Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

કુદરતી ખેતીમાં હવે ગુજરાત નથી હિમાચલ છે મોખરે, આમ થયું ફેરફાર

સમગ્ર દેશમાં કુદરતી ખેતીનો પાયો નાખનાર ગુજરાત એક નાના રાજ્યથી પાછળ થઈ ગયો છે. સમગ્ર દેશને કુદરતી ખેતી કેવી રીતે થાય છે અને કેવી રીતે તેના થકી અઢળક ઉત્પાદન મેળવી શકાય છે તેની તાલિમ ખેડૂતોને આપનાર ગુજરાતના ખેડૂતોને હિમાચલ પ્રદેશના ખેડૂતોએ પાછળ છોડી દીધો છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

સમગ્ર દેશમાં કુદરતી ખેતીનો પાયો નાખનાર ગુજરાત એક નાના રાજ્યથી પાછળ થઈ ગયો છે. સમગ્ર દેશને કુદરતી ખેતી કેવી રીતે થાય છે અને કેવી રીતે તેના થકી અઢળક ઉત્પાદન મેળવી શકાય છે તેની તાલિમ ખેડૂતોને આપનાર ગુજરાતના ખેડૂતોને હિમાચલ પ્રદેશના ખેડૂતોએ પાછળ છોડી દીધો છે. વાત જાણો એમ છે કે એક જ દિવસમાં હિમાચલ પ્રદેશના 36 હજારથી પણ વધુ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને કુદરતી ખેતી કરવાની સોગંદ ખાધી છે, જેના કારણે હિમાચલ પ્રદેશે કુદરતી ખેતીનો પાયો નાખનાર ગુજરાતને પાછળ છોડી દીધું છે અને હવે સમગ્ર ભારતમાં ત્યાંના ખેડૂતોએ સૌથી વધુ કુદરતી ખેતી કરનાર રાજ્યની યાદીમાં હિમાચલને મોખરે કરી દીધો છે.

હિમાચલ સરકારનો મોટો ફાળો

વડા પ્રધાન નરેંદ્રભાઈ મોદીની પહેલ પછી લગભગ દરેક રાજ્ય કુદરતી ખેતીને વધારવા માટે કામ કરી રહ્યો છે. એજ સંદર્ભમાં હિમાચલ પ્રદેશની સુખવિંદર સિંહ સુક્કુની સરકારે રાજ્યમાં કુદરતી ખાતર થકી ઉગાડવામાં આવેલ પાકની ખરીદી કોઈ પણ બીજા રાજ્ય કરતા સૌથી વધુ ભાવમાં થઈ રહી છે. આથી રાજ્યમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન તો મળી રહ્યું છે સાથે ખેડૂતોની આવક પણ બમણી થઈ રહી છે. સુક્કુ સરકારના વધુ ભાવ આપવાનો નિર્ણયના કરાણે એક દિવસમાં 36 હજારથી પણ વધુ ખેડૂતોએ કુદરતી ખેતી કરવાની સોગંદ ખાધી છે. જણાવી દઈએ કે હિમાચલ સરકાર ફક્ત ખેડૂતોને વધુ ભાવ નથી આપી રહી પણ 10 કૃષિ બજારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વધુ આધુનિકીકરણ પણ કરી રહી છે.  

ઘઉં અને મકાઈ માટે રેકોર્ડ એમએસપી

હિમાચલ પ્રદેશના કૃષિ પ્રધાન ચંદ્ર કુમારે કહ્યું કે હિમાચલ પ્રદેશ ઘઉં અને મકાઈ માટે રેકોર્ડ MSP સાથે કુદરતી ખેતીમાં અગ્રણી રાજ્ય બની ગયું છે. તે કુદરતી ખેતી પદ્ધતિઓ દ્વારા ઉત્પાદિત ઘઉં અને મકાઈ માટે સૌથી વધુ લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP પ્રદાન કરવામાં મોખરે છે. કુદરતી ખેતી દ્વારા ઘઉં અને મકાઈ ઉગાડતા ખેડૂતોને MSP કરતા વધુ ભાવ આપવામાં આવી રહ્યા છે. જ્યારે પશુપાલકોને મદદ કરવા માટે ગાય અને ભેંસના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 

કુદરતી ખેતીમાંથી ઘઉં અને મકાઈ માટે ઉચ્ચ MSP  

કૃષિ મંત્રીએ કહ્યું કે સરકારી ગેરંટીનાં ભાગરૂપે કુદરતી ખેતી દ્વારા ઉગાડવામાં આવતા ઘઉં 40 રૂપિયા પ્રતિ કિલો અને મકાઈ 30 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખરીદવામાં આવી રહી છે. મતલબ કે ખેડૂતોને ઘઉં માટે 4000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈ માટે 3000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ આપવામાં આવી રહ્યો છે. જ્યારે ઘઉંની MSP 2425 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને મકાઈની MSP 2225 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.  

MSP કરતા વધુ ભાવે 4 હજાર ક્વિન્ટલ મકાઈ ખરીદી 

તેમણે જણાવ્યું કે કુદરતી ખેતી દ્વારા ઉગાડવામાં આવતા પાક માટે એમએસપી કરતાં વધુ કિંમત ચૂકવવાની રાજ્ય યોજનાનો મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ મળી રહ્યો છે. આ સિઝનમાં કુદરતી રીતે મકાઈની ખેતી કરતા 1,506થી વધુ ખેડૂત પરિવારોને રાજ્ય સરકાર દ્વારા વધેલા MSPનો લાભ મળી રહ્યો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 4,000 ક્વિન્ટલથી વધુ મકાઈની ખરીદી કરી છે.

મુખ્યપ્રધાન હિમાચલ પ્રદેશ સુખવિંદર સિંહ સુક્કુ ( ફોટો-સોશિયલ મીડિયા)
મુખ્યપ્રધાન હિમાચલ પ્રદેશ સુખવિંદર સિંહ સુક્કુ ( ફોટો-સોશિયલ મીડિયા)

ખેતીને રોજગાર સાથે જોડવા માટે રાજીવ ગાંધી સ્ટાર્ટઅપ યોજના 

કૃષિ મંત્રીએ કહ્યું કે 680 કરોડ રૂપિયાના ખર્ચની રાજીવ ગાંધી સ્ટાર્ટઅપ યોજનાના ત્રીજા તબક્કા હેઠળ સરકારનો ઉદ્દેશ્ય કૃષિને રોજગારીની તકો સાથે જોડવાનો છે. રાજ્ય ટૂંક સમયમાં કુદરતી ખેતી મકાઈના લોટની બ્રાન્ડ હિમભોગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ઉપરાંત ડેરી ખેડૂતોને સહાય આપવા માટે ગાયનું દૂધ 45 રૂપિયા પ્રતિ લિટર અને ભેંસનું દૂધ 55 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ખરીદવામાં આવી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર પાસેથી 9000 કરોડ રૂપિયાની આપત્તિ રાહત બાકી છે, જો તે મળે તો રાજ્યના ખેડૂતોને આર્થિક મદદ મળી શકે છે. તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશ ખેડૂતો અને ગ્રામીણ વિકાસ માટે ટકાઉ કૃષિ અને ખેડૂત કલ્યાણમાં બેન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે.
 

Share your comments

Subscribe Magazine

More on News

More