ્ય, જીલ્લા, ગામ અને ઘરની સંપુર્ણ માહિતી આપવાની રહેશે. તમારી સંપુર્ણ માહિતી આપ્યા બાદ Get Report પર ક્લિક કરવાનુ રહેશે, ત્યારબાદ તમને તમારા ગામના દરેક લાભાર્થીની જાણકારી મળી રહેશે અને સાથે સાથે તમે તમારુ નામ પણ તેમાં ચેક કરી શકશો.

આ પણ વાંચો:ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે આ બેન્કો કરશે ઝડપી મદદ

 

 

Share your comments

Subscribe Magazine

More on News

More