પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબ સાઈટ પર જઈ E-KYC કરી શકાય છે.
જો ખેડુત ઈચ્છે તો આસાનીથી ઈ-કેવાયસી (E-KYC) કરી શકે છે. ઈ-કેવાયસી (E-KYC) કરવા માટે ખેડુતે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈ E-KYC કરાવવુ પડશે, અથવા તો પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ E-KYC કરી શકાય છે. આ માટે તમારે તમારા મોબાઈલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવો પડશે, ત્યારબાદ મોબાઈલ નંબર લિંક થયા પછી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે, ઓટીપી નાંખ્યા બાદ તમે આસાનીથી E-KYC કરી શકો છો.
આ રીતે ચેક કરી શકાય છે રીપોર્ટ
જો તમે પીએમ કિસાન યોજના માટે રજીસ્ટર કર્યું છે, તો તમે પીએમ કિસાન પોર્ટલ પર જઈને તમે તમારુ નામ ચેક કરી શકો છો. તમારુ નામ ચેક કરવા માટે પહેલા તમે પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ, ત્યારબાદ ફાર્મર કોર્નર પર જઈને લાભાર્થીના લિસ્ટ પર ક્લિક કરવાનુ રહેશે, ત્યારબાદ તમારા રાજ્ય, જીલ્લા, ગામ અને ઘરની સંપુર્ણ માહિતી આપવાની રહેશે. તમારી સંપુર્ણ માહિતી આપ્યા બાદ Get Report પર ક્લિક કરવાનુ રહેશે, ત્યારબાદ તમને તમારા ગામના દરેક લાભાર્થીની જાણકારી મળી રહેશે અને સાથે સાથે તમે તમારુ નામ પણ તેમાં ચેક કરી શકશો.
આ પણ વાંચો:ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ લોન માટે આ બેન્કો કરશે ઝડપી મદદ
Share your comments