Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

ટિકૈતના કાર્યક્રમમાં હુબાળો, યોગી કહ્યુ કાયદા મૂજબ થશે કાર્યવાહી !

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં થઈ અથડામણ અને ખેડૂત નેતા રાકેશ ટીકૈતની ચેતાવણી પર પલટવાર કરતા કહ્યુ કે, રાકેશ ટીકૈત લખનઉ આવશે તો તેનું સ્વાગત કરાશે, પરંતુ જો કોઇ નિયમોનું પાલન નહીં કરે તો તેઓનું સ્વાગત કાયદા મુજબ થશે !

Amanbhai Krishanbhai Kumar Verma
Amanbhai Krishanbhai Kumar Verma
યોગી આદિત્યનાથ
યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં થઈ અથડામણ અને ખેડૂત નેતા રાકેશ ટીકૈતની ચેતાવણી પર પલટવાર કરતા કહ્યુ કે, રાકેશ ટીકૈત લખનઉ આવશે તો તેનું સ્વાગત કરાશે, પરંતુ જો કોઇ નિયમોનું પાલન નહીં કરે તો તેઓનું સ્વાગત કાયદા મુજબ થશે !

ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં હવે ખેડૂત આંદોલનની અસર દેખાવા લાગી છે. ભારતીય કિસાન યુનિયન ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકૈતે લખનૌ ખાતે સરકારના ચેતવણી આપતા કહ્યુ છે કે ખેડૂતો હવે ઝુકવાળા નથી, જ્યા સુધી સરકાર ત્રણ કાળા કાયાદ પાછા નહીં લે ત્યાં સુધી ખેડૂત આંદોલન એમજ ચાલતા રહેશે. ઉલ્લેખનીએ છે કે, રાકેશ ટીકૈતના લખનઉ આગમન દરમિયાન પોલીસ અને સેંકડો કાર્યકર્તાઓ વચ્ચે નોકઝોંક પણ થઇ હતી.

ખબર મૂજબ  રાકેશ ટીકૈતનો લખનઉના શીરોઝ કૈફે ખાતે કાર્યક્રમને સમર્થન આપવા માટે સપા છાત્ર વિંગ, આપ છાત્ર વિંગ અને  એનએસયુઆઇના કાર્યકર્તાઓ પોતાના સમર્થન આપવા આવ્યા હતા. પરંતુ પોલીસે તમામને અંદર જવા ન દેતા, કાર્યકર્તા ઓ નારાજ થયા હતા. એક તબક્કે પોલીસ સાથે બોલાચાલી પણ થઇ હતી. રોષે ભરાયેલા કાર્યકર્તા ઓએ આ બાબતને તાનાશાહી રવૈયો ગણાવી જોરદાર નારાબાજી કરી પણ હતી.

શુ ક્યુ યોગી આદિત્યનાથ (Yogi Adityanath)

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં થઈ અથડામણ અને ખેડૂત નેતા રાકેશ ટીકૈતની ચેતાવણી પર પલટવાર કરતા કહ્યુ કે, રાકેશ ટીકૈત લખનઉ આવશે તો તેનું સ્વાગત કરાશે, પરંતુ જો કોઇ નિયમોનું પાલન નહીં કરે તો તેઓનું સ્વાગત કાયદા મુજબ થશે ! નોંધણીએ છે કે, કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂત આગેવાન રાકેશ ટીકૈત એવી ચેતવણી આપી હતી કે, તેઓ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં પણ ખેડૂત આંદોલન ઉભુ કરશે, અને વિરોધ કરશે.

યૂ.પી સરકાર પર રાકેશ ટિકૈત લગાવ્યુ આરોપ

રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈતે ઉત્તર પ્રદેશમાં ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી) અંતર્ગત ખેત પેદાશોની ખરીદીમાં મોટાપાયે અનિયમિતતા હોવાનો આરોપ લગાવ્યો હતો, અને આ અંગે સીબીઆઇની તપાસની માગણી પણ કરી હતી. તેમને દાવો કર્યો હતો કે, ઘઉં સહિત અનેક પ્રકારની ખેતપેદાશોની ખેડૂતોની જગ્યાયે દલાલોના માધ્યમથી ખરીદી કરવામાં આવી રહી છે. જેની સરકારી રેકોર્ડમાં ફર્જી ઓળખ છે.

બિહારના મજૂરો સાથે કરી વાત

રાષ્ટ્રીય ખેડૂત નેતા રાકેશ ટીકૈત દિલ્હી થી લખનઉ જાતા વખ્તે બિહારના મજૂરો સાથે ખાસ વાતચીત કરી હતી. યમુના એક્સપ્રેસ પર એક ટોલનાકા પાસે ટીકૈત, ત્યાથી પસાર થઇ રહેલા બિહારના મજૂરો સાથે માઇક લઇને વાતચીત કરી હતી. તેઓએ રીપોર્ટરના અંદાજમાં કહ્યું હતું કે, આ ખેડૂતો છે, જે પોતાના ગામડે પરત જઇ રહ્યા છે, બિહારમાં મંડીયા બંધ થઇ ગયા છે, જેને કારણે આજે બિહારમાં મજૂરો નથી રહ્યા! તેઓને મજૂરી કરવા માટે અલગ અલગ રાજ્યો માં જવું પડી રહ્યું છે.

Share your comments

Subscribe Magazine

More on News

More