આગામી અઠવાડિયામાં લાગશે ગરમી
રાજ્યવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે, ભારે કોલ્ડ વેવ બાદ હવે રાજ્યમાં ઠંડીનુ જોર ઘટી રહ્યું છે. અને આગામી ચાર દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ચાર ડિગ્રી સુધી વધી શકે છે જેના કારણે ઠંડીમાં રાહત અનુભવાશે અને રાજ્યમાં ગરમીમાં થોડો વધારો થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં રવિવારે એટલે કે 30 જાન્યુઆરીએ ઠંડીનો ખતરનાક ચમકારો જોવા મળ્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ગાંધીનગરમાં અનુભવાઈ હતી. જ્યારે નલિયાનું તાપમાન 7.8 ડિગ્રી નોંધાયુ હતુ.
રવિવારે તરખાટ મચાવતી ઠંડીનો થયો અનુભવ
ગુજરાતમાં ઠંડીનું જોર સતત યથાવત છે. અને રવિવારે પણ ઠંડો દિવસ રહ્યો હતો. પાટનગર ગાંધીનગરમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પારો 6.3 ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો અમદાવાદ, વડોદરા સહિતના શહેરોમાં પણ ઠંડીને કારણે પારો ગગડ્યો હતો. તો કચ્છના નલિયાનું તાપમાન 7.8 ડિગ્રી રહ્યું હતું. અમદાવાદમાં પણ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદ શહેરનું તાપમાન 8.8 ડિગ્રી નોંધાયું છે. તો ડીસા અને પાટણનું તાપમાન 9.8 ડિગ્રી રહ્યું છે. પોરબંદર શહેરનું તાપમાન 10.3 ડિગ્રી નોંધાયું છે.
ઠંડીના કારણે લોકોની હાલત થઈ કફોડી
ઠંડા પવનો ફૂંકાતા હોવાથી પૂર્વ અમદાવાદમાં રાત્રે ઝૂંપડીઓ, ચાલીઓ અને ફૂટપાથ પર રહેતા લોકોની હાલત વધુ કફોડી બની જવા પામી છે. ઉલ્લેખનીય છે કે બાળકો અને વૃદ્ધો અને અશક્તો માટે ઠંડીનો આ ચમકારો અસહનીય બની ગયો છે.
વાતાવરણમાં ફેરફાર
ગુજરાતમાં સામાન્ય રીતે ઉતરાયણ પછી ઠંડી ઓછી થઇ જતી હોય છે, પરંતુ આ વર્ષે જાન્યુઆરીના અંત સુધી પણ ઠંડી ઓછી થઇ નથી. વેસ્ટન ડિસ્ટર્ન્બન્સને કારણે વાતાવરણમાં ભારે ફેરફાર જોવા મળી રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી વધુ અનુભવાઇ રહી છે, તદઉપરાંત કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. વળી પહાડી પ્રદેશોમાં હિમવર્ષા થાય છે. મેદાની પ્રદેશોમાં વરસાદની સાથે ઠંડા પવનોના સૂસવાટા ફૂંકાઇ રહ્યા છે. જેની સીધી અસર ગુજરાત પર પણ પડી રહી છે.
ઠંડા પવન ફૂંકાતા લોકો પરેશાન
મોડી રાત્રે અમદાવાદમાં ઘરની બહાર નીકળી શકાતું નથી. ઠંડા પવન ફૂંકાવવાને કારણે લોકો ઠંડીમાં ઠુંઠવાઇ જાય છે. અમદાવાદમાં શરદી, ઉધરશ અને તાવના કેસ પણ વધી રહ્યા છે. ફૂટપાથ પર રહેતા લોકોની હાલત વધુ કફોડી બની જવા પામી છે. ઉલ્લેખનીય છે કે બાળકો અને વૃદ્ધો અને અશક્તો માટે ઠંડીનો આ ચમકારો અસહનીય બની ગયો છે.
આ પણ વાંચો : વાઈબ્રન્ટને લઈને આવ્યા મહત્વના સમાચાર, ગુજરાતના સ્થાપના દિવસે યોજાઈ શકે છે સમિટ
આ પણ વાંચો : તાંબાના વાસણમાં પાણી પીવાથી વજન ઘટાડવામાં મળશે મદદ, જુઓ અનેક ફાયદાઓ
Share your comments